બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
શેરબજારોમાં જોવા મળી રહેલાં ફ્લેટ કામકાજ
સોમવારે 3 ટકાથી વધુના ઘટાડો દર્શાવનારા વૈશ્વિક શેરબજારોમાં મંગળવારે સ્થિરતા જોવા મળી રહી છે. યુએસ બજારોમાં સાધારણ ઘટાડા સાથે બંધ પાછળ એશિયન બજારો પણ નેગેટિવ ઝોનમાં ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જોકે તેઓ બહુ મામૂલી ઘટાડો સૂચવે છે. તાઈવાન અને ચીન માર્કેટ્સ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જ્યારે જાપાન, સિંગાપુર, હોંગ કોંગ અને કોરિયા નજીવો ઘટાડો સૂચવે છે.
SGX નિફ્ટીનો ગેપ-અપ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી ગેપ-અપ ઓપનીંગનો સંકેત આપી રહ્યો છે. તે 123 પોઈન્ટ્સ સુધારા સાથે 16961.50ના સ્તર પર ટ્રેડ દર્શાવી રહ્યો છે. આમ ભારતીય બજાર 17 હજારના સ્તર આસપાસ ઓપનીંગ દર્શાવી શકે છે. નિફ્ટીમાં 16410નો મહત્વનો સપોર્ટ છે. જ્યારે સુધારા બાજુએ 16200નો અવરોધ છે. જે પાર થશે ત્યારબાદ વધુ સુધારો જોવા મળી શકે છે.
ક્રૂડમાં મક્કમ અન્ડરટોન
વૈશ્વિક ક્રૂડના ભાવમાં સોમવારે તેની સાત વર્ષોની ટોચ જોવા મળી હતી. જોકે ત્યારબાદ દિવસ દરમિયાન તે 93-95 ડોલરની રેંજમાં અથડાયેલાં રહ્યાં હતાં. આજે બ્રેન્ટ ક્રૂડ વાયદો ફરી 96.13 ડોલરની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો છે. જે તેના 96.76 ડોલરની સોમવારની ટોચ નજીકનું સ્તર છે. યુક્રેન-રશિયા તંગદિલીમાં ઘટાડાના અહેવાલ પાછળ જ તેમાં ઘટાડો જોવા મળી શકે છે. અન્યથા તે 100 ડોલરનું સ્તર પણ પાર કરે તેવી શક્યતા એનાલિસ્ટ્સ વ્યક્ત કરી રહ્યાં છે.
ગોલ્ડમાં તીવ્ર ઉછાળો
વૈશ્વિક ગોલ્ડના ભાવમાં સોમવારે ઝડપી ઉછાળો નોંધાયો હતો. કોમેક્સ ગોલ્ડ વાયદો 50 ડોલરથી વધુ ઉછળી 1870 ડોલર પર ટ્રેડ થયો હતો. જ્યારે આજે સવારે તે વધુ 9 ડોલરના સુધારે 1879 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. ગોલ્ડમાં હવે 1900 ડોલરનું ટાર્ગેટ છે. જે પાર થશે તો તે નવી ટોચ દર્શાવવા તરફ આગળ વધી શકે છે.
મહત્વની હેડલાઈન્સ
• કોલ ઈન્ડિયાએ જાન્યુઆરીમાં 9.96 કરોડ ટનનું ઉત્પાદન નોંધાવ્યું હતું. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 47.7 ટકા ઉછળી રૂ. 4556.5 કરોડ પર રહ્યો હતો. ગયા વર્ષે તે રૂ. 3084.1 કરોડ પર હતો.
• ભારતે ખાદ્યતેલો પરની ડ્યુટી ઘટાડતાં પામ તેલના ભાવ વિક્રમી સપાટી નજીક પહોંચ્યાં.
• વિદેશી રોકાણકારોએ સોમવારે ભારતીય બજારમાં રૂ. 4250 કરોડની વેચવાલી દર્શાવી હતી.
• આરબીઆઈએ 18 ફેબ્રુઆરીએ રાખેલાં ગવર્મેન્ટ સિક્યૂરિટીઝના ઓક્શનને મોકૂફ રાખ્યું છે.
• પેટીએમની માલિક વન 97 કોમ્યુનિકેશને જણાવ્યું છે કે જાન્યુઆરીમાં મર્ચન્ટ પેમેન્ટ્સ પ્રોસેસ્ડમાં બમણી વૃદ્ધિ જોવા મળી હતી.
• પેન્નાર ઈન્ડસ્ટ્રીઝે રૂ. 647 કરોડનો ઓર્ડર મેળવ્યો છે.
• વેંદાતોએ તાઈવાનની ફોક્સકોન સાથે ભારતમાં સેમીકંડક્ટર્સ બનાવવા માટે સંયુક્તસાહસની રચના કરી છે.
• ઓએનજીસી કેજી બ્લોકમાંથી આગામી વર્ષે પ્રથમ ઓઈલ ઉત્પાદન જોઈ રહી છે. ગેસ ઉત્પાદનને પણ વેગ મળશે.
• ફ્યુચલ રિટેલે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 1080 કરોડનું નુકસાન દર્શાવ્યું છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 841 કરોડ પર હતી.
• આઈશર મોટર્સે ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 456 કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે રૂ. 533 કરોડ પર હતો.
• રિલાયન્સ જીઓ મોબાઈલ સ્ટાર્ટઅપ ગ્લાન્સમાં 20 કરોડ ડોલરનું રોકાણ કરશે.
• જાન્યુઆરીમાં નિકાસે 38.9 ટકા વૃદ્ધિ દર્શાવી હતી. આયાતમાં 38.5 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. જ્યારે વેપાર ખાધ 21.7 અબજ ડોલર પર રહી હતી.