Market Opening 13 Nov 2020

માર્કટ ઓપનીંગ

યુએસ બજારોમાં ગુરુવારે નરમાઈ પાછળ એશિયન બજારો પણ એક ટકા સુધીનો ઘટાડો દર્શાવી રહ્યાં છે. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 317 પોઈન્ટ્સના ઘટાડે 29080ના સ્તરે બંધ રહ્યો હતો. નાસ્ડેક પણ 0.65 ટકા નરમ બંધ રહ્યો હતો. જેની પાછળ ચીન, જાપાન, હોંગ કોંગ જેવા બજારો એક ટકા સુધીનો ઘટાડો દર્શાવી રહ્યાં છે. ગુરુવારે યુરોપ બજારો પણ દોઢ ટકાથી વધુની નરમાઈ દર્શાવતાં હતાં.

એસજીએક્સ નિફ્ટી

સિંગાપુર નિફ્ટી 89 પોઈન્ટ્સના ઘટાડે 12658 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે નિફ્ટી 12650 આસપાસના સ્તરે ખૂલી શકે છે. જો વેચવાલી વધી તો માર્કેટને 12430ના સ્તરે પ્રથમ સપોર્ટ રહેશે.

બ્રેન્ટ ક્રૂડમાં નરમાઈ

બ્રેન્ટ ક્રૂડ વધ્યાં ભાવથી ઘટાડો દર્શાવી રહ્યું છે. તે 1.38 ટકાના ઘટાડે 42.75 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થતું હતું. આમ ક્રૂડમાં સપ્તાહના શરૂઆતી ત્રણ દિવસોમાં જોવા મળેલી તેજી અટકી છે.

ગોલ્ડ-સિલ્વરમાં મજબૂતી

એમસીએક્સ ગોલ્ડ-સિલ્વરમાં ગુરુવારે સુધારો જોવા મળ્યો હતો. બંને તેના મહત્વના સપોર્ટ પર ટ્રેડ થઈ રહ્યાં છે. ગોલ્ડને રૂ. 50 હજારનો મહત્વનો સાઈકોલોજિકલ સપોર્ટ છે. જ્યારે ચાંદીને રૂ. 62 હજારનો મહત્વનો સપોર્ટ છે. સોમવાર સાંજે ફાઈઝરની વેક્સિન બાદ જોવા મળેલી વેચવાલી વખતે જ બંને ધાતુઓ આ સપોર્ટ નીચે ગઈ હતી. જોકે ત્યાંથી તે ઝડપથી પરત ફરી હતી.

મહત્વની હેડલાઈન્સ

·         ઓક્ટોબરમાં ભારતની ફ્યુઅલ માગમાં પ્રથમવાર વાર્ષિક ધોરણે વૃદ્ધિ જોવા મળી હતી.

·         સપ્ટેમ્બર મહિના માટેનો આઈઆઈપી 0.2 ટકા રહ્યો હતો. જે ઓગસ્ટમાં -8.0 ટકા હતો.

·         રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ બ્રેકથ્રૂ એનર્જી વેન્ચર્સમાં 5 કરોડ ડોલરનું રોકાણ કરશે.

·         એન્જિનીયર્સ ઈન્ડિયાએ રૂ. 587 કરોડના બાયબેકની જાહેરાત કરી છે.

·         રાકેશ ઝૂનઝૂનવાલાએ ઈન્ડિયાબુલ્સ રિઅલ એસ્ટેટમાં 1.1 ટકા હિસ્સો ખરીદ્યો છે. 

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage