Market Opening 12 October 2021

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
યુએસ સહિત વૈશ્વિક બજારોમાં નરમાઈ
યુએસ બજારોમાં સપ્તાહની શરૂઆત નરમ રહી હતી. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ પોઝીટીવ ટ્રેડ થયા બાદ ઘસાતો રહ્યો હતો અને 250 પોઈન્ટસ ઘટાડા સાથે બંધ રહ્યો હતો. નાસ્ડેક પણ દિવસના તળિયા પર નેગેટિવ બંધ જોવા મળ્યો હતો. જેની અસરે એશિયન બજારો 1.5 ટકા સુધીનો ઘટાડો દર્શાવી રહ્યાં છે. જેમાં કોરિયા અને તાઈવાન એક ટકાથી વધુ નરમાઈ સૂચવે છે. જ્યારે જાપાન, હોંગ કોંગ, સિંગાપુર અને ચીન પણ નરમાઈ દર્શાવી રહ્યાં છે.
SGX નિફ્ટીનો ગેપ-ડાઉન ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 81 પોઈન્ટ્સ નરમાઈ સાથે 17880ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ ગેપ ડાઉન ઓપનીંગ દર્શાવી શકે છે. નિફ્ટીને 17700ના સ્તરનો મહત્વનો સપોર્ટ છે. જેના સ્ટોપલોસે લોંગ પોઝીશન જાળવી શકાય. જ્યારે તાજેતરમાં બનેલી 18042ની સપાટી તેના માટે અવરોધ છે.
મહત્વની હેડલાઈન્સ
• ટાટા મોટર્સે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તેના વૈશ્વિક હોલસેલ વેચાણમાં 24 ટકા વૃદ્ધિ દર્શાવી છે.
• શેફલર ઈન્ડિયા 28 ઓક્ટોબરની બોર્ડ મિટિંગમાં સ્ટોક સ્પ્લિટ અંગે વિચારણા કરશે.
• શિલ્પા મેડીકેર પ્રેફરન્શિયલ બેસીસ પર ઈક્વિટી શેર્સ અથવા વોરંટ્સ ઈસ્યુ કરવા અંગે વિચારણા કરશે.
• આરએમએલ હિકલ જૂથના ભાગરૂપ યાગાચી ટેક્નોલોજિસનું સ્ટીઅરીંગ અને કોમ્પોનેન્ટ્સ ડિવિઝન ખરીદશે.
• કુમાર મંગલમ બિરલા વોડાફોન આઈડિયામાં પોતાની મૂડીનું રોકાણ કરવા વિચારી રહ્યાં હોવાના અહેવાલ.
• એચએફસીએલે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 85.94 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે રૂ. 53.32 કરોડ પર હતો. જ્યારે તેની રેવન્યૂ રૂ. 1122.05 કરોડ થઈ છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 1054.32 કરોડ હતી.
• ટાટા મેટાલિક્સે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 644.8 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 519.6 કરોડ પર હતો.
• અરવિંદના પ્રમોટર્સે 25 લાખ શેર્સ પ્લેજ કર્યાં છે. જ્યારે અરવિંદ ફેશન્સના પ્રમોટર્સે 13 લાખ શેર્સ પ્લેજ કર્યાં છે.
• જયપ્રકાશ પાવરમાં ક્લિઅરવોટર કેપિટલ પાર્ટનર્સ સિંગાપુર ફંડે 4એ 7.52 કરોડ એફસીસીબીનું વેચાણ કર્યું છે.
• એલઆઈસીએ ભારત ડાયનેમિક્સમાં ઓપન માર્કેટ ટ્રાન્ઝેક્શન્સ મારફતે 37.60 લાખ શેર્સનું વેચાણ કર્યું છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage