એશિયન બજારોમાં રજા વચ્ચે સુસ્તીનો માહોલ
આજે હોંગ કોંગ, તાઈવાન અને ચીનના બજારો બંધ છે. જ્યારે કોરિયા અને જાપાન કામકાજ કરી રહ્યાં છે. તેઓ સાધારણ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. આમ ગયા સપ્તાહની જેમ હજુ પણ એશિયન બજારોમાં સુસ્તી જળવાય છે. જોકે ભારતીય બજાર છેલ્લા કેટલાંક સમયથી આગવી ચાલ દર્શાવી રહ્યું છે અને એશિયન બજારો સાથે તેની કો-રિલેશનશીપમાં ઘટાડો નોંધાયો છે.
SGX નિફ્ટીનો ગેપ-ડાઉન ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 49 પોઈન્ટ્સ ઘટાડો દર્શાવી રહ્યો છે. તે 15774 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર ગેપ-ડાઉન ખૂલે તેવી શક્યતા દર્શાવે છે. જોકે ભારતીય બજારમાં વિતેલા સપ્તાહે તેજીવાળાઓનો હાથ ઉપર રહ્યો હતો અને તેઓ હજુ પણ મજબૂત જણાય છે. બજારમાં 15667ના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન જાળવી રાખવી.
મહત્વની હેડલાઈન્સ
• આગામી ત્રણ વર્ષોમાં ગેસના ઉત્પાદનમાં 74 ટકા અને ઓઈલના ઉત્પાદનમાં 31 ટકા વૃદ્ધિનો ટાર્ગેટ.
• દેશનું ફોરેક્સ રિઝર્વ્સ 600 બજ ડોલરની સપાટી પાર કરી ગયું. વિશ્વમાં ચીન, જાપાન અને સ્વિડ્ઝર્લેન્ડ બાદ આટલી ડોલર એસેટ્સ ધરાવનાર ચોથો દેશ બન્યો.
• કોર્ટે એમેઝોન અને ફ્લિપકાર્ટ સામે એન્ટીટ્રસ્ટ તપાસની મંજૂરી આપી.
• શુક્રવારે વૈશ્વિક ફંડ્સે સ્થાનિક બજારમાં રૂ. 18.64 કરોડની કરેલી ખરીદી.
• સ્થાનિક ફંડ્સે પણ શુક્રવારે બજારમાંથી રૂ. 666 કરોડની ખરીદી કરી.
• વિદેશી ફંડ્સે ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં રૂ. 666 કરોડનું વેચાણ દર્શાવ્યું.
• કોલ ઈન્ડિયા 14 જૂને 20-25 ટકા વધારાના ડિવિડન્ડની જાહેરાત કરે તેવી શક્યતા.
• એનટીપીસીએ હાઈડ્રોજન ફ્યુઅલ સેલ બેઝ્ડ પાયલોટ પ્રોજેક્ટ્સ માટે એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ મંગાવ્યાં.
• ફોક્સવેગન અને ફોર્ડ મોટર ભારતમાંથી ઓટો ફાઈનાન્સિંગ બિઝનેસમાંથી એક્ઝિટ લેશે.
• માર્કેટ રેગ્યુલેટર સેબી કાર્લાઈલ-પીએનબી હાઉસિંગ ડીલમાં તપાસ હાથ ધરશે. ડિલની જાહેરાત અગાઉ પીએનબી હાઉસિંગના શેર્સમાં 100 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી.
• મે મહિના માટે હોલસેલ પ્રાઈસ ઈન્ફ્લેશન રજૂ થશે. જે 13.40 ટકા રહેવાનો અંદાજ છે.
• સાંજે કન્ઝ્યૂમર પ્રાઈસ ઈન્ફ્લેશન જાહેર થશે. જે 5.4 ટકા રહેવાનો અંદાજ છે.
• એબીબી ઈન્ડિયા તેના ટર્બોચાર્જર, ડોજ પાવર ટ્રાન્સમિશન બિઝનેસનું વેચાણ કરશે.
• અદાણી એન્ટરપ્રાઈઝિસે સિમેન્ટ ક્ષેત્રે પ્રવેશવા માટે નવા એકમની સ્થાપના કરી.
• બીઈએમએલના જણાવ્યા મુજબ કંપનીની ડિસઈન્વેસ્ટમેન્ટ પ્રોસેસ અગાઉ દિપમ અને નીતિ આયોગ વધારાની જમીનના ડિ-મર્જર માટે તૈયાર થયાં છે.
જાહેર ક્ષેત્રની કેપિટલ ગુડ્ઝ કંપની ભેલે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 1036ની ખોટ દર્શાવી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 1532 કરોડ પર હતી. આમ કંપનીની ખોટમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ખોટમાં ઘટાડાનું કારણ આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ છે. કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 7245.16 કરોડની આવક નોંધાવી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 5165 કરોડ પર હતી. આમ કંપનીની આવકમાં 40 ટકાથી વધુની વૃદ્ધિ જોવા મળી છે. નાણા વર્ષ 2021-22 માટે કંપનીની કોન્સોલિડેટેડ ખોટ વધી રૂ. 2700 કરોડ થઈ હતી. જે અગાઉના વર્ષે રૂ. 1468 કરોડ પર હતી. કંપનીની સમગ્ર વર્ષ માટેની આવક પણ રૂ. 17657 કરોડ રહી હતી. જે ગયા વર્ષે રૂ. 22027 કરોડ પર હતી
Market Opening 14 June 2021
June 14, 2021