માર્કેટ ઓપનીંગ
યુએસ-યુરોપમાં મજબૂતી વચ્ચે એશિયામાં મિશ્ર માહોલ
ગુરુવારે યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ નવી ટોચ પર બંધ આવ્યો હતો. ચાલુ સપ્તાહે તેણે સતત સુધારો જાળવ્યો છે. યુરોપ બજારો પણ તેમની નવી ટોચ પર ટ્રેડ થઈ રહ્યાં છે. એશિયન બજારોમાં એકાંતરે દિવસે તેજી-મંદી જોવા મળી રહી છે. શુક્રવારે સપ્તાહના આખરી દિવસે તેઓ મિશ્ર વલણ દર્શાવી રહ્યાં છે. જેમાં જાપાનનો નિક્કાઈ 1 ટકા મજબૂત ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે સિંગાપુર, હોંગ કોંગ અને ચીનમાં નરમાઈ જોવા મળે છે. કોરિયન બજાર 1.1 ટકા જ્યારે તાઈવાન 0.2 ટકાની મજબૂતી દર્શાવે છે. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 189 પોઈન્ટ્સ સુધરી 32486 પર બંધ આવ્યો હતો. જ્યારે નાસ્ડેક 330 પોઈન્ટ્સ ઉછળ્યો હતો.
SGX નિફ્ટીમાં સાધારણ નરમાઈ
સિંગાપુર નિફ્ટી 16 પોઈન્ટ્સની નરમાઈ સાથે ટ્રેડ 15403ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જોકે ગુરુવારે ભારતીય બજાર બંધ હતું અને તેથી બે દિવસની વાત કરીએ તો તે લગભગ 200 પોઈન્ટ્સનો સુધારો દર્શાવી રહ્યો છે. આમ ભારતીય બજાર નોંધપાત્ર ગેપ-અપ ઓપનીંગ દર્શાવશે તેમ જણાય છે. જો બજાર ટકી જશે તો નવી ટોચ પર બંધ આપે તેવી પૂરી શક્યતા છે. નિફ્ટીને 15400નો અવરોધ છે. જ્યારે નીચે તેને 14900નો સપોર્ટ છે.
ક્રૂડ મક્કમ
ક્રૂડમાં વેચવાલીના સંકેતો નથી. તે કોન્સોલિડેટ થઈ રહ્યું છે અને એવું જણાય છે કે તે વધુ એક ટોચ દર્શાવી શકે છે. શુક્રવારે સવારે બ્રેન્ટ ક્રૂડ વાયદો 69.50 ડોલર પર ફ્લેટ ટ્રેડ થઈ રહ્યો છે. ચાલુ સપ્તાહની શરૂમાં તેણે 71 ડોલરની 14 મહિનાની ટોચ દર્શાવી હતી.
ગોલ્ડ-સિલ્વરમાં કોન્સોલિડેશન
કિંમતી ધાતુઓ પણ સાંકડી રેંજમાં અથડાઈ રહી છે. વૈશ્વિક બજારમાં ગોલ્ડ 1700 ડોલર પર પરત ફર્યું છે. જ્યારે ચાંદી 26 ડોલર પર ટ્રેડ કરી રહી છે. એમસીએક્સ ખાતે ગુરુવારે સાંજના સત્રમાં ગોલ્ડ એપ્રિલ વાયદો રૂ. 51ના સુધારા સાથે રૂ. 44843 પર જ્યારે માર્ચ સિલ્વર વાયદો રૂ. 138ના સુધારે રૂ. 67613 પર બંધ રહ્યો હતો.
મહત્વની હેડલાઈન્સ
- સરકાર ઈન્શ્યોરન્સ એક્ટમાં સુધારો કરીને વિદેશી કંપનીઓના રોકાણની ટકાવારીને 49 ટકા પરથી 74 ટકા કરશે.
- સરકારે એમએમડીઆર એક્ટમાં સુધારાઓને મંજૂરી આપી છે. જે માઈનીંગ કંપનીઓ માટે પોઝીટીવ બની શકે છે.
- એસ્ટ્રેઝેનેકા ફાર્મા ઈન્ડિયાએ ફોર્મ સીટી-20માં ઈમ્પોર્ટ અને માર્કેટ પરમિશન મેળવી છે.
- આગામી નાણાકિય વર્ષથી સોલાર ઈક્વિપમેન્ટની આયાત પર 40 ટકા ડ્યુટી લાગુ પડશે.
- આઈઓસીનું બોર્ડ 16 માર્ચે બીજા ઈન્ટરિમ ડિવિડન્ડની જાહેરાત માટે મળશે.
- ક્રિસિલના મતે સિમેન્ટ કંપનીઓ આગામી નાણાકિય વર્ષે 13 ટકાના દાયકાનો સૌથી ઊંચો ગ્રોથ રેટ દર્શાવશે.
- એમએનડીસીએ પ્રતિ શેર રૂ. 7.76નું ઈન્ટરિમ ડિવિડન્ડ જાહેર કર્યું છે.
- સરકાર ટૂંક સમયમાં જ નેશનલ લોજિસ્ટીક્સ પોલિસી રજૂ કરશે.
- બેંગલૂરુ સ્થિત પ્રેસ્ટીજ ગ્રૂપે બ્લેકસ્ટોરનને પ્રથમ ફેઝનું એસેટ વેચાણ પૂરું કર્યું છે. જેમાં તેણે રૂ. 7467 કરોડ મેળવ્યાં છે. તેણે શોપીંગ મોલ્સ અને ઓફિસ પ્રોજેક્ટ્સનું વેચાણ કર્યું છે. ફેઝ વનમાં 12 એસેટ્સમાં રિટેલ, ઓફિસ અને હોટેલ એસેટ્સનો સમાવેશ થાય છે.
- રાજ્ય કક્ષાના નાણાપ્રધાન અનુરાગ ઠાકુરના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ વર્ષોમાં રૂ. 5.85 લાખ કરોડની નોન-પર્ફોર્મિંગ એસેટ્સ માંડવાળ કરે છે. ચાલુ વર્ષે પ્રથમ નવ મહિનામાં તેમણે રૂ. 1.15 લાખ કરોડની એસેટ્સનું માંડવાળ કર્યું છે.
- માર્કેટ રેગ્યુલેટરે સ્પેશ્યલ ફિચર્સ ધરાવતાં ડેટ ઈન્સ્ટ્રુમેન્ટ્સમાં મ્યુચ્યુલ ફંડ ઈન્વેસ્ટમેન્ટ પર મર્યાદા લાગુ પાડી છે.
- સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી વિભાગના ડિજિટલ સ્કોરકાર્ડમાં એસબીઆઈ ત્રીજા મહિના માટે ટોચના સ્થાને રહી છે. બેંક 13.5 કરોડ યુઝર સાથે સૌથી વધુ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન્સ સાથે ટોપ રેમિટર બેંક બની રહી હતી.