Market Opening 11 August 2021

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
યુએસમાં નવી ટોચ, એશિયામાં મિશ્ર વલણ
મંગળવારે યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 163 પોઈન્ટ્સના સુધારે 35265ની નવી ટોચ પર બંધ રહ્યો હતો. જોકે એશિયન બજારો પર તેની ખાસ અસર જોવા મળી રહી નથી. જાપાન, હોંગ કોંગ અને ચીનના બજારો પોઝીટીવ ઝોનમાં ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જ્યારે સિંગાપુર, તાઈવાન અને કોરિયા નરમાઈ સાથે ટ્રેડ થઈ રહ્યાં છે.
SGX નિફ્ટીનો ગેપ-અપ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 43 પોઈન્ટ્સ સુધારા સાથે 16320ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ ગેપ-અપ ઓપનીંગ દર્શાવશે. નિફ્ટીને તેણે ગયા સપ્તાહે બનાવેલા 16349ના સ્તરનો અવરોધ છે. જે પાર થતાં તે નવી ટોચ દર્શાવશે. ત્યારપછીનો ટાર્ગેટ 16500નો રહેશે. જ્યારે નીચે 16150 અને 16000નો સપોર્ટ છે.
ક્રૂડમાં બાઉન્સ બાદ નરમાઈ
વૈશ્વિક ક્રૂડના ભાવમાં લાંબા સમય બાદ ઊંચી વધ-ઘટ જોવા મળી રહી છે. જેમાં બ્રેન્ટ ક્રૂડ વાયદો સોમવારે 4 ટકાના કડાકા બાદ મંગળવારે 3 ટકાથી વધુ બાઉન્સ થઈ આજે સવારે સાધારણ નરમાઈ સાથે 70.60 ડોલરની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે. આમ તે ફરી 70 ડોલરના સ્તર પર જોવા મળી રહ્યો છે. જો તે 67.50નું તાજેતરનું બોટમ તોડશે તો ઝડપથી ઘટાડો દર્શાવશે. જ્યારે 73 ડોલર ઉપર વધુ સુધારા તરફ આગળ વધશે.
ગોલ્ડમાં સાધારણ મજબૂતી
વૈશ્વિક બજારમાં સોનાએ સ્થિરતા મેળવી છે. સોમવારે તીવ્ર ઘટાડા બાદ મંગળવારે તે સાંકડી રેંજમાં ટ્રેડ થયું હતું. આજે તે 2 ડોલરના સુધારા સાથે 1734 ડોલર પર ટ્રેડ દર્શાવી રહ્યું છે. તેને 1680 ડોલરનો સપોર્ટ જ્યારે 1760 ડોલરનો અવરોધ છે. કોઈ પોઝીટીવ કારણના અભાવમાં તે ફરી 1680 ડોલરના સ્તર તરફ ગતિ કરી શકે છે.
મહત્વની હેડલાઈન્સ
• રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ નેધરલેન્ડ્સની ટી-મોબાઈલ માટે બિડીંગની ચકાસણી કરી રહ્યું હોવાના અહેવાલ.
• એક અબજ ડોલરનો આઈપીઓ લાવવા ફાર્મઈઝીની વિચારણા.
• આરબીઆઈની ચેતવણી બાદ વૈશ્વિક બેંક્સે તેમના લ્યૂક્રેટીવ ઈન્ડિયા ટ્રેડ્સ કવર કર્યાં.
• આરબીઆઈના નવા નિયમો હેઠળ બેંક્સે એટીએમમાં કેશની ઉપલબ્ધતાની ખાતરી આપવી પડશે.
• ગ્રીસ ભારત ખાતેથી જેટ ફ્યુઅલ કાર્ગોની આયાત કરશે.
• વૈશ્વિક ફંડ્સે મંગળવારે સ્થાનિક બજારમાં રૂ. 179 કરોડની વેચવાલી દર્શાવી હતી.
• સ્થાનિક ફંડ્સે પણ બજારમાં રૂ. 715 કરોડનું વેચાણ કર્યું હતું.
• વિદેશી સંસ્થાકિય રોકાણકારોએ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં રૂ. 662 કરોડનું વેચાણ નોંધાવ્યું હતું.
• જીએમઆર ઈન્ફ્રાસ્ટ્રક્ચર 13 ઓગસ્ટે રૂ. 6000 કરોડ ઊભા કરવા માટે વિચારણા કરશે.
• ગોદરેજ એગ્રોવેટે જૂન ક્વાર્ટરમાં રૂ. 106 કરોડનો નફો દર્શાવ્યો.
• આઈઆરબી ઈન્ફ્રાસ્ટ્રક્ચરે જૂન ક્વાર્ટરમાં રૂ. 72 કરોડનો નફો નોંધાવ્યો. ગયા વર્ષે તેણે રૂ. 30.14 કરોડની ખોટ દર્શાવી હતી. આવક પણ રૂ. 1630 કરોડ પરથી વધી રૂ. 2248 કરોડ રહી હતી.
• પાવર ગ્રીડ કોર્પોરેશને જૂન ક્વાર્ટરમાં રૂ. 6090 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે રૂ. 1979 કરોડ પર હતો.
• પ્રેસ્ટીજ એસ્ટેટ્સે જૂન ક્વાર્ટરમાં રૂ. 57.3 કરોડનો નફો દર્શાવ્યો હતો. જ્યારે આવક 12 ટકા વધી રૂ. 1402 કરોડ રહી હતી.
• ઝોમેટોએ જૂન ક્વાર્ટરમાં રૂ. 356 કરોડની ખોટ દર્શાવી હતી. જે ગયા વર્ષે 96 કરોડ પર હતી.
• રતનઈન્ડિયા ડ્રોન ઉત્પાદક કંપની મેટરનેટમાં વ્યૂહાત્મક રોકાણ કરશે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage