Market opening 11 Feb 2021

બ્લોગ કન્ટેન્ટ

માર્કેટ ઓપનીંગ

યુએસ બજાર નવી ટોચ પર બંધ, એશિયામાં રજાનો માહોલ

યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 62 પોઈન્ટ્સ મજબૂતી સાથે 31438ની સર્વોચ્ચ ટોચ પર બંધ રહ્યો હતો. જોકે નાસ્ડેક 14000નું સ્તર જાળવી શક્યો નહોતો અને 0.3 ટકાના સામાન્ય ઘટાડે બંધ રહ્યો હતો. એશિયા ખાતે મોટાભાગના બજારોમાં રજા છે. જોકે હોંગ કોંગ અને સિંગાપુર માર્કેટ્સ ચાલુ છે. જેમાં હોંગ કોંગ 0.36 ટકાનો જ્યારે સિંગાપુર 0.20 ટકાની નરમાઈ સૂચવી રહ્યાં છે.

SGX નિફ્ટીમાં નરમાઈ

નોંધપાત્ર સમયબાદ ભારતીય બજાર ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવે તેવી શક્યતા છે. સિંગાપુર નિફ્ટી 74 પોઈન્ટ્સના ઘટાડે 15064 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ લગભગ આ સ્તર આસપાસ ઘટાડા સાથે કામકાજની શરૂઆત કરશે. બુધવારે ભારતીય બજારમાં બે બાજુની વધ-ઘટ વચ્ચે સાધારણ નરમાઈ સાથે બંધ જોવા મળ્યું હતું. નિફ્ટી ઈન્ટ્રા-ડે 15000ના સ્તરની નીચે જઈ પરત ફર્યો હતો. જોકે બજારમાં સાવચેતીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ઓવરબોટ સ્થિતિ જોતાં કરેક્શનની શક્યતા નકારી શકાય નહિ.

ક્રૂડ મક્કમ

વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ મજબૂત ટકેલાં છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 61 ડોલર આસપાસ ટ્રેડ દર્શાવી રહ્યો છે. ક્રૂડના ભાવ હાલમાં મહત્વના મુકામ પર ઊભા છે. તેમાં 10 ટકા જેટલો ઘટાડો ભારત જેવા ક્રૂડ આયાતકાર માટે મોટી રાહતની વાત બની શકે છે.

ગોલ્ડ-સિલ્વરમાં નરમાઈ

સોનુ-ચાંદી હજુ પણ કોન્સોલિડેશનમાં અથડાઈ રહ્યાં છે. બંને ધાતુઓ એકાંતરે દિવસે વધ-ઘટ દર્શાવી રહી છે. વૈશ્વિક કોમેક્સ ખાતે ગોલ્ડ વાયદો 5 ડોલર નરમાઈએ 1837 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે સિલ્વર વાયદો એક ટકાના ઘટાડે 26.79 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. બુધવારે એમસીએક્સ ખાતે ગોલ્ડ વાયદો રૂ. 59ના સુધારે રૂ. 48007 પર બંધ રહ્યો હતો. જ્યારે સિલ્વર વાયદો રૂ. 846ની નરમાઈએ રૂ. 68850 પર બંધ રહ્યો હતો.

મહત્વની હેડલાઈન્સ

·         બજેટમાં કરેલી પેનલ્ટીની જોગવાઈને પરત ખેંચવા માટે ભારતીય નિકાસકારોની માગણી.

·         આરબીઆઈએ ઓપન માર્કેટ ઓપરેશન્સમાં બલ્ક બાઈંગ કરીને યિલ્ડ્સને નીચા રાખવાનો આપેલો સંકેત

·         સીસીઆઈએ બીઓઆઈ એક્સામાં બેંક ઓફ ઈન્ડિયાના 49 ટકા હિસ્સા ખરીદીને આપેલી મંજૂરી.

·         વૈશ્વિક ફંડ્સે બુધવારે ભારતીય બજારમાં રૂ. 1785 કરોડની ચોખ્ખી ખરીદી દર્શાવી હતી.

·         સ્થાનિક ફંડ્સે બુધવારે રૂ. 2080 કરોડની ચોખ્ખી વેચવાલી નોંધાવી હતી.

·         મંગળવારે એફઆઈઆઈએ બજારમાં રૂ. 3310 કરોડની ખરીદી દર્શાવી હતી.

·         ઓરોબિંદો ફાર્માએ ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 295 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં 70.5 કરોડ પર હતો.

·         ભારત પેટ્રોલિયમ ભારત ઓમાન રિફાઈનરીમાં 36.6 ટકા હિસ્સો રૂ. 2400 કરોડમાં ખરીદશે.

·         એવરેડી ઈન્ડસ્ટ્રીઝે ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 48.8 કરોડની આવક નોંધાવી હતી. જે ગયા વર્ષે રૂ. 90.2 કરોડ પર હતી.

·         ઈન્દ્રપ્રસ્થ ગેસે ત્રીજા ક્વાર્ટરમાં 18 ટકા વૃદ્ધિ સાથે રૂ. 335 કરોડનો નફો નોંધાવ્યો હતો. જે ગયા વર્ષે રૂ. 328 કરોડ હતો.

·         મેગ્મા ફીનકોર્પમાં રાઈઝીંગ સન હોલ્ડિંગે રૂ. 3460 કરોડનું રોકાણ કર્યું છે. રાઈઝીંગ સન હોલ્ડિંગ સિરમ ઈન્સ્ટીટ્યુટના માલિક પૂનાવાલા પરિવારની કંપની છે. 

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage