Market Opening 12 Feb 2021

માર્કેટ ઓપનીંગ

યુએસ માર્કેટ ફ્લેટ, એશિયામાં જાપાન સિવાય અન્યત્ર રજા

યુએસ ખાતે ગુરુવારે રાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 7 પોઈન્ટ્સના સાધારણ ઘટાડે 31431ની સપાટી પર બંધ આવ્યો હતો. એશિયામાં જાપાન સિવાય અન્ય બજારો બંધ છે. જાપાનનો નિક્કાઈ 0.3 ટકા ઘટાડો દર્શાવી રહ્યો છે.

SGX નિફ્ટીમાં સાધારણ નરમી

સિંગાપુર નિફ્ટી 20 પોઈન્ટ્સની સાધારણ નરમાઈ દર્શાવી રહ્યો છે. તે 15177 પર ટ્રેડ કરી રહ્યો છે. જે લગભગ સર્વોચ્ચ સપાટી પર છે. સ્થાનિક બજાર પણ આ સ્તર આસપાસ જ ઓપનીંગ દર્શાવે તેવી શક્યતા છે. અંતિમ ત્રણ દિવસથી બજાર રેંજ બાઉન્ડ ટ્રેન્ડ દર્શાવી રહ્યું છે. જોકે ગુરુવારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને હિંદાલ્કો જેવા કાઉન્ટર્સના સપોર્ટથી તે પોઝીટીવ બંધ આપવા સાથે નવી ટોચ પર બંધ રહ્યો હતો. જો બેન્ચમાર્ક 15000ની નીચે જાય તો જ બજારમાં ઘટાડો જોવા મળી શકે છે.

ક્રૂડમાં કોન્સોલિડેશન

વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ 60-61 ડોલરની રેંજમાં અથડાઈ રહ્યાં છે. આજે સવારે બ્રેન્ટ ક્રૂડ વાયદો 0.31 ટકાના ઘટાડે 60.70 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. જો તે 60 ડોલરનું સ્તર તોડશે તો તેમાં ઝડપી ઘટાડો સંભવ છે. જ્યારબાદ 55 ડોલરનો સપોર્ટ રહેશે. એમસીએક્સ ખાતે ક્રૂડ વાયદો 0.9 ટકા ઘટી રૂ. 4247 પર બંધ આવ્યો હતો.

ગોલ્ડ-સિલ્વર નરમ

સોનું-ચાંદી સુધરેલા સ્તરો પરથી પરત ફરી જાય છે. કોમેક્સ ગોલ્ડ વાયદો આજે સવારે 6 ડોલર નરમાઈ સાથે 1821 પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે સિલ્વર વાયદો 0.33 ટકા નરમાઈ સાથે 26.95 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. એમસીએક્સ ખાતે ગુરુવારે રાતે ગોલ્ડ વાયદો રૂ. 468 અથવા 1 ટકા ઘટાડે રૂ. 47545ની સપાટી પર બંધ આવ્યો હતો. સિલ્વર વાયદો પણ 0.33 ટકા ઘટાડે રૂ. 68700 પર બંધ રહ્યો હતો.

મહત્વની હેડલાઈન્સ

·         ભારતમાં સીપીઆઈનું 6 ટકા પર ટકી રહેવું રેટ્સને નીચા જાળવી રાખવા સામે મોટો પડકાર

·         દેશમાં 2020-21 માટે સુગર ઉત્પાદન 9 ટકા વધી 2.99 કરોડ ટન રહ્યું.

·         વૈશ્વિક ફંડ્સે ગુરુવારે રૂ. 944 કરોડની ખરીદી કરી હતી.

·         સ્થાનિક ફંડ્સે ગુરુવારે રૂ. 704 કરોડની વેચવાલી દર્શાવી હતી.

·         ઈન્ડિગો માર્ચ મહિનાથી નવી 22 એરલાઈન્સ શરૂ કરશે.

·         એસીસીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 464 કરોડનો નફો નોંધાવ્યો હતો. જે 72 ટકા વધુ હતો. કંપનીએ ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 270 કરોડનો નફો નોંધાવ્યો હતો.

·         અશોક લેલેન્ડે ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 19.38 કરોડની ખોટ દર્શાવી હતી. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 28 કરોડનો નફો નોંધાવ્યો હતો.

·         કોલ ઈન્ડિયાએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 308 કરોડનો નફો નોંધાવ્યો હતો. જે ગયા વર્ષે રૂ. 417 કરોડ હતો.

·         આઈટીસીનો ચોખ્ખો નફો 12 ટકા ઘટી રૂ. 366 કરોડ રહ્યો હતો. જ્યારે આવક 5 ટકા વધી રૂ. 1258 કરોડ રહી હતી. કંપનીએ પ્રતિ શેર રૂ. 5નું ડિવિડન્ડ જાહેર કર્યું છે.

·         ઓઈલ ઈન્ડિયાએ ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 34.6 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે રૂ. 15 કરોડ હતો.

·         એલએનજી પેટ્રોનેટે રૂ. 88 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. તેણે રૂ. 76 કરોડના ટાર્ગેટથી ઊંચો નફો દર્શાવ્યો હતો.

·         ભારતનો જાન્યુઆરી મહિનાનો સીપીઆઈ 4.4 આવવાનો અંદાજ છે. ડિસેમ્બરમાં તે 4.59 ટકા આવ્યો હતો. 

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage