બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
વૈશ્વિક બજારોમાં મિશ્ર ટ્રેન્ડ
મંગળવારે યુએસ બજારો સાંકડી રેંજમાં અથડાયાં અને કામકાજના અંતે નેગેટિવ બંધ રહ્યાં હતાં. એશિયન બજારોમાં મિશ્ર ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જાપાન, તાઈવાન અને ચીન ઘટાડો દર્શાવી રહ્યાં છે. જ્યારે સિંગાપુર અને કોરિયન બજારો નોંધપાત્ર સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યાં છે.
SGX નિફ્ટીનો પોઝીટીવ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 44 પોઈન્ટ્સના સુધારે 18048 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ પોઝીટીવ ઓપનીંગ દર્શાવી શકે છે. નિફ્ટીને 18042ની સોમવારની ટોચનો અવરોધ છે. જ્યારે 17770નો સપોર્ટ છે.
ક્રૂડમાં નરમાઈ
વૈશ્વિક બજારમાં ક્રૂડ બે દિવસથી સાધારણ નરમાઈ દર્શાવી રહ્યું છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો આજે સવારે 0.5 ટકા ઘટાડા સાથે 83.03 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. તેને 80 ડોલરનો મજબૂત સપોર્ટ છે. જ્યારે ઉપર 85-90 ડોલર સુધીના સુધારાની જગા છે.
ગોલ્ડમાં અન્ડરટોન મજબૂત
વૈશ્વિક ગોલ્ડ કેટલાંક સત્રોથી 1760 ડોલર આસપાસ કોન્સોલિડેટ થઈ રહ્યું છે. તેના માટે 1781 ડોલરનું સ્તર એક અવરોધ છે. જો આ સ્તર પાર કરશે તો તે 1800 ડોલરના સ્તર તરફ આગળ વધતું જોવા મળશે.
મહત્વની હેડલાઈન્સ
• ઉડ્ડયન મંત્રાલયે 18 ઓક્ટોબરથી અમલમાં આવે તે રીતે સ્થાનિક ફ્લાઈટ્સમાં બેઠક ક્ષમતાને 100 ટકા સુધી વધારી છે.
• ટાટા મોટર્સે તેના ઈવી મોબિલિટી બિઝનેસ માટે ટીએમએલ ઈવીકો નામે પેટાકંપનીની સ્થાપના કરી છે. કંપનીએ ટીપીજી દ્વારા રૂ. 7500 કરોડના રોકાણની જાહેરાત કરી છે.
• આરબીઆઈએ ઈન્ડસઈન્ડ બેંકને ડાયરેક્ટ તથા ઈનડાયરેક્ટ ટેક્સિસના કલેક્શનની પરવાનગી આપી છે.
• બજાજ ફિનસર્વે બજાજ ફિનસર્વ મ્યુચ્યુલ ફંડ ટ્રસ્ટી લિમિટેડની સ્થાપના કરી છે.
• રિલાયન્સ ન્યૂ એનર્જી સોલાર અને ડેનમાર્ક સ્થિત સ્ટીસ્ડાલે હાઈડ્રોજન ઈલેક્ટ્રોલાઈઝર્સ બનાવવા માટે કરાર કર્યાં છે.
• ઈન્દ્રપ્રસ્થ ગેસે સીએનજી અને પીએનજીના ભાવમાં બે સપ્તાહમાં બીજીજવાર વૃદ્ધિ કરી છે.
• રાકેશ ઝૂનઝૂનવાલાએ નાલ્કોમાં બીજા ક્વાર્ટર દરમિયાન 1.36 ટકા હિસ્સો ખરીદ્યો છે.
Market Opening 13 October 2021
October 13, 2021