Market Opening 17 Jan 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
યુએસ સહિત મોટાભાગના એશિયન બજારો નરમ
વૈશ્વિક શેરબજારોમાં દિશાહિન ટ્રેન્ડ જળવાયો છે. શુક્રવારે સપ્તાહાંતે યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 202 પોઈન્ટ્સ નરમાઈ સાથે બંધ આવ્યો હતો. યુરોપિયન બજારો પણ નેગેટિવ બંધ જોવા મળ્યાં હતાં. જેની પાછળ આજે એશિયન બજારોમાં જાપાન અને તાઈવાનને બાદ કરતાં અન્ય બજારોમાં નરમાઈ જોવા મળી રહી છે. જેમાં કોરિયન બજાર 1.11 ટકાનો ઘટાડો સૂચવે છે. હોંગ કોગ માર્કેટ 0.7 ટકા ઘટાડો સૂચવે છે.
SGX નિફ્ટીનો ગેપ-ડાઉન ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 75 પોઈન્ટ્સના ઘટાડે 18199 પર ટ્રેડ દર્શાવી રહ્યો છે. જે સૂચવે છે કે ભારતીય બજાર પણ ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવી શકે છે. નિફ્ટીને 18050ના સ્તરે સપોર્ટ છે. જેને સ્ટોપલોસ તરીકે જાળવી લોંગ પોઝીશન હોલ્ડ કરી શકાય. શુક્રવારે ભારતીય બજાર તળિયાના સ્તરેથી નોંધપાત્ર બાઉન્સ સાથે લગભગ ફ્લેટ બંધ આપવામાં સફળ રહ્યું હતું. આમ બજારમાં અન્ડરટોન મજબૂત હોવાનો સંકેત મળે છે. જોકે આમ બજેટ જેવી ઈવેન્ટ પાછળ બજારમાં બે બાજુની વધ-ઘટ જોવા મળી શકે છે. લેવરેજ્ડ પોઝીશનથી દૂર રહેવું જોઈએ.
ક્રૂડમાં મજબૂતી
વૈશ્વિક ક્રૂડના ભાવ છેલ્લાં કેટલાંક વર્ષોની નવી ટોચ દર્શાવવા તૈયાર જણાય છે. બ્રેન્ટ ઓઈલ ફ્યુચર્સ 86.15 ડોલર પર ટ્રેડ દર્શાવી રહ્યો છે. જે 86.69ની તેની પાંચ વર્ષોની ટોચથી નજીક છે. આ સ્તર પાર થશે તો બ્રેન્ટ 90-95 ડોલરની રેંજમાં ઝડપથી ટ્રેડ દર્શાવી શકે છે.
ગોલ્ડ મક્કમ
વૈશ્વિક ગોલ્ડના ભાવમાં અન્ડરટોન મજબૂત જણાય છે. કોમેક્સ ગોલ્ડ વાયદો 1818 ડોલરની સપાટી પર ટ્રેડ દર્શાવી રહ્યો છે. જો તે 1820 ડોલર પર ટકવામાં સફળ રહેશે તો નવી ટ્રેડિંગ રેંજમાં જોવા મળી શકે છે. ગોલ્ડ નોંધપાત્ર અન્ડરપર્ફોર્મન્સ દર્શાવી રહ્યું છે. યુએસ ખાતે ઈન્ફ્લેશન ડેટા 40 વર્ષની ટોચ પર આવ્યાં બાદ પણ તેણે કોઈ તીવ્ર પ્રતિક્રિયા નથી દર્શાવી. તેના નવા ટાર્ગેટ્સ 1850 ડોલર અને 1900 ડોલરના રહેશે.
HDFC બેંકનો નફો 18 ટકા ઉછળી રૂ. 10342 કરોડ રહ્યો
દેશની અગ્રણી પ્રાઈવેટ સેક્ટર બેંક એચડીએફસી ડિસેમ્બર ક્વાર્ટરમાં અપેક્ષિત પરિણામો દર્શાવતાં રૂ. 10342 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 8758.29 કરોડની સરખામણીમાં 18 ટકા વૃદ્ધિ દર્શાવે છે. બેંકે લોન ગ્રોથ સાથે એસેટ ક્વોલિટીમાં પણ સુધારો નોંધાવ્યો હતો. બેંકની કુલ સ્ટેન્ડ અલોન રેવન્યૂ રૂ. 40651.60 કરોડ રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 37522.92 કરોડ પર હતી. જ્યારે બેંકની નેટ રેવન્યૂ 12.1 ટકા વૃદ્ધિ સાથે રૂ. 26627 કરોડ રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 23760.8 કરોડ પર હતી. દેશમાં સૌથી ઊંચું માર્કેટ-કેપ ધરાવતી બેંકે ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ્સમાં પણ ત્રિમાસિક ધોરણે ઘટાડો નોંધાવ્યો હતો. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 1.35 ટકા પરથી ડિસેમ્બરમાં તે ઘટીને 1.26 ટકા પર રહી હતી. જોકે વાર્ષિક ધોરણે ગ્રોસ એનપીએમાં વૃદ્ધિ જોવા મળી હતી. ગયા વર્ષે સમાનગાળામં તે 0.81 ટકા પર હતી. બેંકની નેટ એનપીએ જોકે નેટ એડવાન્સિસના 0.37 ટકા પર રહી હતી. બેંકની કુલ બેલેન્સ શીટ સાઈઝ ડિસેમ્બર 2020ના આખરમાં રૂ. 16,54,228 કરોડ પરથી વધી રૂ. 19,38,286 કરોડ પર જોવા મળી હતી. ડિસેમ્બર ક્વાર્ટરમાં કુલ ડિપોઝીટ્સ રૂ. 14,45,918 કરોડ પર હતી. જે વાર્ષિક ધોરણે 13.8 ટકા વૃદ્ધિ દર્શાવતી હતી. કાસા ડિપોઝીટ્સમાં 24.6 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. જેમાં સેવિંગ્ઝ એકાઉન્ટ ડિપોઝીટ્સ રૂ. 4.71 લાખ કરોડ પર જોવા મળતી હતી. નવ મહિના માટે બેંકનો નેટ પ્રોફિટ 17.3 ટકા વૃદ્ધિ સાથે રૂ. 26906.2 કરોડ પર જોવા મળી રહ્યો હતો.

