Market Opening 16 July 2021

માર્કેટ ઓપનીંગ



એશિયન બજારોમાં નરમ અન્ડરટોન

ગુરુવારે યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ પોઝીટીવ ટેરિટરીમાં બંધ આપવામાં સફળ રહ્યો હતો. જોકે એશિયન બજારોની સ્થિતિમાં કોઈ સુધારો નથી. તેઓ સુસ્ત અને નીરસ જણાય રહ્યાં છે. આજે સવારે સિંગાપુરને બાદ કરતાં તમામ એશિયન બજારો નરમાઈ દર્શાવી રહ્યાં છે. જેમાં જાપાનનું બજાર એક ટકાથી વધુ ઘટાડો સૂચવે છે. જ્યારે હોંગ કોંગ, તાઈવાન, કોરિયા અને ચીનના બજારો 0.8 ટકા સુધીનો ઘસારો દર્શાવી રહ્યાં છે.

SGX નિફ્ટીનો પોઝીટીવ ઓપનીંગનો સંકેત

સિંગાપુર નિફ્ટી 37 પોઈન્ટ્સના સુધારા સાથે 15959ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ ગેપ-અપ ઓપનીંગ દર્શાવશે. નિફ્ટી નવી ટેરિટરીમાં ટ્રેડ થઈ રહ્યો છે. ગુરુવારે 15915ની સપાટીને પાર કરી તેણે મહત્વનું બ્રેકઆઉટ નોંધાવ્યું છે. હવેનો તેનો ટાર્ગેટ 16200નો છે. લોંગ ટ્રેડર્સે 15700ની સપાટીને સ્ટોપલોસ તરીકે જાળવી લોંગ પોઝીશન હોલ્ડ કરવી. માર્કેટમાં આઈટી અને ફાર્મા શેર્સ તરફથી મુખ્ય સપોર્ટ મળી રહેશે.

ક્રૂડમાં ધીમી નરમાઈનો ક્રમ

વૈશ્વિક ક્રૂડના ભાવમાં ધીમો ઘસારો જોવા મળી રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો સાધારણ ઘટાડે 73.43 ડોલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જો તે 70 ડોલરની સપાટી ગુમાવશે તો ઝડપથી 60 ડોલર સુધીનો ઘટાડો જોવા મળી શકે છે.

મહત્વની હેડલાઈન્સ

· કેન્દ્ર સરકારે પ્રથમ છ મહિના માટે રાજ્યોને 10 અબજ ડોલર ચૂકવ્યાં છે.

· જૂન મહિના માટેની વેપાર ખાધ 9.37 અબજ ડોલર રહી છે. જે 9.4 અબજ ડોલરના અંદાજથી નીચે જોવા મળી છે.

· જૂન મહિના દરમિયાન દેશની નિકાસ વાર્ષિક ધોરણે 48.34 ટકા વધી 32.5 અબજ ડોલર પર રહી હતી. જ્યારે આયાત 98.31 ટકા ઉછળી 41.87 અબજ ડોલર પર જોવા મળી હતી.

· આરબીઆઈ ટૂંક સમયમાં જ ફાઈનાન્સિયલ ઈન્ક્લૂઝન ઈન્ડેક્સ રજૂ કરશે એમ આરબીઆઈ ગવર્નરે જણાવ્યું છે.

· આરબીઆઈના મતે ત્રીજા ક્વાર્ટર દરમિયાન સપ્લાય તરફનું દબાણ ઓછું થતાં ફુગાવામાં રાહત મળશે.

· 2020-21માં બાગાયતી પાકોના ઉત્પાદનમાં 2.9 ટકા વૃદ્ધિનો અંદાજ.

· વૈશ્વિક ફંડ્સે ગુરુવારે ભારતીય બજારમાં રૂ. 2.65 કરોડનું વેચાણ દર્શાવ્યું હતું. જ્યારે સ્થાનિક ફંડ્સે રૂ. 439 કરોડની ખરીદી કરી હતી.

· રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રિટેલ અને ઓટુસી યુનિટ્સના લિસ્ટીંગ માટે વિચારી રહ્યું હોવાના અહેવાલ.

· ફ્રેન્કલીન ટેમ્પલ્ટન કેસમાં સેબીએ ટ્રિબ્યુનલ વિરુધ્ધ સુપ્રીમ કોર્ટમાં કરેલી ફરિયાદ.

· જૂન મહિના દરમિયાન બંધન બેંકના એડવાન્સિસમાં 8 ટકા વૃદ્ધિ જ્યારે ડિપોઝિટ્સમાં 28 ટકા વૃદ્ધિ નોંધાઈ.

· સાયન્ટ લિ.એ પ્રથમ ક્વાર્ટરમાં આવકમાં 41 ટકા વૃદ્ધિ સાથએ રૂ. 115 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો.

· લોજિસ્ટીક્સ કંપની ગતિ તેના ગતિ કૌસરમાંના 69.8 ટકા હિસ્સાનું માંડલ કેપિટલને વેચાણ કરશે.

· ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની પારાદિપ રિફાઈનરીમાં ટેકનિકલ પ્રોબ્લેમ્સને કારણે કામકાજ આંશિકપણે બંધ.

· એનએમડીસીનો ઓએફએસ આજથી ખૂલશે. 18 તારીખ સુધી ચાલુ રહેશે. કંપની 89 લાખ શેર્સનું વેચાણ કરશે. સ્ટાફને રૂ. 165.50ના ભાવે શેર ઓફર કરશે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage