Market Opening 14 Dec 2021

માર્કેટ ઓપનીંગ

 

માઈક્રોનના ડર પાછળ બજારોમાં ફરી વેચવાલી

વૈશ્વિક સ્તરે નવા કોવિડ વેરિયન્ટ માઈક્રોનને લઈને જોવા મળી રહેલા ડર પાછળ શેરબજારોમાં વેચવાલી પરત ફરી છે. યુએસ ખાતે સોમવારે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 320 પોઈન્ટ્સ ઘટીને બંધ જોવા મળ્યો હતો. નાસ્ડેક પણ 217 પોઈન્ટ્સ ગગડ્યો હતો. જેની પાછળ આજે સવારે એશિયન બજારોમાં સિંગાપુરને બાદ કરતાં અન્ય બજારોમાં નરમાઈ જોવા મળી રહી છે. જેમાં હોંગ કોંગ માર્કટ 1.15 ટકા, તાઈવાન 0.81 ટકા, કોરિયા 0.62 ટકા, ચીન 0.52 ટકા અને જાપાન 0.48 ટકાનો ઘટાડો સૂચવે છે.

SGX નિફ્ટીનો ગેપ-ડાઉન ઓપનીંગનો સંકેત

સિંગાપુર નિફ્ટી 162 પોઈન્ટસ ઘટાડા સાથે 17307ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ ઊંચું ગેપ ડાઉન ઓપનીંગ દર્શાવી શકે છે. નિફ્ટીએ સોમવારે 17400નો સપોર્ટ તોડ્યો હતો. આમ હવે તેને 17100-17200ની રેંજમાં સપોર્ટ સાંપડી શકે છે. જે તૂટશે તો ફરી એકવાર 17000ની નીચે જોવા મળી શકે છે. જ્યારે સુધારા બાજુએ તેને 17500નો અવરોધ છે. જે પાર થતાં 16639ની સોમવારની ટોચનો અવરોધ રહેશે.

ક્રૂડમાં નરમાઈ

વૈશ્વિક ક્રૂડના ભાવમાં નરમાઈ જોવા મળે છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 0.6 ટકા ઘટાડા સાતે 73.94ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. આમ તે 75 ડોલર પર ટકવામાં નિષ્ફળ રહ્યો છે. જોકે તેને 70 ડોલરનો સાયકોલોજિકલ સપોર્ટ છે. જે તૂટશે તો ફરી 67 ડોલરની તાજેતરની બોટમ દર્શાવે તેવું બની શકે.

ગોલ્ડમાં અન્ડરટોન મજબૂત

ગયા સપ્તાહે યુએસ ખાતે સીપીઆઈ 39 વર્ષોની ટોચ પર આવતાં ગોલ્ડમાં અન્ડરટોન મજબૂત જોવા મળી રહ્યો છે. કોમેક્સ ગોલ્ડ વાયદો આજે સવારે 2 ડોલરની નરમાઈ સાથે 1786.55 ડોલર પર ટ્રેડ કરી રહ્યો છે. તેણે 1770 ડોલરનો સપોર્ટ જાળવી રાખ્યો છે. જેની ઉપર તે સુધારો દર્શાવી શકે છે. 1800 ડોલર પાર થશે તો ફરી 1830 અને 1850 ડોલર તરફ જવાનો પ્રયાસ કરી શકે છે.

મહત્વની હેડલાઈન્સ

  • વિપ્રો વિઝનએજ સોલ્યુશનના લોંચ સાથે આઈટી કંપનીએ સ્પોર્ટ્સ, એન્ટરટેઈનમેન્ટ, રિટેલ અને ટ્રાન્સપોર્ટ ઓફરિંગ્સનું વિસ્તરણ કર્યું છે.
  • ઈરકોન ઈન્ટરનેશનલે રૂ. 1107 કરોડના મૂલ્યનો પ્રોજેક્ટ મેળવ્યો છે.
  • કંપની ગ્રીન હાઈડ્રોજનના ઉત્પાદન માટે બીએઆરસી સાથે જોડાણ કરશે.
  • ગ્રીનલામે પ્લાયવુડ અને પાર્ટિકલ બોર્ડ બિઝનેસ ક્ષેત્રે પ્રવેશ કર્યો છે. જ્યારે કંપની ત્રીજો લેમિનેટ પ્લાન્ટ સ્થાપશે.
  • સોના બીએલડબલ્યુએ ચેન્નાઈ ખાતે સ્ટેટ-ઓફ-ધ-આર્ટ રિસર્ચ એન્ડ ઈનોવેશન સેન્ટર શરુ કર્યું છે. જે નેક્સ્ટ જનરેશન ઈવી માટે એડવાન્સ્ડ પ્રોડક્ટ્સ ડેવલપ કરશે.
  • ટીવીએસ મોટર્સે ટીવીએસ ઈલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડ નામે સંપૂર્ણપણે માલિકીની કંપની શરૂ કરી છે.
  • પીબી ફિનટેકે એકાઉન્ટ એગ્રીગેટરનો બિઝનેસ શરૂ કરવા માટે સંપૂર્ણ માલિકીની સબસિડિયરીની સ્થાપનાને મંજૂરી આપી છે.
  • વોડાફોન આઈડિયાએ હંગામા મ્યુઝિક સાથે મળીને તેની મ્યુઝીક સ્ટ્રીમિંગ સર્વિસની શરૂઆત કરી છે.
  • રેમન્ડનું બોર્ડ શુક્રવારે એનસીડી મારફતે રૂ. 100 કરોડ ઊભા કરવાની વિચારણા માટે મળશે.
  • એપોલો હોસ્પિટલ્સઃ કંપનીના પ્રમોટર 7 લાખ શેર્સ અથવા 0.5 ટકા ઈક્વિટીનું વેચાણ કરશે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage