માર્કેટ ઓપનીંગ
એશિયન બજારોમાં તીવ્ર સેલ-ઓફ
સપ્તાહની શરૂઆત સારી જોયા બાદ વૈશ્વિક બજારોમાં મંગળવાર મંદીનો બની રહ્યો છે. સોમવારે યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 34 પોઈન્ટ્સના સાધારણ ઘટાડે બંધ આવ્યો હતો. જોકે તેમ છતાં એશિયન બજારો તીવ્ર વેચવાલી દર્શાવી રહ્યાં છે. જેમાં જાપાન 2.8 ટકા, હોંગ કોંગ 2.2 ટકા, તાઈવાન 2.8 ટકા, કોરિયો 1.5 ટકા અને ચીન 0.9 ટકા ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યાં છે. આમ એશિયન બજારોમાં બે સપ્તાહ બાદ ફરી વેચવાલી જોવા મળી રહી છે.
SGX નિફ્ટીનો ગેપ-ડાઉન ઓપનીંગનો સંકેત
એશિયન બજારો પાછળ ભારતીય બજાર પણ ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવે તેવી શક્યતા છે. સિંગાપુર નિફ્ટી 1.4 ટકા ઘટાડે 14780ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે ભારતીય બજાર પણ નોંધપાત્ર ગેપ-ડાઉન ઓપનીંગ સાથે કામકાજ દર્શાવે તેવી શક્યતા છે. બજારને 14700 સપોર્ટ છે. જોકે હાલમાં નિફ્ટી 14900 પર ટ્રેડ થઈ રહ્યો છે. બજારનો અન્ડરટોન મજબૂત છે અને તેથી વધ-ઘટે બજાર સુધારાતરફી રહે તેવી પૂરી શક્યતા જોવામાં આવે છે.
ગોલ્ડ-સિલ્વર-ક્રૂડમાં કોન્સોલિડેશન
વૈશ્વિક બજારમાં વિતેલા સપ્તાહે તેજી બાદ સોનું-ચાંદી અને ક્રૂડના ભાવમાં કોન્સોલિડેશન જોવા મળી રહ્યું છે. વૈશ્વિક કોમેક્સ ખાતે ગોલ્ડ સાધારણ ઘટાડા સાથે 1837 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે ચાંદી 27.43 ડોલર પર ટ્રેડ થઈ રહી છે. જ્યારે ક્રૂડ 67.91 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું છે.
મહત્વની હેડલાઈન્સ
· સેબી ઈએસજી માપદંડોને લઈને રિપોર્ટિંગ નિયમો રજૂ કરશે.
· આરબીઆઈએ જોસ જે કટ્ટુરને નવા એક્ઝિક્યૂટીવ ડિરેક્ટર બનાવ્યાં છે.
· બ્લેકસ્ટોન પીઈએ વોરબર્ગ પાસેથી એમ્બેસી ઈન્ડસ્ટ્રીઅલ પાર્ક્સની ખરીદી કરી છે.
· ઈમર્જિંગ માર્કેટ્સ ઈટીએફ્સમાં 27મા સપ્તાહે ફ્લોમાં વૃધ્ધિ જોવા મળી હતી.
· એચએસબીસીના જણાવ્યા મુજબ ભારતનું શેરબજાર પડકારજનક સમયમાંથી પસાર થઈ રહ્યું છે.
· સોમવારે વૈશ્વિક ફંડ્સે સ્થાનિક બજારમાં રૂ. 584 કરોડની ખરીદી દર્શાવી હતી.
· સ્થાનિક ફંડ્સે સોમવારે રૂ. 476 કરોડની વેચવાલી નોંધાવી હતી.
· વિદેશી સંસ્થાઓએ રૂ. 694 કરોડની ડેરિવેટિવ્સ ખરીદી કરી હતી.
· ભારતની સુગર નિકાસમાં તીવ્ર વૃદ્ધિ. અત્યાર સુધી 50 લાખ ટનના કોન્ટ્રેક્ટ્સ નોંધાયા.
· જો કોવિડનો બીજો રાઉન્ડ તત્કાળ નરમ નહિ પડે તો 2021-22માં ભારતનો આર્થિક વૃદ્ધિ દર 8.2 ટકા સુધી ગગડવાનો ક્રિસિલનો અંદાજ.
· થર્મલ પાવર પ્લાનના ઉત્પાદનમાં વૃદ્ધિને કારણે કોલ ઈન્ડિયાને થઈ રહેલો ફાયદો.
· આઈઓબી 17 મેના રોજ સરકારને શેર્સ ઈસ્યુ કરવા અંગ વિચારણા કરશે.
Market Opening 11 May 2021
May 11, 2021