Market Opening 11 March 2022

બ્લોગ કન્ટેન્ટ

માર્કેટ ઓપનીંગ

 

માર્કેટમાં સુધારો અલ્પજીવી નીવડ્યો

વૈશ્વિક શેરબજારોમાં સુધારો અલ્પજીવી નીવડ્યો છે. ગુરુવારે 4 ટકા સુધીનો સુધારો દર્શાવનાર એશિયન બજારો આજે 3.25 ટકા સુદીનો ઘટાડો સૂચવી રહ્યાં છે. જેમાં હોંગ કોંગ માર્કેટ 3.25 ટકા નીચે ટ્રેડ થઈ રહ્યું છે. તે બે વર્ષના તળિયા પર જોવા મળી રહ્યું છે. જાપાન 2.5 ટકા, ચીન 1.7 ટકા, તાઈવાન-કોરિયા 1-1 ટકા અને સિંગાપુર 0.3 ટકા ડાઉન જોવા મળી રહ્યાં છે. ગુરુવારે યુએસ ખાતે બજારો સાધારણ ઘટાડે બંધ જોવા મળ્યાં હતાં. જોકે યુરોપ બજારોમાં 3 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

SGX નિફ્ટીનો ગેપ-ડાઉન ઓપનીંગનો સંકેત

સિંગાપુર નિફ્ટી 50 પોઈન્ટ્સ નરમાઈ સાથે 16521ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે ભારતીય બજાર પણ ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવી શકે છે. નિફ્ટી આગામી સત્રોમાં 16400-16600માં કોન્સોલિડેટ થતો જોવા મળી શકે છે. જો 16600નું સ્તર પાર કરશે તો 17000-17200 સુધીનો વધુ સુધારો સંભવ છે.

ક્રૂડમાં નરમાઈ

વૈશ્વિક ક્રૂડના ભાવ ઘટાડાતરફી જોવા મળી રહ્યાં છે. જીઓપોલિટીકલ કટોકટી બાદ તીવ્ર ઉછાળા બાદ તેજીના વળતા પાણી થયાં છે. આજે એશિયન ટાઈમ પ્રમાણે બ્રેન્ટ ક્રૂડ વાયદો 109 ડોલર આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. નીચેમાં તે 107 ડોલર પર જોવા મળ્યો હતો. જો આ સ્તર નીચે જશે તો વધુ ઘટાડાની સંભાવના છે. 100 ડોલર નીચે તે 85 ડોલર સુધી ગગડી શકે છે.

ગોલ્ડમાં કોન્સોલિડેશન

વૈશ્વિક ગોલ્ડના ભાવ કોન્સોલિડેશનમાં જોવા મળી રહ્યાં છે. કોમેક્સ ગોલ્ડ ફ્યુચર આજે સવારે 2.55 ડોલર ઘટાડાસાથે 1997.85 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. યુએસ ખાતે ફેબ્રુઆરી માટેનો ઈન્ફલેશન ડેટા 7.9 ટકાના 40 વર્ષની ટોચ પર આવતાં ગોલ્ડને સપોર્ટ મળશે અને તેથી તેમાં મોટા ઘટાડાની શક્યતા નથી. 1970 ડોલરના સ્ટોપલોસે લોંગ પોઝીશન જાળવવી જોઈએ. તેમજ નવી ખરીદી પણ કરી શકાય. 2070 ડોલરનું સ્તર પાર થશે તો તે 2150 ડોલર સુધી ઉછળી શકે છે.

મહત્વની હેડલાઈન્સ

• ભાજપે ઉત્તર પ્રદેશ સહિત ચાર રાજ્યોમાં સત્તા જાળવી રાખી છે.

• ભારત સરકાર હજુ પણ એલઆઈસીના આઈપીઓને ચાલુ વર્ષે લાવે તેવી શક્યતાં છે.

• રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ફ્યુચર્સ સ્ટોર્સના સ્ટાફને પોતાનામાં સમાવી એમેઝોનને આંચકો આપ્યો.

• વૈશ્વિક સંસ્થાઓએ ગુરુવારે ભારતીય બજારમાં રૂ. 1980 કરોડનું ચોખ્ખું વેચાણ દર્શાવ્યું હતું.

• સ્થાનિક સંસ્થાઓએ બજારમાં રૂ. 946 કરોડની ખરીદી કરી હતી.

• યુનો મેટલ્સે ડિશટીવીમાં 1.01 કરોડ શેર્સનું વેચાણ કર્યું છે.

• કોર્ટે દિલ્હી મેટ્રોને રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને રૂ. 6330 કરોડ ચૂકવવા માટે જણાવ્યું છે.

• યૂકો બેંક એનએઆરસીએલમાં રૂ. 240 કરોડમાં 4.4 ટકા હિસ્સો ખરીદશે.

• સાઈફર ફાર્માએ સન ફાર્મા સાથે ડિસ્ટ્રીબ્યુશન પેક્ટને લંબાવ્યાં છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage