Market Opening 11 Nov 2020

માર્કેટ ઓપનીંગ

યુએસ માર્કેટ ખાતે મજબૂતી જોવા મળી હતી. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 262 પોઈન્ટ્સ અથવા 0.9 ટકા સુધરી 29421 પર બંધ રહ્યો હતો. જોકે એશિયન બજારોમાં મિશ્ર ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ચીન, હોંગ કોંગ અને સિંગાપુર બજારમાં નરમાઈ જોવા મળી રહી છે. જ્યારે કોરિયા અને તાઈવાન બજારો એક ટકા સુધીની મજબૂતી દર્શાવી રહ્યાં છે.

એસજીએક્સ નિફ્ટી 52 પોઈન્ટ્સ મજબૂત

સિંગાપુર નિફ્ટી 52 પોઈન્ટ્સની મજબૂતી સાથે 12707ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો છે. એટલેકે બુધવારે સ્થાનિક બજાર પણ ખૂલતામાં 12700ના સ્તરને સ્પર્શ કરી શકે છે. જોકે મહત્વની બાબત આ સ્તર પર તેના ટકવાની છે. 12700એ મહત્વનો અવરોધ છે. જે પાર થતાં નિફ્ટી 13000નું સ્તર દર્શાવી શકે છે. 12700 એ નિફ્ટીએ ઓગસ્ટ 2018 અને મે 2019માં બનાવેલી ટોચને જોડતી રાઈઝીંગ ટ્રેન્ડલાઈન પર આવે છે. આમ ટેકનિકલ એનાલિસ્ટ્સ આ સ્તરને અવરોધ તરીકે જોઈ રહ્યાં છે. ટ્રેડર્સે વર્તમાન સ્તરે તેમની જૂની ખરીદી પર 50 ટકા પ્રોફિટ બુક અવશ્ય કરવો જોઈએ.

ગોલ્ડ-સિલ્વરમાં મજબૂતી

મંગળવારે કિંમતી ધાતુઓ સહિત ક્રૂડ અને બેઝ મેટલ્સમાં મજબૂતી જોવા મળી હતી. એમસીએક્સ ડિસેમ્બર ગોલ્ડ ફ્યુચર 1.41 ટકા અથવા રૂ. 701ના સુધારે રૂ. 50449 પર બંધ રહ્યો હતો. જ્યારે સિલ્વર ડિસેમ્બર ફ્યુચર 3.31 ટકા અથવા રૂ. 2013ના ઉછાળે રૂ. 62867ના સ્તરે બંધ રહ્યો હતો. ક્રૂડ નવેમ્બર વાયદો પણ 1.8 ટકા ઉછળી રૂ. 3055 પર મજબૂત રહ્યો હતો. નેચરલ ગેસ 3.5 ટકા ઉછળ્યો હતો. લેડ, નીકલ, એલ્યુમિનિયમ, ઝીંક અને કોપરમાં પણ મજબૂતી જોવા મળતી હતી.

બિહારમાં એનડીએનો પાતળી બહુમતી સાથે વિજય

બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ નેતૃત્વ હેઠળના એનડીએનો વિજય થયો છે. એનડીએને સાદી બહુમતી માટે જરૂરી 122 બેઠકો સામે 125 બેઠકો મળી છે. આમ બિહારમાં એનડીએએ સત્તા જાળવી રાખી છે.

મહત્વની હેડલાઈન્સ

·         રિલાયન્સ ડીલ મુદ્દે ફ્યુચર રિટેલ અને એમેઝોન વચ્ચે કોર્ટમાં ઘર્ષણ જોવા મળ્યું હતું.

·         ગેઈલ ઈન્ડિયા 2020-21માં 86 એલએનજી કાર્ગોની આયાત કરશે.

·         હિંદાલ્કોએ લેવિસપોર્ટ યુનિટને ફેર વેલ્યૂથી 50 ટકા નીચા ભાવે વેચવાની ફરજ પડી હતી.

·         ભારતની સૌથી વધુ પ્રોફિટેબલ બેંક બની રહેવા માટે બંધન બેંક ડાયવર્સિફિકેશન હાથ ધરશે.

·         મંગળવારે વૈશ્વિક ફંડ્સે 5630 કરોડ ડોલરની ખરીદી કરી હતી.  જ્યારે સ્થાનિક ફંડ્સે 2310 કરોડનું વેચાણ નોંધાવ્યું હતું.

·         ભારત-યૂકેના મંત્રીઓએ ટ્રેડ ડિલમાં પ્રગતિ અંગે વર્ચ્યુલ બેઠક યોજી હતી.

·         એસબીઆઈ એમએફે ક્રોમ્પ્ટ્ન ગ્રિવ્સ કન્ઝ્યૂમરમાં 1.01 કરોડ શેર્સ ખરીદ્યાં હતાં. જ્યારે એચડીએફસી સ્ટાન્ડર્ડ લાઈફે 45 લાખ શેર્સ અને સોસાયટી જનરાલીએ 38 લાખ શેર્સ ખરીદ્યાં હતાં. 

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage