Market Opening 11 Jan 2021

માર્કેટ ઓપનીંગ

એશિયામાં મિશ્ર વલણ

વિતેલા સપ્તાહે તીવ્ર તેજી દર્શાવનારા એશિયન બજારો સોમવારે સાધારણ પોઝીટીવ સાથે ફ્લેટ ઓપનીંગ દર્શાવી રહ્યાં છે.કોરિયા, હોંગ કોંગ અને ચીન પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે તો તાઈવાનમાં સાધારણ નરમાઈ જોવા મળી રહી છે. સિંગાપુર પણ સાધારણ નરમાઈ દર્શાવે છે.

SGXમાં મજબૂતી

સિંગાપુર નિફ્ટી 48 પોઈન્ટ્સનો સુધારો દર્શાવવા સાથે 14424 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે ભારતીય બજાર પણ લગભગ આ સ્તરની આસપાસ જ ખૂલશે. નિફ્ટી માટે હવે 14550નો ટાર્ગેટ છે.

આઈટીમાં ગેપઅપ ઓપનીંગની શક્ચતા

વિતેલા સપ્તાહે ટીસીએસના પરિણામો અપેક્ષાથી સારા આવતાં તેમજ ગાઈડન્સ સારુ આપતાં ટીસીએસ સહિત અન્ય આઈટી કંપનીઓના શેર્સમાં ગેપ-અપ ઓપનીંગની શક્યતા છે. તમામ આઈટી કાઉન્ટર્સ તેમની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થઈ રહ્યાં છે. 

ક્રૂડમાં નરમાઈ

ગયા સપ્તાહે ચાર મહિનાની સૌથી મોટી તેજી દર્શાવનાર ક્રૂડમાં ઉઘડતાં સપ્તાહે સાધારણ નરમાઈ જોવા મળી રહી છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 1.1 ટકાના ઘટાડે 55.57 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યો છે.

વૈશ્વિક ગોલ્ડમાં નરમાઈ, ચાંદીમાં સાધારણ બાઉન્સ

વૈશ્વિક ગોલ્ડમાં 2 ડોલરની નરમાઈ જોવા મળી રહી છે અને તે 1832 ડોલર પ્રતિ ટ્રૌય ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું છે. જ્યારે સિલ્વર 0.76 ટકાના સુધારે 24.82 ડોલર પર ટ્રેડ થઈ રહી છે. 

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage