Market Opening 16 September 2021

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
યુએસમાં સુધારા વચ્ચે એશિયામાં નરમાઈ યથાવત
વૈશ્વિક બજારોમાં યુએસ ખાતે બુધવારે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 237 પોઈન્ટ્સના સુધારે 34184 પર બંધ રહ્યો હતો. નાસ્ડેક પણ 124 પોઈન્ટ્સ સુધારા સાથે બંધ જોવા મળ્યો હતો. જોકે એશિયન બજારોમાં નરમાઈનો ટ્રેન્ડ યથાવત છે. એકમાત્ર સિંગાપુર બજાર 0.17 ટકાના સાધારણ સુધારા સાથે પોઝીટીવ ટ્રેન્ડ દર્શાવી રહ્યું છે. જ્યારે જાપાન, હોંગ કોંગ, તાઈવાન, કોરિયા અને ચીન નરમાઈ સૂચવે છે. હોંગ કોંગ બજાર વધુ 1.11 ટકા ઘટાડા સાથે ટ્રેડ દર્શાવી રહ્યું છે. જ્યારે જાપાન અને કોરિયા 0.5 ટકાથી વધુ ઘટાડો સૂચવે છે.
SGX નિફ્ટીનો ફ્લેટ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 10 પોઈન્ટ્સની સાધારણ નરમાઈ સાથે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર લગભગ ફ્લેટ ઓપનીંગ દર્શાવશે. નિફ્ટીએ 17400ના અવરોધને પાર કરતાં તેના માટે 17500-17800નો નવો ટાર્ગેટ ઝોન ઓપન થયો છે. માર્કેટને બુધવારે બ્રોડ બેઝ સપોર્ટ મળ્યો હતો. જે બીજા દિવસે પણ જળવાય શકે છે.
ક્રૂડ બે વર્ષની ટોચ ભણી
વૈશ્વિક ક્રૂડમાં મજબૂતી જોવા મળી રહી છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 75 ડોલરનું સ્તર કૂદાવી ગયો છે. આજે સવારે તે 0.4 ટકા સુધારા સાથે 75.75 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. જે 7 જુલાઈનો રોજ દર્શાવેલી 77 ડોલરની ટોચથી સવા ડોલર છેટે છે. જો આ સ્તર પાર થશે તો બ્રેન્ટ વાયદો 80 ડોલર અને ત્યારબાદ 85 ડોલરના સ્તર દર્શાવી શકે છે.
ગોલ્ડમાં બે બાજુની વધ-ઘટ
મંગળવારે 1800 ડોલરની સપાટી પર ટ્રેડ દર્શાવનાર વૈશ્વિક ગોલ્ડ બુધવારે ફરી તેની નીચે ઉતરી ગયું હતું. આજે સવારે તે એક ડોલરના સુધારા સાથે 1796 ડોલર પર ટ્રેડ દર્શાવી રહ્યું છે. ગોલ્ડની બ્રોડ રેંજ 1765 ડોલરથી 1830 ડોલરની છે. તે જે બાજુ બ્રેકઆઉટ દર્શાવશે એ બાજુ ઝડપી મોમેન્ટમ જોવા મળી શકે છે.
મહત્વની હેડલાઈન્સ
• સરકાર ટેલિકોમ કંપનીઓને તેમના ઋણ ચૂકવણીમાં ચાર વર્ષનું મોરેટોરિયમ આપશે.
• સરકારે ડ્રોન્સ અને ક્લિન વ્હીકલ્સ માટે 3.5 અબજ ડોલરની રાહતો જાહેર કરી.
• બંધ સ્થિતિમાં રહેલા પાવર પ્લાન્ટ કામ કરતાં થાયતે માટે સરકારે નવા નિયમો ઘડ્યાં.
• સરકાર એલઆઈસીમાં 5-10 ટકા હિસ્સાનું વેચાણ કરશે. વીમા કંપનીનું વેલ્યૂએશન 109 અબજ ડોલર પર જોઈ રહેલી સરકાર.
• ટાટા સન્સે એર ઈન્ડિયા માટે ફાઈનાન્સિયલ બીડ રજૂ કર્યું.
• 15 સપ્ટેમ્બરે દેશમાં સરેરાશ વરસાદમાં માત્ર 4 ટકા ઘટાડો.
• વૈશ્વિક ફંડ્સે બુધવારે રૂ. 233 કરોડની ખરીદી દર્શાવી હતી. જ્યારે સ્થાનિક ફંડ્સે રૂ. 168 કરોડની ખરીદી કરી હતી.
• ટાટા સ્ટીલનું ડચ યુનિટ ઉત્પાદન પ્રક્રિયા માટે કોલના ઉપયોગને તબક્કાવાર રીતે દૂર કરશે.
• કોલ ઈન્ડિયા ઉત્પાદનમાં વૃદ્ધિ માટે 15 ખાણોને કોન્ટ્રેક્ટ પર આપશે.
• ચોલામંડલમ ઈન્વેસ્ટમેન્ટ પેટેઈલ કોમર્સમાં રૂ. 9.75 કરોડનું રોકાણ કરશે.
• જેએસડબલ્યુ એનર્જિએ સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા તરફથી મેળવેલો 450 મેગાવોટ ક્ષમતાના વિન્ડ પાવર યુનિટ માટેનો કોન્ટ્રેક્ટ.
• વિપ્રોએ મલેશિયાની મેક્સિસ તરફથી મેળવેલો આઈટી મેનેજ્ડ સર્વિસિસ કોન્ટ્રેક્ટ.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage