Market Opening 15 Dec 2021

બ્લોગ કન્ટેન્ટ

માર્કેટ ઓપનીંગ

વૈશ્વિક બજારોમાં મિશ્ર વલણ

મંગળવારે યુએસ શેરબજારો તેમના તળિયાના સ્તરેથી પરત ફર્યાં હતાં. જોકે તેમણે નેગેટિવ બંધ જ દર્શાવ્યું હતું. એશિયન બજારો સાધારણ વધ-ઘટ સાથે ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જેમાં જાપાન, સિંગાપુર, કોરિયા અને ચીન નરમાઈ દર્શાવે છે. જ્યારે હોંગ કોંગ અને તાઈવાન સુધારો સૂચવી રહ્યાં છે. મંગળવારે યુરોપ બજારો નોંધપાત્ર ઘટાડા સાથે બંધ થયાં હતાં. જેઓ બુધવારે બાઉન્સ દર્શાવી શકે છે.

SGX નિફ્ટીનો ફ્લેટ ઓપનીંગનો સંકેત

સિંગાપુર નિફ્ટી 22 પોઈન્ટ્સના ઘટાડે 17311.50ના સ્તર પર ટ્રેડ દર્શાવી રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ સાધારણ નરમાઈ સાથે અથવા ફ્લેટ ઓપનીંગ દર્શાવી શકે છે. નિફ્ટીને 17200-17300ની રેંજમાં સપોર્ટ છે. જ્યારે 17500-17600ની રેંજમાં અવરોધ છે. બુધવારે રાતે યુએસ ખાતે ફેડ ચેરમેન ટેપરિંગને લઈને શું ટિપ્પણી કરે છે તે બજારોની આગામી દિવસોની રૂખ નિર્ધારિત કરશે.

વૈશ્વિક ક્રૂડમાં નરમાઈ

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ સતત બીજા દિવસે નરમાઈ દર્શાવી રહ્યાં છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 1.2 ટકાના ઘટાડે 72.81 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે. ઓમિક્રોનને લઈને વૈશ્વિક સ્તરે જોવા મળી રહેલાં ગભરાટ પાછળ ક્રૂડના ભાવ કેટલોક સમય માટે રેંજ બાઉન્ડ જોવા મળી શકે છે.

ગોલ્ડમાં અન્ડરટોન નરમ

વૈશ્વિક ગોલ્ડમાં મંગળવારે નરમાઈ જોવા મળી હતી. આજે તે 1771 ડોલર પર સાધારણ નરમાઈ સૂચવે છે. તેના માટે 1770 ડોલરનો સપોર્ટ છે. જે તૂટશે તો 1750 ડોલરનું સ્તર જોવા મળી શકે છે. ગોલ્ડમાં નરમાઈ સૂચવે છે કે ફેડ રિઝર્વ ટેપરિંગને લઈને આક્રમક વલણ અપનાવે તેવી પૂરી શક્યતાં છે. જે વર્તમાન ભાવે ગોલ્ડમાં ડિસ્કાઉન્ટ થઈ ચૂક્યું છે. આમ ગોલ્ડ પ્રતિક્રિયામાં એક ડૂબકી લગાવી બાઉન્સ પણ થઈ શકે છે.

મહત્વની હેડલાઈન્સ

• એચડીએફસીએ તેના 8.42 ટકા પેઈડ-અપ ઈક્વિટી શેર્સ સામે પ્લેજ કરાવ્યું છે.

• મોલ્ડ-ટેકે ક્વિપ ઈસ્યુ લોંચ કર્યો છે. જે માટે તેણે રૂ. 722.40 પ્રતિ શેરની ફ્લોર પ્રાઈસ નિર્ધારિત કરી છે.

• દિપક નાઈટ્રેટનું બોર્ડ 22 ડિસેમ્બરે ફંડ રેઈઝીંગ અંગે વિચારણા માટે મળશે.

• કેર રેટિંગ્સે તમિલનાડુ પેટ્રોપ્રોડક્ટ્સ માટે લોંગ ટર્મ બેંક સુવિધાઓ માટે રેટિંગને એ- પરથી સુધારી એ કર્યું છે. જ્યારે આઉટલૂક સ્ટેબલ બનાવ્યું છે.

• ગેઈલ દેશનું પ્રથમ ઈલેક્ટ્રોલાઈઝર ખરીદવાનું વિચારી રહી છે. તે યુએસ ખાતેથી એલએનજી લાવવા માટે શીપ હાયર કરી શકે છે.

• આઈટીસીના ચેરમેન સંજીવ પુરીએ જણાવ્યું છે કે કંપની એફએમસીજી બિઝનેસના ડિમર્જર માટે તથા આઈટી બિઝનેસના લિસ્ટીંગ માટે ખૂલ્લું મન ધરાવે છે.

• ફાઈઝરની કોવિડ ડ્રગને કારણે હોસ્પિટલાઈઝેશન અને ડેથના કિસ્સામાં 89 ટકા ઘટાડો થતો હોવાનું જોવા મળ્યું છે.

• નેટકો ફ્રામા 1.8 કરોડ ડોલરમાં ડેશ ફાર્માની ખરીદી કરશે.

• ભારતી એરટેલ દેશમાં 5જી આધારિત એન્ટરપ્રાઈઝ ગ્રેડ સોલ્યુશન્સ માટે કેપજેમિની સાથે જોડાણ કરી રહી છે.

• ગ્રાસિમમાં પ્રમોટર જૂથે 65 હજાર શેર્સની ખરીદી કરી છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage