બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
વૈશ્વિક બજારોમાં જોવા મળતો બાઉન્સ
યુએસ ખાતે ડાઉ જોન્સમાં સતત ત્રીજા દિવસે ઘટાડા વચ્ચે એશિયાઈ બજારો આજે સવારે બાઉન્સ દર્શાવી રહ્યાં છે. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ ગુરુવારે રાતે 159 પોઈન્ટસના ઘટાડે 35912 પર બંધ રહ્યો હતો. જોકે નાસ્ડેક 82 પોઈન્ટ્સ સુધારા સાથે બંધ રહ્યો હતો. એશિયન બજારોમાં જાપાન એક ટકાથી વધુ સુધારો દર્શાવી રહ્યો છે. જ્યારે હોંગ કોંગ, કોરિયા, તાઈવાન અને સિંગાપુર 0.2 ટકાથી 0.7 ટકા સુધીનો સુધારો દર્શાવી રહ્યાં છે.
SGX નિફ્ટીનો પોઝીટીવ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 44 પોઈન્ટ્સ સુધારા સાથે 17970ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ પોઝીટીવ ઓપનીંગ દર્શાવશે. નિફ્ટી માટે જોકે 18 હજારનું સ્તર એક મોટો અવરોધ પુરવાર થશે. ગુરુવારના ઘટાડો કરેક્શનના બીજા તબક્કાની શરૂઆત સમાન જણાય છે. જો નિફ્ટી 17700નું સ્તર તોડશે તો તે ઝડપી ઘટાડો દર્શાવી શકે છે. જે સ્થિતિમાં માર્કેટ 17200-17300ની રેંજ દર્શાવે તે સંભવ છે.
ક્રૂડમાં ફ્લેટ ટ્રેડ
વૈશ્વિક ક્રૂડમાં સ્થિરતા જોવા મળે છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 82.53 ડોલરના અગાઉના બંધ સ્તર આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. હાલમાં તે દિશાહિન ટ્રેડ સૂચવે છે. તે 80-85 ડોલરની રેંજ બહાર જે બાજુ બ્રેકઆઉટ દર્શાવશે તે તરફ ઝડપી મૂવમેન્ટ આપી શકે છે.
ગોલ્ડમાં અન્ડરટોન મક્કમ
વૈશ્વિક ગોલ્ડના ભાવમાં અન્ડરટોન મક્કમ જોવા મળી રહ્યો છે. ગુરુવારે 1866 ડોલરની પાંચ મહિનાની ટોચ દર્શાવ્યાં બાદ કોમેક્સ ગોલ્ડ ફ્યુચર્સ આજે 1959 ડોલર આસપાસ ટ્રેડ દર્શાવી રહ્યો છે. તેણે મહત્વનો બ્રેકઆઉટ દર્શાવ્યો છે. યુએસ ખાતે સીપીઆઈ 30 વર્ષોની ટોચ પર આવ્યાં બાદ ફેડ માટે હવે લાંબો સમય સુધી ઝીરો રેટ પોલિસી જાળવવી શક્ય નથી એમ માનવામાં આવે છે. આમ વધ-ઘટે માર્કેટમાં સુધારો આગળ વધે તેવી શક્યતાં છે. જે સ્થિતિમાં ગોલ્ડ 1900 ડોલરની સપાટી કૂદાવી શકે છે.
મહત્વની હેડલાઈન્સ
• એસ્ટ્રાલ લિમિટેડે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 141 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 87 કરોડ હતો. કંપનીની આવક ગયા વર્ષના રૂ. 747 કરોડના સ્તરેથી વધી રૂ. 1154 કરોડ થઈ હતી.
• હોસ્પિટલ કંપની એસ્ટર ડીએમે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 107 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 32.9 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષના રૂ 227 કરોડના સ્તરેથી વધી રૂ. 250 કરોડ પર રહી હતી.
• હેલ્થકેર ગ્લોબલે બીજા ક્વાર્ટરમાં રૂ. 96.8 કરોડનો નફો દર્શાવ્યો છે. તેણે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 26.80 કરોડની ખોટ દર્શાવી હતી. કંપનીની આવક રૂ. 246.9 કરોડ પરથી વધી રૂ. 351 કરોડ પર રહી હતી.
• બીજીઆર ઈન્ડસ્ટ્રીઝે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 2.7 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 151.1 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષના રૂ 273.8 કરોડના સ્તરેથી વધી રૂ. 508.9 કરોડ પર રહી હતી.
• બિલેકેરે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 23.4 કરોડનો નફો દર્શાવ્યો છે. તેણે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 97 લાખની ખોટ દર્શાવી હતી. કંપનીની આવક ગયા વર્ષના રૂ 151.65 કરોડના સ્તરેથી વધી રૂ. 203.53 કરોડ પર રહી હતી.
• જેબી કેમિકલ્સે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 97.9 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 73.92 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષના રૂ 443 કરોડના સ્તરેથી વધી રૂ. 593 કરોડ પર રહી હતી.
• જય કોર્પે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 14.9 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 8.8 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષના રૂ. 118 કરોડના સ્તરેથી વધી રૂ. 187 કરોડ પર રહી હતી.
Market Opening 12 Nov 2021
November 12, 2021