બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
યુએસમાં નરમાઈ પાછળ એશિયા મિશ્ર
યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 89 પોઈન્ટ્સ ઘટી 31009 પર જ્યારે નાસ્ડેક 1.25 ટકા અથવા 165 પોઈન્ટ્સ ઘટીને બંધ રહ્યો હતો. જેની પાછળ એશિયન બજારો સતત બીજા દિવસે મિશ્ર વલણ દર્શાવી રહ્યાં છે. જેમાં કોરિયા,તાઈવાન-સિંગાપુર જેવા બજારો 0.5 ટકા સુધીની નરમાઈ દર્શાવી રહ્યાં છે. જ્યારે જાપાન અને ચીનના બજારો સાધારણ પોઝીટીવ ટ્રેડ નોંધાવી રહ્યાં છે.
SGX નિફ્ટી સાધારણ નરમ
સિંગાપુર નિફ્ટી 12 પોઈન્ટ્સની સાધારણ નરમાઈ સાથે 14475ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ લગભગ આ સ્તર આસપાસ ખૂલશે. જો બેંકિંગ અને રિલાયન્સ જેવા કાઉન્ટર્સ સપોર્ટ આપશે તો બજાર 14500ની સપાટી કૂદાવી શકે છે. આઈટી કાઉન્ટર્સ શોર્ટ ટર્મ માટે ઓવરબોટ ઝોનમાં છે અને તેથી તેઓ કરેક્શનમાં જોવા મળી શકે છે.
ક્રૂડમાં ફ્લેટ ટ્રેડ
વૈશ્વિક બજારમાં ક્રૂડમાં ફ્લેટ ટ્રેડ જોવા મળી રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડ મહત્વના સપોર્ટ 55 ડોલરની સપાટી પર ટ્રેડ થઈ રહ્યું છે. આમ તે હજુ પણ મજબૂતી દર્શાવે છે.
સોનું-ચાંદી નરમ, બેઝ મેટલ્સમાં પણ ઊંચા મથાળે વેચવાલી
ડોલર ઈન્ડેક્સમાં મજબૂતી પાછળ સોનું-ચાંદી નરમ પડ્યાં છે. કોમેક્સ ખાતે સોનું 1847 ડોલર પર જ્યારે ચાંદી 25.12 ડોલર પર ટ્રેડ થઈ રહી છે. ચાંદી 0.65 ટકાની નરમાઈ દર્શાવે છે. સ્થાનિક કોમેક્સ એમસીએક્સ ખાતે સોમવારે રાતે ચાંદી 2 ટકાના સુધારે રૂ. 65500ના સ્તર પર બંધ આવી હતી. આમ હજુ તેણે સપોર્ટ જાળવી રાખ્યો છે. સોનું જોકે રૂ. 50 હજારની સપાટીથી ઘણુ દૂર રૂ. 49300 પર બંધ રહ્યું હતું. બેઝ મેટલ્સમાં પણ ઊંચા મથાળે વેચવાલી જોવા મળી હતી. જેમાં કોપર 2.8 ટકા તૂટી રૂ. 605 પર બંધ રહ્યું હતું. જ્યારે નીકલ, ઝીંકમાં પણ 1.7 ટકાથી 2.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
મહત્વની હેડલાઈન્સ
· ભારતમાં ઓઈલનો વાર્ષિક વપરાશ 21 વર્ષમાં પ્રથમવાર ઘટ્યો.
· ડિસેમ્બરમાં દેશમાં ઓઈલ પ્રોડક્ટ્સનો વપરાશ 1.4 ટકા ઘટ્યો.
· આરબીઆઈ શોર્ટ-ટર્મ યિલ્ડ્સમાં વૃદ્ધિ માટે બજારમાંથી રોકડને શોષવાનું ચાલુ કરશે.
· ડિજિટલ બૂમને પગલે આઈટી જાયન્ટ ટીસીએસે અપેક્ષાથી સારો દેખાવ દર્શાવ્યો.
· સીસીઆઈએ કોલંબિયા એશિયા હોસ્પિટલ્સ-મણિપાલ હેલ્થ ડીલને મંજૂરી આપી.
· 1 જાન્યુઆરીના અંતે દેશનું વિદેશી હૂંડિયામણ 4.5 અબજ ડોલર વધી 585.3 અબજ ડોલરની વિક્રમી સપાટી પર પહોંચ્યું.
· પિરામલે ડીએચએફએલ બિડમાં ઓકટ્રીના ઈરાદાઓ સામે વાંધો ઉઠાવ્યો.
· મ્યાનમારે કોવિડ વેક્સિન માટે ભારતીય કંપની સાથે 15 કરોડ ડોલરનો કરાર કર્યો છે.
· વૈશ્વિક નાણાકિય સંસ્થાઓએ ગયા શુક્રવારે ભારતીય બજારમાં રૂ. 6030 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી.
· સ્થાનિક ફંડ્સે ગયા શુક્રવારે રૂ. 2370 કરોડનું વેચાણ કર્યું હતું.
· સેન્સેક્સે 2009 બાદ પ્રથમવાર સાપ્તાહિક ધોરણે સૌથી લાંબા સુધારાનો દોર નોંધાવ્યો છે.
· કન્ટેનર કોર્પોરેશને ત્રીજા ક્વાર્ટરમાં 9.66 લાખ ટનનું થ્રૂપુટ નોંધાવ્યું છે. જે ગયા વર્ષે સમાનગાળામાં 9.10 લાખ ટન હતું.