માર્કેટ ઓપનીંગ
એશિયન બજારોમાં પાછ ફરેલી મજબૂતી
સોમવારે યુએસ બજાર ખાતે ફ્લેટ બંધ જોવા મળ્યું હતું. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 55 પોઈન્ટસ્ નરમાઈ સાથે 33745 પર બંધ રહ્યો હતો. જ્યારે નાસ્ડેક 50 પોઈન્ટસ ઘટાડે 13850 પર બંધ જોવા મળ્યો હતો. આમ એશિયન બજારો પર કોઈ નેગેટિવ પ્રભાવની શક્યતા નહોતી અને તેથી સોમવારે નરમ રહેલાં બજારો આજે તેજી તરફ પાછા ફર્યાં છે. જેમાં જાપાનનો નિક્કાઈ એક ટકાથી વધુ મજબૂતી દર્શાવી રહ્યો છે. જ્યારે હોંગ કોંગનો હેંગ સેંગ 1.45 ટકા, તાઈવાન અને કોરિયા, બંને 1-1 ટકાથી વધુ સુધારો નોંધાવી રહ્યાં છે. ચીનનો શાંઘાઈ કંપોઝીટ 0.26 ટકા સાથે જ્યારે સિંગાપુરનો સ્ટ્રેઈટ ટાઈમ્સ 0.32 ટકા સાથે પોઝીટીવ ટ્રેડ થઈ રહ્યો છે.
SGX નિફ્ટીમાં સાધારણ મજબૂતી
સિંગાપુર નિફ્ટી 24 પોઈન્ટ્સ મજબૂતી સાથે 14383ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સ્થાનિક બજારના ફ્લેટ ઓપનીંગનો સંકેત આપે છે. વૈશ્વિક બજારોના સપોર્ટમાં ભારતીય બજાર પોઝીટીવ ટ્રેડ દર્શાવી શકે છે. જ્યારે લોકડાઉન જેવા અહેવાલો પાછળ તે વધુ ગગડી શકે છે. નિફ્ટીને 14250નો મહત્વનો સપોર્ટ જ્યારે 14750નો મહત્વનો અવરોધ છે. જો 14250નું સ્તર તૂટશે તો નિફ્ટી 14000 અને 13600 સુધીના સ્તરો દર્શાવી શકે છે.
ક્રૂડમાં સુધારો
વૈશ્વિક ક્રૂડના ભાવમાં અન્ડરટોન મજબૂત છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો સોમવારે એક તબક્કે 64 ડોલરની સપાટી પાર કરી ગયો હતો. આજે સવારે તે 63.51 ડોલર પર મજબૂત ટ્રેડ દર્શાવી રહ્યો છે. સ્થાનિક સ્તરે રૂપિયામાં તીવ્ર નરમાઈ પાછળ એમસીએક્સ ખાતે ક્રૂડના ભાવ મજબૂત રહ્યાં હતાં.
ગોલ્ડ-સિલ્વરમાં ફ્લેટ ટ્રેડ
કિંમતી ધાતુઓના ભાવ રેંજ બાઉન્ડ જોવા મળી રહ્યાં છે. મંગળવારે કોમેક્સ ગોલ્ડ વાયદો 4 ડોલરના સુધારે 1736 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે સિલ્વર ફ્યુચર 0.3 ટકાના સુધારા સાથે 24.94 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. સોમવારે એમસીએક્સ ખાતે દિવસ દરમિયાન પોઝીટીવ ટ્રેડ દર્શાવનાર બંને ધાતુઓ મોડી સાંજે નેગેટિવ ઝોનમાં સરી પડી હતી. જેમાં સોનું રૂ. 193ના ઘટાડે રૂ. 46400 પર જ્યારે ચાંદી રૂ. 843 ગગડી રૂ. 66140 પર ટ્રેડ થઈ રહી હતી.
મહત્વની હેડલાઈન્સ
· ટીસીએસે રૂ. 9246 કરોડ સાથે ચોથા ક્વાર્ટરમાં ચોખ્ખા નફામાં 15 ટકા વૃદ્ધિ દર્શાવી. રૂ. 15નું ડિવિડન્ડ જાહેર કર્યું.
· ફેબ્રુઆરીમાં આઈઆઈપી 3.6 ટકાનો ઘટાડો દર્શાવતો હતો.
· માર્ચમાં રિટેલ ઈન્ફ્લેશન વધીને 5.5 ટકા પર પહોંચ્યું હતું.
· વેદાંતાએ બોક્સાઈટના રેસિડ્યૂ(અવશેષો)માંથી વેલ્યૂ-એક્સટ્રેક્શન માટે રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ્સ સાથે કરાર કર્યાં છે.
· જેપી ઈન્ફ્રા રેસોલ્યુશન કેસમાં ઓફર કરવામાં આવેલી લેન્ડ બેંકથી લેન્ડર્સ અસંતુષ્ટ છે.
· મહામારીને કારણે દેશમાં પેસેન્જર વેહીકલ્સનું વેચાણ છ વર્ષના તળિયા પર પહોંચ્યું છે.
· હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓ 8-10 ટકા વૃદ્ધિ દર્શાવે તેવી શક્યતા.
· ઓએનજીસીને કેજી ગેસ ખરીદારની શોધ. લઘુત્તમ 6.6 ડોલરનો ભાવ ઈચ્છી કંપની.
· નોમુરાએ 2021-22માં ભારતનો જીડીપી વૃદ્ધિ દર ઘટાડી 11.5 ટકા કર્યો. તેણે ઊંચા ઈન્ફ્લેશનને કારણે વૃદ્ધિ દરમાં ઘટાડો કર્યો.
· વોડાફોન આઈડિયા 15 એપ્રિલ સુધીમાં બાકીની લાયસન્સ ફી વ્યાજ સહિત ચૂકવશે.
· 2021ના પ્રથમ ક્વાર્ટરમાં ભારત યુએસ પાસેથી ક્રૂડનું સૌથી મોટું ખરીદાર બન્યું.
· મેન ઈન્ડસ્ટ્રીઝે મેળવેલો રૂ. 766 કરોડનો ઓર્ડર
· સેબીએ યસ બેંકને જોખમી બોન્ડ્સના વેચાણ માટે રૂ. 25 કરોડનો કરેલો દંડ.
· માઈક્રોસોફ્ટ સીરીના એઆઈ ડેવલપરને 19.7 અબજ ડોલરમાં ખરીદશે.
· કોફોર્જ એસએલકે સોલ્યુશન્સમાં 60 ટકા હિસ્સો રૂ. 918 કરોડમાં ખરીદશે.
Market Opening 13 April 2021
April 13, 2021