Market Opening 15 July 2021

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
એશિયન બજારો ગ્રીન ઝોનમાં
બુધવારે નરમ રહ્યાં બાદ એશિયન બજારો ફરી સુધારો દર્શાવી રહ્યાં છે. જોકે તેમાં જાપાન અને સિંગાપુર અપવાદ છે. ચાલુ સપ્તાહ લાંબા સમય બાદ એવું સપ્તાહ છે જેમાં અત્યાર સુધીમાં ચારમાંથી ત્રણ સત્રોમાં એશિયન બજારો પોઝીટીવ જળવાયાં છે. આજે હોંગ કોંગ 1.2 ટકા સાથે સૌથી સારો સુધારો દર્શાવી રહ્યું છે. જ્યારે તાઈવાન પણ 0.5 ટકા મજબૂતી સૂચવે છે. ચીન અને કોરિયન બજારો પણ ગ્રીન જોવા મળી રહ્યાં છે.
SGX નિફ્ટીનો ફ્લેટ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી ફ્લેટ ઓપનીંગ સૂચવે છે. તે 18 પોઈન્ટ્સની મજબૂતી સાથે 15881ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જો સ્થાનિક બજાર આજે 15900ના સ્તરને પાર કરવામાં સફળ રહેશે તો ટૂંકમાં જ 16000ની સપાટી જોવા મળી શકે છે. બજાર માટે ખાસ કોઈ નેગેટિવ ટ્રિગર્સ જોવા મળતાં નથી. જોકે પ્રથમ ક્વાર્ટરના પરિણામો કદાચ અપેક્ષા જેટલાં મજબૂત જોવા મળી રહ્યાં નથી. અગ્રણી બે આઈટી કંપનીઓ બજારની અપેક્ષાને સંતોષવામાં નિષ્ફળ રહી છે.
ક્રૂડમાં રેંજ બાઉન્ડ ટ્રેડ
ચાલુ સપ્તાહે વૈશ્વિક ક્રૂડ રેંજ બાઉન્ડ ટ્રેડ દર્શાવી રહ્યું છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 73-76 ડોલરની રેંજમાં જોવા મળ્યો છે. આજે સવારે તે એક ટકા નરમાઈ સાથે 74 ડોલરની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો છે. સાઉદી અરેબિયા અને યુએઈ વચ્ચે ક્રૂડના પ્રોડક્શન પ્રોગ્રામને લઈને સમજૂતી થયાના અહેવાલ છે. જે મુજબ યૂએઈ ક્રૂડનું વધુ ઉત્પાદન જાળવી શકશે. આમ આ અહેવાલ પાછળ ક્રૂડ ધીમો ઘસારો દર્શાવી શકે છે.
સોનુ મક્કમ
વૈશ્વિક બજારમાં સોનુ મક્કમ જોવા મળે છે. તે 1825 ડોલરની સપાટી પર ટ્રેડ થઈ રહ્યું છે. તેણે 1820 ડોલરના સ્તરને પાર કરતાં 1900 ડોલર સુધીની જગા થઈ છે અને ટૂંકમાં જ તે ઝડપી તેજી દર્શાવે તેવી શક્યતા છે. ચાંદી પણ ફરી 26 ડોલર પર ટ્રેડ દર્શાવી રહી છે. જોકે તે સોનાની સામે અન્ડરપર્ફોર્મન્સ સૂચવે છે.
મહત્વની હેડલાઈન્સ
• સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો કરેલો વધારો. અગાઉના 17 ટકા સામે હવેથી 28 ટકા મોંઘવારી ભથ્થું મળશે.
• ભારતીય શીપીંગ કંપનીઓને સબસિડી માટેના પ્લાનને મંજૂરી.
• ભારતીય ડેટા રૂલ્સનો ભંગ કરનાર માસ્ટરકાર્ડ ત્રીજી યુએસ કંપની. 22 જુલાઈથી નવા ગ્રાહકો ઉમેરવા પર આરબીઆઈનો પ્રતિબંધ.
• આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ ફંડે એનએફઓમાં વિક્રમી 1.3 અબજ ડોલર ઊભાં કર્યાં.
• સુપ્રીમ કોર્ટે ફ્રેન્કલીન કેસમાં રેગ્યુલેટરની સત્તાઓને સર્વોપરી ગણાવી.
• 14 જુલાઈ સુધીમાં દેશમાં વરસાદ સામાન્ય કરતાં 5 ટકા નીચો.
• વૈશ્વિક ફંડ્સે બુધવારે રૂ. 1300 કરોડની વેચવાલી દર્શાવી.
• સ્થાનિક ફંડ્સે બુધવારે રૂ. 1340 કરોડની ખરીદી કરી.
• આજે જૂન માટેના આયાત-નિકાસ આંકડા રજૂ થશે.
• અદાણી પોર્ટ્સે અદાણી ગંગાવરમ પોર્ટની સ્થાપના કરી.
• અમર રાજા બેટરીઝે જણાવ્યું છે કે આંધ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ઓર્ડર પર વચગાળાના મોકૂફીના નિર્ણયને કોર્ટે લંબાવ્યો છે.
• જેએસડબલ્યુની 2030 સુધીમાં ક્લિન પાવરમાં 10 અબજ ડોલરનું રોકાણ કરવાની યોજના.
• એલએન્ડટી ટેક્નોલોજીએ પ્રથમ ક્વાર્ટરમાં રૂ. 216 કરોડનો નફો નોંધાવ્યો. આવક 18 ટકા વધી રૂ. 1502 કરોડ રહી.
• વર્ટેક્સે ફાર્મા કંપની લ્યુપિન પર સિસ્ટીક ફાઈબ્રોસિસ ડ્રગની કોપી કરવા બદલ ફરિયાદ કરી.
• મેરિકો ઈન્ડસ્ટ્રીઝ એપ્કોસ નેચરલ્સમાં 60 ટકા હિસ્સો ખરીદવા માટે વ્યૂહાત્મક રોકાણ કરશે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage