Market Opening 11 Jan 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
વૈશ્વિક શેરબજારોમાં નરમાઈ
નવા સપ્તાહે યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ તેના દિવસના તળિયાથી સુધરીને 163 પોઈન્ટ્સ નરમાઈ સાથે બંધ રહ્યો હતો. તેમ છતાં એશિયન બજારો રેડ ઝોનમાં ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જેમાં જાપાન, હોંગ કોંગ, તાઈવાન, કોરિયા અને ચીન સહિતના બજારો 0.9 ટકા સુધીનો ઘટાડો સૂચવે છે. એક માત્ર સિંગાપુર બજાર 0.25 ટકા સુધારો દર્શાવે છે. સોમવારે યુરોપ બજારોમાં એક ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો.
SGX નિફ્ટીનો ગેપ-ડાઉન ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 43 પોઈન્ટ્સ નરમાઈ સાથે 18005ના સ્તરે ટ્રેડ દર્શાવી રહ્યો છે. જે સૂચવે છે કે ભારતીય બજાર પણ નેગેટિવ ઓપનીંગ દર્શાવી શકે છે. જોકે માર્કેટમાં અન્ડરટોન મજબૂત છે અને તેથી તે કોન્સોલિડેશનમાં જોવા મળે તેવી શક્યતાં છે. ડિસેમ્બરના તળિયાથી બજાર 7.5 ટકા જેટલું બાઉન્સ દર્શાવી ચૂક્યું છે અને તેથી હાલમાં તે એક વિરામ દર્શાવી શકે છે. નિફ્ટી માટે 18000-18200ના ઝોનને પાર કરવું કઠિન બની શકે છે. જો આ સ્તર પાર થઈ જશે તો માર્કેટ 18600ની અગાઉની ટોચને સ્પર્શ કરે અને તેની ઉપર પણ નીકળી શકે છે. આગામી દિવસોમાં બજેટ અને પરિણામોની સિઝન બજાર માટે મહત્વની બની રહેશે.
ક્રૂડમાં મજબૂતી
વૈશ્વિક ક્રૂડના ભાવ મક્કમ જોવા મળી રહ્યાં છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 0.40 ટકા સુધારે 81.33 ડોલર પ્રતિ બેરલના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. તે 87 ડોલરની ઓક્ટોબરની ટોચ સુધી સુધારો દર્શાવી શકે છે. જોકે વૈશ્વિક સ્તરે સંક્રમણના વધી રહેલા કેસિસને જોતાં હાલમાં તે રેંજ બાઉન્ડ ટ્રેડ દર્શાવવાનું ચાલુ રાખી શકે છે.
ગોલ્ડમાં રેંજ બાઉન્ડ ટ્રેડ
સોનુ છેલ્લાં કેટલાંક સત્રોથી રેંજમાં ટ્રેડ દર્શાવી રહ્યું છે. તે 1790-1820ની રેંજમાં વોલેટાઈલ જોવા મળે છે. આજે સવારે કોમેક્સ વાયદો 6 ડોલરના સુધારે 1805 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. ગોલ્ડ માટે બુધવારે રજૂ થનારો યુએસ ખાતે ડિસેમ્બરનો સીપીઆઈ ડેટા મહત્વનું ટ્રિગર બની શકે છે. આ ડેટા 7 ઉપર આવશે. જે ઈન્ફ્લેશનને લઈને ચિંતાને વધુ ગંભીર બનાવશે. જેની પ્રતિક્રિયામાં ફેડ રેટ વૃદ્ધિ જેવું પગલું ભરી શકે છે. જેને બજારો ડિસ્કાઉન્ટ કરી ચૂક્યાં છે. આમ ગોલ્ડમાં સેફ હેવનરૂપી ખરીદી પાછળ સુધારાની શક્યતાં છે.
મહત્વની હેડલાઈન્સ
• વન97 કોમ્યુનિકેશન્સે ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 2180 કરોડનું લોન વિતરણ કર્યું હતું. જે વાર્ષિક ધોરણે 365 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.
• પોલિસી બઝારની માલિક કંપની પીબી ઈન્ફોટેકે ત્રીજા ક્વાર્ટરના ઈન્શ્યોરન્સ પ્રિમિયમમાં વાર્ષિક 67 ટકા વૃદ્ધિ દર્શાવી હતી.
• પોરિન્જૂ વેલિયાથની માલિકીની ઈક્વિટી ઈન્ટેલિજન્સ ઈન્ડિયાએ યુનિકેમ લેબોરેટરીઝમાં 54,850 ઈક્વિટી શેર્સની ખરીદી કરી છે.
• ગ્રેવિટા ઈન્ડિયાએ રૂ. 300 કરોડનું ફંડ ઊભું કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.
• સ્પંદના સ્ફૂર્તિના બોર્ડે રૂ. 300 કરોડ ઊભા કરવા માટેની મંજૂરી આપી છે.
• બાર્ક્લેઝ સિક્યૂરિટીઝ ઈન્ડિયાએ સેરેબ્રાના 6,13,441 શેર્સની ખરીદી કરી છે. તેણે રૂ. 92.5 પ્રતિ શેરના ભાવે આ ખરીદી કરી છે.
• જેએસડબલ્યુ ઈસ્પાતે ત્રીજા ક્વાર્ટરમાં સ્ટીલ ઉત્પાદનમાં 14 ટકા વૃદ્ધિ નોંધાવી છે.
• બેંક ઓફ બરોડાએ એમસીએલઆરમાં 5 બેસીસ પોઈન્ટ્સનો ઘટાડો કરી તેને 6.45 ટકા કર્યાં છે. જે 12 જાન્યુઆરીથી અમલી બનશે.
• કેબીસી ઈકો ફંડે એનસીસીમાં 32,55,983 શેર્સની ખરીદી કરી છે. તેમણે રૂ. 73.52 પ્રતિ શેરના ભાવે આ ખરીદી કરી છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage