Market Opening 11 October 2021

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ

એશિયન બજારોમાં સપ્તાહની પોઝીટીવ શરૂઆત
યુએસ બજારોમાં શુક્રવારે સાધારણ નરમાઈ બાદ એશિયન બજારોમાં પોઝીટવ શરૂઆત જોવા મળી છે. જોકે તાઈવાન અને કોરિયા જેવા બજારો બંધ છે. જ્યારે જાપાન, હોંગ કોંગ અને ચીનના બજારો પોઝીટીવ ટ્રેડ દર્શાવે છે. જેમાં નિક્કી 1.6 ટકા જ્યારે હોંગ કોંગનો હેંગ સેંગ 2 ટકાનો નોંધપાત્ર સુધારો દર્શાવી રહ્યાં છે. ચીનનું બજાર પણ 0.3 ટકાનો પોઝીટીવ ટ્રેન્ડ સૂચવે છે.

એર ઈન્ડિયાના વેચાણ બાદ PSU કંપનીઓના રિ-રેટિંગની શક્યતાં જોતાં નિષ્ણાતો
સરકાર અન્ય કંપનીઓના પ્રાઈવેટાઈઝેશન માટે પણ વીન-વીન ફોર્મ્યુલા અપનાવે તેવી શક્યતાં
સરકારી એરલાઈન કંપની એર ઈન્ડિયાના ટાટા સન્સને વેચાણ બાદ માર્કેટ એનાલિસ્ટ્સ સરકારી સાહસોમાં રિ-રેટિંગની શક્યતાં જોઈ રહ્યાં છે. તેમના મતે એર ઈન્ડિયાનું ડીલ સરકાર તેમજ ટાટા સન્સ માટે વીન-વીન ડિલ છે. તેને કારણે નાણાકિય વર્ષ 2021-22ના બાકીના સમયગાળા માટે ડિસઈન્વેસ્ટમેન્ટ માટે તૈયાર પ્રોજેક્ટ્સમાં ઝડપી ડેવલપમેન્ટ જોવા મળી શકે છે. આ ઉપરાંત એર ઈન્ડિયાના વેચાણને કારણે શેરબજાર પર લિસ્ટેડ મોટાભાગના જાહેર સાહસોના શેર્સને રિ-રેટિંગમાં સહાયતા મળી રહેશે.
નિષ્ણાતો જણાવે છે કે એર ઈન્ડિયાનું ડીલ પોતાનામાં જ એક મોટી ઘટના છે અને તે પીએસયૂમાં રિ-રેટિંગનું કારણ બની શકે છે. ખાસ કરીને સરકારે જે પીએસયૂ સાહસોના ડિસઈન્વેસ્ટમેન્ટ માટેનો ઈરાદો જાહેર કર્યો છે. તેવી કંપનીઓમાં આમ જોવા મળી શકે છે. આવા પીએસયૂ સાહસોમાં બીપીસીએલ, કોન્કોર, શીપીંગ કોર્પોરેશન, સેઈલ અને હિંદુસ્તાન કોપરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એવી બેંક્સને પણ રાહત મળશે જેમના નાણા નુકસાનકર્તાં કંપનીઓમાં લાંબા સમયથી ફસાઈને પડ્યાં છે. સરકાર આઈડીબીઆઈ બેંક, બીઈએમએલ, પવન હંસ અન નીલાંચલ ઈસ્પાત નિગમ જેવી કંપનીઓમાં તેનો હિસ્સો ઘટાડવા ઈચ્છે છે. નાણા વર્ષ 2021-22 માટે સરકારે રૂ. 1.75 લાખ કરોડનો ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ નક્કી કર્યો છે.
એનાલિસ્ટ્સના મતે એર ઈન્ડિયાનું વેચાણ આકર્ષક ભાવે થયું છે. સરકારના ડિસઈન્વેસ્ટમેન્ટ એજન્ડા માટે તે સારો સંકેત છે. આગામી સમયગાળામાં સરકાર અન્ય પીએસયૂ કંપનીઓ માટે પણ સારા વેલ્યૂએશન મેળવે તેવી શક્યતાં છે. જેને જોતાં લિસ્ટેડ કંપનીઓના શેર્સમાં વધુ સુધારો જોવા મળી શકે છે. છેલ્લા એક મહિનામાં પીએસયૂ કંપનીઓના શેર્સમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. જેની પાછળનું એક કારણ એર ઈન્ડિયાના ડિલની જોવાઈ રહેલી પ્રબળ શક્યતા છે. ચાલુ વર્ષે હવે સરકાર માટે નવુ બજેટ રજૂ કરતા અગાઉ ચારેક મહિના રહ્યાં છે અને ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટને હાંસલ કરવા તેણે ડિસઈન્વેસ્ટમેન્ટને ફાસ્ટ ટ્રેક પર લાવવું જરૂરી બની જાય છે. એલઆઈસીનો આઈપીઓ માર્ચ ક્વાર્ટરમાં આવે તે પહેલા ડિસેમ્બર સુધીમાં સરકાર કેટલાંક વધુ પ્રાઈવેટાઈઝેશન ડીલ્સ હાથ ધરે તેવું બજાર વર્તુળો માને છે. જેની પાછળ પીએસયૂ શેર્સ બ્રોડ માર્કેટની સરખામણીમાં આઉટપર્ફોર્મન્સ દર્શાવે તેવી શક્યતાં જોવાઈ રહી છે.
TCSએ 6 મહિનામાં 43 હજાર ફ્રેશર્સની નિમણૂંક કરી
આઈટી અગ્રણી ટીસીએસે એપ્રિલથી સપ્ટેમ્બરના છ મહિના દરમિયાન 43000 ફ્રેશ એન્જીનીયરીંગ સ્ટુડન્ટ્સને હાયર કર્યાં છે. જેમાં સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તેણે 19690 કર્મચારીઓની નીમણૂંક કરી હતી. કંપનીએ એટ્રીશનના પડકારને પહોંચી વળવા માટે તેમજ સ્થાનિક બિઝનેસમાં જોવા મળેલા સુધારાને જોતાં આમ કર્યું છે. કંપનીના ચીફ હ્યુમન રિસોર્સિઝ ઓફિસરના મતે ઈન્ડસ્ટ્રી ક્ષેત્રે એટ્રીશન લેવલ ખૂબ ઊંચું જોવા મળી રહ્યું છે અને આગામી બે-ત્રણ વર્ષો સુધી તે જળવાય રહેવાની શક્યતાં છે. કંપનીએ 43 હજાર ફ્રેશર્સને નીમીને તેમને ઈન્ડસ્ટ્રી માટે તૈયાર કર્યાં છે. દેશમાં 190 અબજ ડોલરના આઈટી ઉદ્યોગમાં હવે ટીસીએસ પણ એટ્રીશનથી બચી નથી અને વોલ્યુન્ટરી એમ્પ્લોઈ એક્ઝીટ્સનો સામનો કરી રહી છે. જૂન-સપ્ટેમ્બર 2021ના બીજા ક્વાર્ટરમાં કંપનીએ 11.9 ટકાનું એટ્રીશન લેવલ જોયું હતું. જે જૂન ક્વાર્ટરના 8.6 ટકાની સરખામણીમાં ઊંચું હતું. કંપની તેના હાયરિંગ ટાર્ગેટને બમણો કરવાનો લક્ષ્ય ધરાવે છે અને ચાલુ નાણાકિય વર્ષમાં 78 હજાર કર્મચારીઓની નિમણૂંક કરે તેવી શક્યતાં છે.
ફોરેક્સ રિઝર્વ્સમાં 1.16 અબજ ડોલરનો ઘટાડો નોઁધાયો
ભારતીય વિદેશી હૂંડિયામણમાં 1 ઓક્ટોબરે પૂરા થતાં સપ્તાહ દરમિયાન 1.169 અબજ ડોલરનો ઘટાડો નોંધાયો હતો અને તે 637.477 અબજ ડોલર પર જોવા મળ્યું હતું. ફોરેક્સમાં ઘટાડાનું મુખ્ય કારણ ફોરેન કરન્સી એસેટ્સમાં ઘટાડો હતું. આરબીઆઈ ડેટા મુજબ અગાઉના સપ્તાહે પણ ફોરેક્સમાં 99.7 કરોડનો ઘટાડો નોઁધાયો હતો. આમ છેલ્લાં બે સપ્તાહથી તેમાં લગભગ બે અબજ ડોલરનો ઘટાડો જોવા મળ્યો હતો. અગાઉ 3 સપ્ટેમ્બરે પૂરા થયેલા સપ્તાહ દરમિયાન હૂંડિયામણ 8.895 અબજ ડોલરના તીવ્ર ઉછાળા સાથે 642.453ની સર્વોચ્ચ સપાટી પર જોવા મળ્યું હતું. જ્યાઁથી લગભગ 5 અબજ ડોલરનો ઘટાડો સૂચવી રહ્યું છે. જોકે ગોલ્ડ રિઝર્વ્સમાં 12.8 કરોડ ડોલરની વૃદ્ધિ જોવા મળી હતી અને 1 ઓક્ટોબરના અંતે તે 37.558 અબજ ડોલર પર જોવા મળતું હતું.
મહત્વની હેડલાઈન્સ
• રિલાયન્સે બે ખરીદી મારફતે ગ્રીન એનર્જી ક્ષેત્રે પ્રવેશની ઝડપ વધારી.
• સરકારે જણાવ્યું છે કે ભારત પાસે પૂરતો કોલ પુરવઠો છે અને ચિંતાનું કોઈ કારણ નથી.
• મુકેશ અંબાણીએ ચાલુ વર્ષે વેલ્થમાં 24 અબજ ડોલરનો ઉમેરો કર્યો.
• સરકાર 40 નવી કોલ માઈન્સનું 12 ઓક્ટોબરે ઓક્શન લોંચ કરશે.
• સરકારે ચીનમાં બનાવેલી કારનું ભારતમાં વેચાણ નહિ કરવા ટેસ્લાને જણાવ્યું. સરકારે ટેસ્લાના ચાર મોડેલ્સને આપેલી મંજૂરી.
• સરકારે પાવર પ્લાન્ટ્સને ઈલેક્ટ્રિસિટી એક્સચેન્જિસ પર પાવર વેચવા માટે આપેલી મંજૂરી.
• સરકારે ફોસ્ફેટ ફર્ટિલાઈઝર ઉત્પાદક કંપનીઓને ઊંચી કોસ્ટ સાથે કામ કરવા માટે જણાવ્યું.
• સરકારે ખાદ્યતેલોના સંગ્રહ પર સ્ટોક લિમિટ લાગુ પાડી.
• સપ્ટેમ્બરમાં ભારતની ગોલ્ડ આયાત 11 ટકા ઉછળી.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage