Market Opening 13 Sep 2021

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
યુએસ સહિતના બજારોમાં નરમાઈ
સપ્તાહાંતે યુએસ બજારમાં ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 272 પોઈન્ટ્સની નરમાઈ સાથે 34608ના સ્તરે બંધ રહ્યો હતો. આજે નવા સપ્તાહે એશિયામાં ચીન સિવાય અન્ય તમામ બજારોમાં નરમાઈ જોવા મળી રહી છે. ચીનનું બજાર 0.3 ટકા સુધારા સાથે નવી ટોચ નજીક ટ્રેડ થઈ રહ્યું છે. જ્યારે હોંગ કોંગ 1.6 ટકા સાથે સૌથી વધુ ઘટાડો દર્શાવે છે. જાપાન, સિંગાપુર, કોસ્પી અને તાઈવાનમાં પણ નરમાઈ જોવા મળી રહી છે.
SGX નિફ્ટીનો ગેપ-ડાઉન ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 81 પોઈન્ટ્સ નરમાઈ સાથે 17360ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ નરમાઈ સાથે ખૂલશે. ભારતીય બજારને 17250નો સપોર્ટ છે. જેને સ્ટોપલોસ બનાવી લોંગ પોઝીશન જાળવવી જોઈએ. જો આ સ્તર તૂટશે તો બજાર માટે 17050નો સપોર્ટ બની રહેશે. આગામી દિવસોમાં માર્કેટમાં વોલેટિલિટીમાં ઊંચી વૃદ્ધિના સંકેતો મળી રહ્યાં છે. હળવી પોઝીશન જાળવવી.
ક્રૂડમાં મજબૂતી
વૈશ્વિક ક્રૂડના ભાવમાં મજબૂતી જોવા મળી રહી છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો આજે સવારે 0.55 ટકા સુધારા સાથે 73 ડોલરની સપાટી કૂદાવી ગયો છે. આમ તે સુધારાતરફી જોવા મળી રહ્યો છે. જો તે 75 ડોલરનું સ્તર પાર કરશે તો છેલ્લાં પોણા બે વર્ષની ટોચ દર્શાવશે.
ગોલ્ડમાં કોન્સોલિડેશન
વૈશ્વિક ગોલ્ડના ભાવ ત્રણ સત્રોથી 1800 ડોલર નીચે ટ્રેડ થઈ રહ્યાં છે. ગોલ્ડમાં સુધારા ટકતાં નથી. યુએસ ખાતે ઓગસ્ટ જોબ ડેટા નરમ આવવા જેવા પરિબળો છતાં ગોલ્ડ મજબૂતી દર્શાવવામાં અસમર્થતા અનુભવી રહ્યું છે. તેણે નવી તેજી માટે 1830 ડોલરને પાર કરવું જરૂરી છે.
સ્ટીલ સ્ક્રેપ પર GST ઘટાડી 5 ટકા કરવાના પ્રસ્તાવ પર વિચારણાની સંભાવના
ગુડ્ઝ એન્ડ સર્વિસિઝ ટેક્સ(જીએસટી) કાઉન્સિલ આગામી સપ્તાહે લખનૌ ખાતે યોજાનારી તેની બેઠકમાં સ્ટીલ સ્ક્રેપ પરના ટેક્સ રેટને 18 ટકા પરથી ઘટાડી 5 ટકા કરવાના પ્રસ્તાવ પર વિચારણા કરી શકે છે. સ્ક્રેપ ડિલર્સ દ્વારા જૂઠાં ઈન્વોઈસિંગ બાદ સ્ટીલ ઉત્પાદકો માટે ઈનપુટ ટેક્સ ક્રેડિટ બંધ કરવા સહિતના એન્ફોર્સમેન્ટના પગલાંઓ બાદ આ વિચાર ઊભો થયો છે. કંપનીઓને સપ્લાય-સાઈડ અવરોધોનો સામનો પણ કરવો પડ્યો છે. અગાઉ હિમાચલ પ્રદેશ અને પંજાબના મુખ્યપ્રધાનોએ પણ નાણાપ્રધાન નિર્મલા સીતારામનને આ મુદ્દે લેખિતમાં રજૂઆત કરી હતી. તેમણે વર્તમાન ટેક્સ રેટને ઘટાડીને 5 ટકા કરવા માટેની ભલામણ પણ કરી હતી.
મોબાઈલ ફોન્સ માટે હજુ છ મહિના સુધી ચીપની અછત જળવાશે
અગ્રણી વૈશ્વિક ચીપ ડિઝાઈનીંગ અને મેન્યૂફેક્ચરિંગ કંપનીઓએ જણાવ્યું છે કે ભારતે વધુ છ મહિના સુધી મોબાઈલ ડિવાઈસ માટે ચીપની અછતનો સામનો કરવાનો રહેશે. જેને કારણે 4જી સેગમેન્ટના અફોર્ડેબલ હેન્ડસેટ માર્કેટ પર ખાસ અસર જોવા મળશે. કેમકે તેઓ નીચી કિંમત ધરાવતી ઊંચા નેનોમીટરની ચિપ્સનો ઉપયોગ કરે છે અને હાલમાં તેની સૌથી વધુ અછત જોવા મળે છે. શુક્રવારે રિલાયન્સ જીઓએ પણ જણાવ્યું હતું કે તે 4જી સ્માર્ટ ફોનનું લોંચ હાલમાં મોકૂફ રાખી રહી છે અને હવે તેને દિવાળી અગાઉના સમયગાળામાં લોંચ કરવામાં આવશે.
CNG, પાઈપ્ડ કૂકિંગ ગેસના ભાવમાં 11 ટકા ઉછાળાની શક્યતા
આઈસીઆઈસીઆઈ સિક્યૂરિટીઝે જણાવ્યું છે કે દિલ્હી, મુંબઈ સહિતના શહેરોમાં સીએનજી અને પાઈપલાઈન મારફતે પૂરા પાડવામાં આવતાં કુકિંગ ગેસના ભાવમાં ઓક્ટોબરમાં 10-11 ટકા વૃદ્ધિની શક્યતા છે. સરકારે નિર્ધારિત કરેલા ગેસના ભાવમાં 76 ટકા ઉછાળાની શક્યતા આ માટે કારણભૂત હોવાનું તેણે જણાવ્યું છે. સરકાર દર છ મહિને જાહેર ક્ષેત્રની કંપની ઓએનજીસીને નોમીનેશન બેસિસ પર આપેલા ફિલ્ડ્સમાંથી ઉત્પાદિત નેચરલ ગેસના ભાવને નિર્ધારિત કરે છે. જે માટે તે ગેસ-સરપ્લસ દેશોમાં પ્રવર્તી રહેલાં ભાવોને ગણતરીમાં લે છે. ગેસના ભાવ માટે હવેની છ માસિક સમીક્ષા 1 ઓક્ટોબરે થવાની છે. બ્રોકરેજના જણાવ્યા મુજબ એપીએમ તરીકે ઓળખાતાં ભાવ 1 ઓક્ટોબર 2021થી 31 માર્ચ 2022 સુધીના સમયગાળા માટે વધીને 3.15 ડોલર પ્રતિ એમએમબીટીયુ પર જોવા મળશે. હાલમાં તે 1.79 ડોલર પર ચાલી રહ્યાં છે.

મહત્વની હેડલાઈન્સ
• પંજાબ નેશનલ બેંકના બોર્ડની રૂ. 6000 કરોડ ઊભા કરવા માટે મંજૂરી
• જુલાઈમાં ઈન્ડસ્ટ્રીઅલ પ્રોડક્શનમાં 11.5 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. જે 10.1 ટકાના અંદાજ કરતાં ઊંચી હતી.
• ઓગસ્ટમાં પેસેન્જર વ્હીકલ સેલ્સમાં 7.6 ટકા વૃદ્ધિ જોવા મળી. કુલ 2,32,224 યુનિટ્સનું વેચાણ નોંધાયું.
• એલઆઈસીના આઈપીઓને લઈને ઈન્વેસ્ટમેન્ટ બેંકર્સે કામગીરી શરૂ કરી.
• સરકાર એલઆઈસીમાં તેના વધુમાં વધુ 10 ટકા હિસ્સાનું વેચાણ કરશે.
• સરકાર નિકાસકારોને તમામ બાકી નીકળતાં નાણાની ચૂકવણી કરશે.
• સરકાર બબલ પેક્ટ્સ હેઠળ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સમાં વૃદ્ધિ કરશે.
• સપ્ટેમ્બરમાં પૂરા થતાં સુગર વર્ષ દરમિયાન દેશમાં ખાંડની નિકાસ 70 લાખ ટન પર રહેવાની શક્યતા. જે ગયા વર્ષના 59.5 લાખ ટનના વિક્રમને પાર કરી નવો વિક્રમ બનાવશે.
• દેશનું ફોરેક્સ રિઝર્વ્સ 3 સપ્ટેમ્બરે પૂરા થયેલા સપ્તાહાંતે 8.9 અબજ ડોલર વધી 642.5 અબજ ડોલર પર રહ્યું હતું.
• વૈશ્વિક ફંડ્સે ગુરુવારે ભારતીય બજારમાં રૂ. 423 કરોડની ખરીદી દર્શાવી હતી.
• સ્થાનિક ફંડ્સે ગુરુવારે રૂ. 704 કરોડની ખરીદી કરી હતી.
• ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં વિદેશી રોકાણકારોએ રૂ. 1960 કરોડની ખરીદી કરી હતી.
• જેપી મોર્ગનની વૈશ્વિક ઓઈલની માગ બીજા અર્ધવાર્ષિક પિરિયડમાં ઘટે તેવી આગાહી.
• ઓટોમોબાઈલ કંપનીઓની માગ ઘટવાની શક્યતા પાછળ પેલેડિયમ વર્ષના તળિયા પર પટકાયું.
• પીઈ ફર્મ એડવેન્ટ યુરેકા ફોર્બ્સની ખરીદીની નજીક પહોંચ્યું હોવાના અહેવાલ.
• કોલ ઈન્ડિયા ભાવમાં 10-11 ટકા વૃદ્ધિ કરે તેવી શક્યતા.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage