Market Opening 12 August 2021

માર્કેટ ઓપનીંગ

યુરોપ-યુએસ બજારો નવી ટોચ પર

યુરોપ અને યુએસના બજારો તેમની નવી ટોચ દર્શાવી રહ્યાં છે ત્યારે ઈમર્જિંગ બજારો નરમાઈ દર્શાવી રહ્યાં છે. એશિયન બજારોમાં જાપાન, સિંગાપુર અને કોરિયા અગાઉના બંધ સામે પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જ્યારે હોંગ કોંગ, તાઈવાન અને ચીન નરમાઈ દર્શાવી રહ્યાં છે. છેલ્લાં બે મહિનાથી ઈમર્જિંગ બજારોમાં વિદેશી રોકાણકારોની વેચવાલી પાછળ તેઓ ધીમો ઘસારો દર્શાવી રહ્યાં છે. એકમાત્ર ભારતીય બજાર સ્થાનિક રોકાણકારોના સપોર્ટથી નવી ટોચ હાંસલ કરી શક્યું છે.

SGX નિફ્ટીનો ગેપ-અપ ઓપનીંગનો સંકેત

સિંગાપુર નિફ્ટી 36 પોઈન્ટ્સ સુધારા સાથે 16330ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. આમ સ્થાનિક બજાર પણ મજબૂતી સાથે ઓપનીંગ દર્શાવે તેવો સંકેત મળી રહ્યો છે. બુધવારે નીચા મથાળેથી બજારમાં બાઉન્સને જોતાં ગુરુવારે તે નવી ટોચ દર્શાવવાનો પ્રયાસ કરે તેવી શક્યતા વધુ છે.

ક્રૂડમાં નીચા મથાળે સપોર્ટ

વૈશ્વિક ક્રૂડના ભાવને નીચા સ્તરે સપોર્ટ સાંપડી જાય છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 70 ડોલર નીચે જઈ ઝડપથી પરત ફરે છે. બુધવારે પણ તે 69 ડોલર સુધી ગગડ્યાં બાદ આજે સવારે 71.52 ડોલરના સ્તરે પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યો છે.

ગોલ્ડમાં કોન્સોલિડેશન

વૈશ્વિક ગોલ્ડના ભાવમાં તાજેતરના તળિયેથી સુધારો જોવા મળ્યાં બાદ હાલમાં તે કોન્સોલિડેશનમાં જોવા મળી રહ્યું છે. કોમેક્સ ગોલ્ડ વાયદો 1752 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. જો તે 1760 ડોલરને પાર કરશે તો ફરી 1800 ડોલર સુધીનો સુધારો દર્શાવી શકે છે. યુએસ ખાતે ઈન્ફ્લેશનની ચિંતા પાછળ સોનામાં મજબૂતી જોવા મળી શકે છે.

મહત્વની હેડલાઈન્સ

· પ્રાઈસવોટરકૂપર ભારતમાં ઈન્ડિયા ટેક હબની સ્થાપના માટે 10 હજાર લોકોની નિમણૂંક કરશે. કુલ 25.6 કરોડ ડોલરનું રોકાણ કરશે.

· 11 ઓગસ્ટ સુધીમાં દેશમાં ચોમાસાની વરસાદની ખાધ વધી 6 ટકા પર પહોંચી.

· હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી પાંચ દિવસો સુધી વરસાદનો અભાવ જોવા મળશે.

· વૈશ્વિક ફંડ્સની ભારતીય બજારમાં બુધવારે રૂ. 238 કરોડની ચોખ્ખી ખરીદી.

· સ્થાનિક ફંડ્સે પણ બજારમાંથી રૂ. 206 કરોડની ખરીદી દર્શાવી.

· ડેરિવિટિવ્સ સેગમેન્ટમાં વિદેશી રોકાણકારોએ રૂ. 1380 કરોડની ખરીદી કરી.

· એનટીપીસીની ટર્મ લોન્સ મારફતે રૂ. 5000 કરોડ ઊભા કરવાની વિચારણા.

· આજે જૂન મહિના માટે ઈન્ડસ્ટ્રીઅલ પ્રોડક્શન ઈન્ડેક્સ રજૂ થશે.

· જુલાઈ માટેનો કન્ઝ્યૂમર પ્રાઈસ ઈન્ફ્લેશન ઈન્ડેક્સ પણ આજે જાહેર થશે.

· બાટા ઈન્ડિયાએ જૂન ક્વાર્ટરમાં રૂ. 69.4 કરોડની ખોટ દર્શાવી છે. ગયા વર્ષે તેણે રૂ. 101 કરોડની ખોટ દર્શાવી હતી. વાર્ષિક ધોરણે આવક 98 ટકા ઉછળી 267 કરોડ પર રહી હતી.

· સીઈએસસીનો જૂન ક્વાર્ટરમાં નફો રૂ. 138 કરોડ રહ્યો હતો. જ્યારે આવક 21 ટકા વધી રૂ. 1931 કરોડ રહી હતી.

· ક્રેડીટએક્સેસના જૂન ક્વાર્ટરના નફામાં 53 ટકા ઘટાડો નોંધાયો હતો અને તે રૂ. 29.59 કરોડ રહ્યો હતો.

· ક્યુમિન્સ ઈન્ડિયાએ પ્રથમ ક્વાર્ટરમાં રૂ. 237 કરોડનો નફો નોંધાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 52.56 કરોડ હતો.

· આઈટીસી એફએમસીજી બિઝનેસમાં ઈનઓર્ગેનિક તકો શોધી રહ્યું હોવાનું જણાવતું મેનેજમેન્ટ

· હેગે જૂન ક્વાર્ટરમાં રૂ. 56.77 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે રૂ. 14.33 કરોડ પર હતો.

· ઝોમેટો લિ. તેના યુએસ ટેબલ રિઝર્વેશન બિઝનેસ નેક્સ્ટેબલ ઈન્કનું એક લાખ ડોલરમાં વેચાણ કરશે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage