બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
નવા સપ્તાહે એશિયન બજારોમાં નરમાઈ યથાવત
ગયા સપ્તાહાંતે યુએસ બજાર સાધારણ સુધારા સાથે તેની સર્વોચ્ચ સપાટી પર બંધ રહ્યું હતું. જોકે એશિયન બજારોએ સપ્તાહની શરૂઆત નરમાઈ સાથે દર્શાવી છે. જેમાં જાપાનનો નિક્કાઈ 1.92 ટકા સાથે સૌથી વધુ ઘટાડો દર્શાવી રહ્યો છે. જ્યારે સિંગાપુર, હોંગ કોંગ, તાઈવાન અને કોરિયા પર નરમાઈ સાથે ટ્રેડ થઈ રહ્યાં છે. એકમાત્ર ચીનનું બજાર સાધારણ પોઝીટીવ જોવા મળી રહ્યું છે.
SGX નિફ્ટીનો ગેપ-ડાઉન ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 37 પોઈન્ટ્સના ઘટાડે 16491ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ લગભગ ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવશે. નિફ્ટીને 16200 અને 16000ના સપોર્ટ છે. જે તૂટે નહિ ત્યાં સુધી લોંગ પોઝીશન જાળવવી જોઈએ. ઉપરમાં તેના માટે મેદાન મોકળુ છે. 16650 બાદ 16800 અને 17000 સુધીના ટાર્ગેટ્સ જોવામાં આવી રહ્યાં છે.
ક્રૂડમાં નરમાઈ
વૈશ્વિક બજારમાં ક્રૂડ ફરી 70 ડોલર નીચે ટ્રેડ દર્શાવી રહ્યું છે. જેમાં બ્રેન્ટ ક્રૂડ વાયદો 1.1 ટકા ઘટાડા સાથે 69.81 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. જો તે 68 ડોલરની નીચે બંધ આપશે તો 62 ડોલર સુધીનો ઘટાડો સંભવ છે. નોંધપાત્ર સમયથી તે 68 ડોલરથી 75 ડોલરની રેંજમાં ટ્રેડ થઈ રહ્યો છે.
ગોલ્ડમાં મજબૂતી
વૈશ્વિક બજારમાં ગોલ્ડ 1780 ડોલરની સપાટી પર પરત ફર્યું છે. તેણે નીચેના સ્તરેથી નોંધપાત્ર સુધારો દર્શાવ્યો છે. જે સૂચવે છે કે ડોલરમાં નરમાઈ જોવા મળી શકે છે. તે એમ પણ દર્શાવે છે કે યુએસ ખાતે ટેપરિંગની શક્યતા ઓછી છે. ફેડ ફુગાવા વૃદ્ધિ વચ્ચે ટેપરિંગ ના કરે તેવું બની શકે.
મહત્વની હેડલાઈન્સ
• ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ભારત રૂ. 1.4 લાખ કરોડનો ખર્ચ કરશે.
• અગ્રણી એલએનજી ખરીદારના જણાવ્યા મુજબ ઊંચા ભાવોને કારણે ખરીદી પાછી ઠેલવી પડી રહી છે.
• વોડાફોન-આઈડિયાએ જૂન ક્વાર્ટરમાં રૂ. 7320 કરોડની ખોટ દર્શાવી.
• પેગાસસ કેસને લઈને 16 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી.
• ઓલાએ ઈ-સ્કૂટરનું પ્રાઈસિંગ પરંપરાગતુ બાઈક્સ નજીક રાખ્યું.
• યુએસ યિલ્ડ્સમાં વૃદ્દિને કારણે ઈમર્જિંગ માર્કેટ ચલણોમાં નરમાઈ સંભવ.
• મીંડા ઈન્ડસ્ટ્રીઝનો નફો રૂ. 15.42 કરોડ પર રહ્યો.
• રૂચી સોયાએ જૂન ક્વાર્ટરમાં રૂ. 174 કરોડનો નફો નોંધાવ્યો.
• જેકે સિમેન્ટે રૂ. 208 કરોડનો નફો દર્શાવ્યો. ગયા વર્ષે સમાનગાળામાં તે રૂ. 77 કરોડ પર હતો.
• બેયર ક્રોપ સાયન્સે રૂ. 254 કરોડનો નફો નોંધાવ્યો. જે ગયા વર્ષે રૂ. 251 કરોડ પર હતો.
• જીઆર શીપીંગઃ કંપનીએ રૂ. 20.6 કરોડનો નફો દર્શાવ્યો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 14 લાખ પર હતો. કંપનીની આવક રૂ. 110 કરોડથી વધુ રૂ. 304 કરોડ પર જોવા મળી.
• જિંદાલ પોલીનો નફો રૂ. 232 કરોડ પર જોવા મળ્યો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 130 કરોડ પર હતો. કંપનીની આવક રૂ. 771 કરોડ પરથી વધી રૂ. 1341 કરોડ પર રહી.
Market Opening 16 August 2021
August 16, 2021