બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
યુએસ બજારમાં સુધારો, એશિયામાં મિશ્ર ટ્રેન્ડ
સોમવારે યુએસ બજારમાં સુધારો નોંધાયો હતો. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 262 પોઈન્ટ્સના સુધારે 34870ની સપાટી પર બંધ રહ્યો હતો. આજે સવારે એશિયન બજારોમાં મિશ્ર ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જાપાન, સિંગાપુર, કોરિયા અને તાઈવાન પોઝીટીવ ઝોનમાં ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જ્યારે બીજી બાજુ હોંગ કોંગ અને ચીનના બજારો સાધારણ નરમાઈ સાથે ટ્રેડ થઈ રહ્યાં છે. સોમવારે યુરોપ બજારોએ પોઝીટીવ બંધ દર્શાવ્યું હતું.
SGX નિફ્ટીનો પોઝીટીવ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 32 પોઈન્ટ્સના સુધારે 17407ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ પોઝીટીવ ઓપનીંગ દર્શાવી શકે છે. બેન્ચમાર્ક છેલ્લા ચાર સત્રોથી રેંજ બાઉન્ડ ટ્રેડ દર્શાવી રહ્યો છે. તેને 17400ના સ્તર પર બંધ આપવામાં મુશ્કેલી પડી રહી છે. જો તે 17250ના તાજેતરના તળિયાની નીચે જશે તો ઝડપી ઘટાડો દર્શાવી શકે છે. ટ્રેડર્સે ચુસ્ત સ્ટોપલોસનું પાલન કરવું જરૂરી છે.
ક્રૂડમાં આગળ વધતો ધીમો સુધારો
વૈશ્વિક ક્રૂડના ભાવ ધીમે-ધીમે સુધરી રહ્યાં છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો આજે સવારે 0.41 ટકા સુધારા સાથે 73.81 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. આમ તે છેલ્લા દોઢ મહિનાની ટોચ પર જોવા મળે છે. 75 ડોલરનું સ્તર કૂદાવતાં તે 77 ડોલરના જુલાઈના ટોપને પર કરે તેવી શક્યતા છે. સમગ્રતયા ટ્રેન્ડ બુલીશ જણાય છે.
ગોલ્ડમાં વધ-ઘટનો અભાવ
ગોલ્ડ સતત ચાર સત્રોથી નાની રેંજમાં ટ્રેડ થઈ રહ્યું છે. કોમેક્સ ડિસેમ્બર વાયદો આજે 2 ડોલરની નરમાઈ સાથે 1792.45 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. તે 1800 ડોલર પર ટ્રેડ કરી શકતું નથી. 1790-1800 ડોલરની 10 ડોલરની રેંજમાં તે અથડાયેલું જોવા મળે છે. બજારની નજર મંગળવારે રજૂ થનારા યુએસ સીપીઆઈ ડેટા પર છે. જ્યારે ગુરુવારે યુએસ રિટેલ સેલ્સના આંકડા રજૂ થવાના છે. નેગેટિવ રિઅલ યિલ્ડ્સ, ઊંચા જીઓ પોલિટિકલ તણાવો અને માર્કેટ વોલેટિલિટીમાં વૃદ્ધિની શક્યતા વચ્ચે ગોલ્ડમાં તીવ્ર કરેક્શનની શક્યતા ઓછી છે. હાલમાં ગોલ્ડમાં ન્યૂટ્રલ વ્યૂ રાખવો જોઈએ. કેટલાંક સત્રો સુધી તે 1765-1830 ડોલરની રેંજમાં ટ્રેડિંગ દર્શાવતું રહે તેવું જણાય છે.
મહત્વની હેડલાઈન્સ
• વિપ્રોએ ટેનેસિ સ્થિત ફર્સ્ટ હોરાઈઝન બેંક સાથે વર્ચ્યુલબેંકને સર્વિસિસ પૂરી પાડવા માટે ભાગીદારી કરી છે.
• ઈન્ડિગો ચાલુ મહિને 38 નવી ફ્લાઈટ્સ શરુ કરશે.
• કેએનઆર કન્સ્ટ્રક્શને રૂ. 312.80 કરોડનો ઓર્ડર મેળવ્યો છે.
• રેડિંગ્ટનની તુર્કી સ્થિત પાંખ 3.5 કરોડ ડોલરમાં બ્રાઈટસ્ટાર ટેલિકોમ્યુનિકેશનની ખરીદી કરશે.
• હિંદુસ્તાન ટાઈમ્સે ડિશ ટીવીના 2 કરોડ શેર્સની ખરીદી કરી છે. તેણે રૂ. 19.22 પ્રતિ શેરના ભાવે આ ખરીદી કરી છે.
• ડીસીએમ શ્રીરામે શ્રીરામ એક્સિઓલના 17,32,500 શેર્સ ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.
• એએફ એન્ટરપ્રાઈસિસ ઉત્તર પ્રદેશ સ્ટેટ એગ્રો ઈન્ડ. કોર્પો. તરફથી 2021-22ના વર્ક ઓડર માટે એલવન બીડર તરીકે ક્વોલિફાઈ થઈ છે.
• સન ફાર્માસ્યુટીકલના પ્રમોટર સંઘવી ફાઈનાન્સે કંપનીના 33,93,333 ઈક્વિટી શેર્સ પ્લેજ કર્યાં છે.
• ભારત વાયરે નિકાસ અને સ્થાનિક માર્કેટ મળી લગભગ રૂ. 200 કરોડની હેલ્ધી ઓર્ડર બુક ઊભી કરી છે.
• જીએસટી કાઉન્સિલ ફાર્મા કંપનીઓને જીએસટી રેટ્સને 12 ટકાથી ઘટાડી 5 ટકા કરી રાહત આપવાનું વિચારે તેવા અહેવાલ છે.
• ગોદાવરી પાવરનું બોર્ડ રૂ. 10ની ફેસ વેલ્યૂના શેરના ટુકડા માટે તથા બોનસ ઈસ્યુ માટે વિચારણા કરવા માટે મળશે.
• અંબેર એન્ટરપ્રાઈઝિસે તેની યુએસ પાંખમાં એક લાખ ડોલરનું રોકાણ કર્યું છે.
• ઈન્ફોસિસે રૂ. 9200 કરોડના બાયબેકના ભાગરૂપે 5.58 કરોડ ઈક્વિટી શેર્સની ખરીદી કરી છે.
• ઝી એન્ટરપ્રાઈઝમાં 18 ટકા હિસ્સો ધરાવતાં ઈન્વેસ્કો ડેવલપીંગ માર્કેટ્સ ફંડે બોર્ડને ઈજીએમ બોલાવવા માટે અને બોર્ડમાં ફેરફાર કરવા માટે લેખિતમાં જણાવ્યું છે. ]
Market Opening 14 September 2021
September 14, 2021