2021માં ચીનની ટ્રેડ સરપ્લસ 676 અબજ ડોલરના વિક્રમી સ્તરે
ચીને કેલેન્ડર 2021 માટે વિક્રમી ટ્રેડ સરપ્લસ નોંધાવ્યું છે. વૈશ્વિક સ્તરે મહામારી વચ્ચે નિકાસ કામગીરી સારી જળવાતાં તે આમ કરી શક્યો છે. કેલેન્ડર 2020ની આખરમાં ચીન પાસે 523.99 અબજ ડોલરનું ટ્રેડ સરપ્લસ જોવા મળતું હતું. આમ તેણે 2021માં 142 અબજ ડોલરનું સરપ્લસ ઉમેર્યું છે. 1950થી સરપ્લસ રેકર્ડ નોંધણી શરૂ કર્યાં બાદનો તે વિક્રમી વધારો છે. ડિસેમ્બરમાં જ ટ્રેડ સરપ્લસ માસિક ધોરણે 94.46 અબજ ડોલર વધ્યું હતું. જે ઓગસ્ટ 1994 બાદથી માસિક નોંધણી શરૂ થયા બાદની સૌથી મોટી રકમ છે. નવેમ્બરમાં પણ ચીને ટ્રેડ સરપ્લસમાં 71.72 અબજ ડોલરની વૃદ્ધિ દર્શાવી હતી. યુએસ સાથે ચીન તોતિંગ ટ્રેડ સરપ્લસ ધરાવે છે. ડિસેમ્બરમાં તે 39.23 અબજ ડોલર પર રહી હતી. જે સપ્ટેમ્બરમાં જોવા મળેલી ચાલુ વર્ષની 42 અબજ ડોલરની ટોચ કરતાં નીચી રહી હતી. યુએસ ખાતે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન વખતે ચીન ખાતેની નિકાસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.


મહત્વની હેડલાઈન્સ
• એચસીએલ ટેક્નોલોજિસે હંગેરીની ડેટા એન્જિનીયરીંગ સર્વિસિસ કંપની સ્ટાર્સકેમાને ખરીદી લીધી છે.
• એચસીએલ ટેક્નોલોજીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 21674 કરોડના અંદાજ સામે રૂ. 22331 કરોડની આવક મેળવી છે. જ્યારે ચોખ્ખો નફો રૂ. 3390 કરોડની અપેક્ષા સામે રૂ. 3442 કરોડ જોવા મળ્યો છે.
• હીરો મોટોકોર્પના બોર્ડે એથર એનર્જીમાં રૂ. 420 કરોડના ઈન્વેસ્ટમેન્ટને મંજૂરી આપી છે.
• ટિનપ્લેટ ઈન્ડિયાએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 1179 કરોડની આવક દર્શાવી છે. જે ગયા વર્ષે રૂ. 615 કરોડ પર હતી. કંપનીનો ચોખ્ખો નફો રૂ. 33 કરોડની સરખામણીમાં રૂ. 95 કરોડ રહ્યો છે.
• મારુતિ સુઝુકીએ વિવિધ ઈનપુટ કોસ્ટ્સમાં વૃદ્ધિને ધ્યાનમાં રાખી પ્રાઈસમાં ફેરફાર કર્યાં છે.
• ઓઈલ ઈન્ડિયાની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી ઓઈલ ઈન્ડિયા(યૂએસએ)એ નીઓબ્રાપા શેલ એસેટમાંનો તેનો સંપૂર્ણ હિસ્સો વેચાણ કર્યો છે.
• જેકે પેપરે ગુજરાતમાં તેના નવા પેકેજિંગ બોર્ડ પ્લાન્ટનું કમર્સિયલ પ્રોડક્શન શરૂ કર્યું છે.
• હિંદુજા ગ્લોબલ નેક્સ્ટડિજીટલનો ડિજિટલ બિઝનેસને શેર્સ ઈસ્યુ કરીને ખરીદશે.
• દાલમિયા ભારતે મહારાષ્ટ્રમાં ચંદ્રપુર ખાતે કમર્સિયલ પ્રોડક્શન શરૂ કર્યું છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage