બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
વૈશ્વિક બજારોમાં પોઝીટીવ ટ્રેડ
બુધવારે યુએસ બજારમાં ફ્લેટ-ટુ-પોઝીટીવ ટ્રેડ પાછળ એશિયન બજારો પણ સુધારા સાથે ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જાપાન માર્કેટ એક ટકાથી વધુ સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યું છે. કોરિયા પણ 1.3 ટકાનો સુધારો દર્શાવે છે. જ્યારે તાઈવાન અને સિંગાપર ફ્લેટ ટ્રેડ દર્શાવે છે. ચીન બજાર સાધારણ નરમાઈ સૂચવે છે.
SGX નિફ્ટીનો ગેપ-અપ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 80 પોઈન્ટ્સના સુધારે 18260ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક માર્કેટ પણ પોઝીટીવ ઓપનીંગ દર્શાવશે. ભારતીય બજાર અનચાર્ટેડ ટેરિટરીમાં છે અને 18200 બાદ 18400નું સ્તર જોવા મળશે. જ્યારે ઘટાડે 17800નો સપોર્ટ રહેશે. જે તૂટતાં બજાર વધુ ઘટાડો દર્શાવી શકે છે.
ક્રૂડમાં સ્થિરતા
વૈશ્વિક ક્રૂડના ભાવ સ્થિરતા દર્શાવી રહ્યાં છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો સાધારણ સુધારા સાથે 83.43 ડોલર પર ટ્રેડ દર્શાવી રહ્યો છે. તેના માટે હવેનું ટાર્ગેટ 90 ડોલરનું છે. જ્યારે 78-80 ડોલરની રેંજમાં સપોર્ટ છે.
ગોલ્ડમાં બુધવારે ઉછાળા બાદ સાધારણ નરમાઈ
બુધવારે વૈશ્વિક બજારમાં સોનુ 1790 ડોલરને પાર કરી 1794.80 ડોલર સુધી ટ્રેડ થયું હતું. આજે સવારે કોમેક્સ ડિસેમ્બર ફ્યુચર્સ 1790 ડોલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. 1781 ડોલરની સપાટી પાર થતાં સોનુ બુલીશ ટ્રેન્ડમાં જોવા મળે છે. તેના માટે હવેનું ટાર્ગેટ 1830 ડોલરનું રહેશે.
મહત્વની હેડલાઈન્સ
• ઈન્વેસ્કોએ જણાવ્યું છે કે ઝી ફાઉન્ડર રિલાયન્સ સાથે ડિલ માટે પ્રયાસ કરી રહ્યાં હતાં. જોકે રિલાયન્સે તે કોઈપણ પ્રકારના હોસ્ટાઈલ ટેકઓવર માટે તૈયાર હોવાનો ઈન્કાર કર્યો છે.
• કોલ ઈન્ડિયાએ પાવર ક્રાઈસિસને ખાળવા માટે સપ્લાયમાં વૃદ્ધિ કરી.
• સરકારે ખાદ્યતેલો પરની આયાત ડ્યુટીમાં વધુ ઘટાડો કર્યો.
• સપ્ટેમ્બરમાં ભારતના ઓઈલ પ્રોડક્ટ્સ વપરાશમાં 2.9 ટકાની વૃદ્ધિ.
• વૈશ્વિક ફંડ્સે બુધવારે ભારતીય બજારમાં રૂ. 937 કરોડની ખરીદી કરી.
• સ્થાનિક ફંડ્સે ભારતીય બજારમાં રૂ. 432 કરોડની ખરીદી દર્શાવી.
• ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં રોકાણકારોએ રૂ. 885 કરોડની ખરીદી નોંધાવી.
• સપ્ટેમ્બરમાં નિકાસમાં વાર્ષિક ધોરણે 45.8 ટકા વૃદ્ધિ જોવા મળી. જ્યારે આયાતમાં 51.7 ટકા વૃદ્ધિ નોંધાઈ.
• માઈન્ડટ્રીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 57 ટકા વૃદ્ધિ સાથે રૂ. 399 કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો.
• એનએલસી ઈન્ડિયા વર્તમાન કોલ ઉત્પાદનને 40 લાખ ટન પરથી ઉત્પાદનને આગામી વર્ષે વધારીને 2 કરોડ ટન કરશે.
• શીપીંગ કોર્પોરેશને જણાવ્યું છે કે નોન-કોર એસેટ્સ અલગ યુનિટ્સમાં ટ્રાન્સફર કરવામાં આવશે.
• અલ્ટ્રાટેકે જણાવ્યું છે કે તે નવી ક્ષમતા વૃદ્ધિ માટે આંતરિક સ્રોતોમાંથી ફંડીંગ મેળવશે.
Market Opening 14 October 2021
October 14, 2021