Market Opening 12 April 2021

માર્કેટ ઓપનીંગ

યુએસ બજાર નવી ટોચ પર છતાં એશિયા નરમ

ગયા સપ્તાહાંતે યુએસ બજાર નવી ટોચ પર બંધ રહ્યું હોવા છતાં એશિયન બજારોમાં સાર્વત્રિક નરમાઈ જોવા મળી રહી છે. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 297 પોઈન્ટ્સના ઉછાળે 33801 પર બંધ રહ્યો હતો. જોકે એશિયન બજારો 1.4 ટકા સુધીનો ઘટાડો દર્શાવી રહ્યાં છે. જેમાં હોંગ કોંગ માર્કેટ સૌથી વધુ નબળાઈ સૂચવે છે. જ્યારે જાપાનનો નિક્કાઈ 0.51 ટકા, સિંગાપુર 0.61 ટકા, તાઈવાન 0.36 ટકા, કોરિયા 0.52 ટકા અને ચીનનું બજાર 0.84 ટકા ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યું છે.

SGX નિફ્ટીનો તીવ્ર ગેપ-ડાઉનનો સંકેત

સિંગાપુર નિફ્ટી 245 પોઈન્ટ્સ ઘટાડે 14628 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચલે છે કે સ્થાનિક બજાર પણ આ પ્રમાણે જ ખૂલશે. એસજીએક્સ નિફ્ટીના સંકેત મુજબ બેન્ચમાર્ક 14650ના તેના સપોર્ટ નીચે જ ખૂલી શકે છે. જો આમ થશે તો બજારમાં ખૂલ્યાં બાદ વધુ ઘટાડો સંભવ છ. જે સ્થિતિમાં તે 14450નો સપોર્ટ મેળવી શકે છે. ટ્રેડર્સ ફાર્મા શેર્સમાં લોંગ રહી શકે છે. જે સિવાય અન્ય કોઈ ક્ષેત્રે ખરીદીના સંકેતો નથી.

ક્રૂડમાં ટકેલો રેંજ બાઉન્ડ ટ્રેન્ડ

વૈશ્વિક બજારમાં ક્રૂડ સાંકડી રેંજમાં અથડાઈ ગયું છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો આજે સવારે 63 ડોલર પર સાધારણ પોઝીટીવ ટ્રેડ દર્શાવે છે. છેલ્લા પખવાડિયાથી તે 62-63 ડોલર આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. તે જે બાજુ બ્રેકઆઉટ આપશે તે બાજુ નોંધપાત્ર સુધારો-ઘટાડો દર્શાવશે તેવું જણાય છે.

ઊઘડતાં સપ્તાહે સોનું-ચાંદી નરમ

વૈશ્વિક બજારમાં ગોલ્ડ અને સિલ્વર નરમાઈ દર્શાવી રહ્યાં છે. સોનું 5 ડોલર નરમાઈ સાથે 1740 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું છે. જ્યારે સિલ્વર 0.47 ટકા ઘટાડે 25.207 ડોલર પર ટ્રેડ થઈ રહી છે. સ્થાનિક બજારમાં ગયા સપ્તાહે સોનું અને ચાંદી 2 ટકાથી વધુ સુધારા સાથે બંધ રહ્યાં હતાં. જોકે સોનું રૂ. 47000ની સપાટી પાર કરી શક્યું નહોતું. જો તે આ સ્તર પાર કરશે તો ટેકનિકલી વધુ સુધારો દર્શાવી શકશે. કિંમતી ધાતુઓમાં સુધારા પાછળનું મુખ્ય કારણ રૂપિયામાં ડોલર સામે નરમાઈ હતું.

મહત્વની હેડલાઈન્સ

· મહામારીને કારણે પ્રથમવાર વાર્ષિક ધોરણે ભારતની વીજ માગમાં ઘટાડો નોંધાયો

· ભારતની માર્ચ મહિનામાં ઓઈલ પ્રોડક્ટ્સન માગમાં 55 મહિનાનો સૌથી મોટો ઉછાળો નોંધાયો.

· ભારતનું વિદેશી હૂંડિયામણ 2 એપ્રિલે પૂરા થતાં સપ્તાહ દરમિયાન 2.41 અબજ ડોલર ઘટી 576.9 અબજ ડોલર થયું હતું. જે નવેમ્બર મહિના બાદનું નીચેનું સ્તર હતું.

· વૈશ્વિક ફંડ્સે શુક્રવારે ભારતીય બજારમાં રૂ. 654 કરોડનું ચોખ્ખું વેચાણ દર્શાવ્યું હતું. જ્યારે સ્થાનિક ફંડ્સે રૂ. 271 કરોડની વેચવાલી દર્શાવી હતી.

· જો ભારત બાકીના લેણા ચૂકવે તો કેઈર્નની 50 કરોડ ડોલરના રોકાણની ઓફર.

· ટેલિકોમ ડિપાર્ટમેન્ટ ટેલિકોમ પીએલઆઈ માટે સપ્તાહની અંદર માર્ગદર્શિકાઓ જાહેર કરે તેવી શક્યતા.

· જ્હોન્સન એન્ડ જ્હોન્સનની તેની વેક્સિનના ભારતમાં પરિક્ષણ માટે સરકાર સાથે મંત્રણા.

· એમએન્ડએમ આગામી 3 વર્ષમાં ઈલેક્ટ્રીક વેહીકલ બિઝનેસમાં રૂ. 3000 કરોડનું રોકાણ કરશે.

· ભાવનગર ખાતે સરકાર કન્ટેનરનું ઉત્પાદન કરશે. રૂ. 1000 કરોડના રોકાણનો લક્ષ્યાંક.

· અંબુજા સિમેન્ટ્સનો રાજસ્થાન પ્લાન્ટ ત્રીજા ક્વાર્ટરમાં ઓપરેશન શરૂ કરશે.

· એક્સિસ બેંક અને જીપ ઈન્ડિયાએ જીપ ફાઈનાન્સિયસ કેરિયર લોંચ કરવા માટે કરેલી ભાગીદારી.

· ઈન્ફોસિસ 14 એપ્રિલે શેર બાયબેક માટે વિચારણા કરશે.

· ઈન્ફોસિસ-ડેમલર ડીલને યુરોપિયન યુનિયનની મંજૂરી

· સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના જણાવ્યા મુજબ કોલ માઈલ લોન પર ઈએસજીને કારણે વિલંબ

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage