Market Opening 17 August 2021

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
ડાઉમાં નવી ટોચ, એશિયામાં નરમાઈ
યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 110 પોઈન્ટ્સના સુધારે 35625.40ની તેની સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો. જોકે એશિયામાં કોવિડને કારણે ચીનનો ડેટા નરમ આવતાં બજારો સતત બીજા દિવસે ઘટાડો દર્શાવી રહ્યાં છે. જાપાન અને ચીનના બજારોમાં સાધારણ પોઝીટીવ ટ્રેડ જોવા મળી રહ્યો છે. એ સિવાય હોંગ કોંગ, સિંગાપુર, કોરિયા, તાઈવાન નરમાઈ દર્શાવી રહ્યાં છે.
SGX નિફ્ટી
સિંગાપુર નિફ્ટી 7 પોઈન્ટ્સના સાધારણ ઘટાડે 16557ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજારનું ઓપનીંગ ફ્લેટ જોવા મળી શકે છે. નિફ્ટી હાલમાં તેની સર્વોચ્ચ ટોચ પર ટ્રેડ થઈ રહ્યો છે અને તેથી ઉપરમાં તેને કોઈ અવરોધ નથી. જ્યારે 16200 અને 16000 મહત્વના સપોર્ટ છે. મેટલ સેક્ટર ફોકસમાં છે. ટાટા સ્ટીલ તેની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થઈ રહ્યો છે. અન્ય સ્ટીલ શેર્સ પણ તેને અનુસરે તેવી શક્યતા છે.
ક્રૂડમાં સ્થિરતા
વૈશ્વિક ક્રૂડ બજારમાં ભાવ સ્થિર જોવા મળી રહ્યાં છે. સોમવારે એક ટકાથી વધુના ઘટાડા બાદ બ્રેન્ટ ક્રૂડ વાયદો આજે સવારે 0.19 ટકા પોઝીટીવ ટ્રેડ સાથે 69.64 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. ચીન અને દક્ષિણ-પૂર્વના દેશોમાં મહામારીની ચિંતા પાછળ ક્રૂડના વપરાશમાં ઘટાડાની શક્યતા જોતાં ક્રૂડમાં ધીમો ઘટાડો જોવા મળી શકે છે.
ગોલ્ડમાં કોન્સોલિડેશન
છેલ્લા સપ્તાહમાં નીચેના સ્તરેથી ઝડપી બાઉન્સ બાદ ગોલ્ડમાં કોન્સોલિડેશન જોવા મળી રહ્યું છે. કોમેક્સ ગોલ્ડ વાયદો 2 ડોલરની નરમાઈ સાથે 1788 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. જો તે 1800 ડોલરને પાર કરવામાં સફળ રહેશે તો 1820 અને 1840 ડોલરની સપાટીઓ દર્શાવી શકે છે. શોર્ટ ટર્મમાં ગોલ્ડ કોન્સોલિડેશનમાં રહી શકે છે. જોકે લોંગ ટર્મ ફંડામેન્ટલ્સ મજબૂત છે.
મહત્વની હેડલાઈન્સ
• દિલ્હી હાઈકોર્ટ ફ્યુચર-રિલાયન્સ ડિલને અટકાવવા માટે એમેઝોનની અરજી પર સુનાવણી કરશે.
• નાણાપ્રધાન સીતારામણે જણાવ્યું છે કે સરકાર ટૂંક સમયમાં જ ક્રિપ્ટોકરન્સી બિલ અંગે જાહેરાત કરશે.
• મોટા બોરોઅર્સ અંગેની માહિતી દબાણપૂર્વક જાહેર નહિ કરવાની બેંકોની વિનંતી પર સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરશે.
• સેબીએ એનસીડેક્સ ખાતે ચણા ફ્યુચર્સ પર તત્કાળ અસરથી ટ્રેડિંગ અટકાવ્યું.
• અદાણી રોડ મહારાષ્ટ્ર બોર્ડર ચેક પોસ્ટમાં 49 ટકા હિસ્સો ખરીદશે.
• હિંદુસ્તાન ઝીંક વચગાળાના ડિવિડન્ડ માટે વિચારણા કરશે.
• વિદેશી સંસ્થાકિય રોકાણકારોએ સોમવારે રૂ. 1088 કરોડની વેચવાલી દર્શાવી.
• સ્થાનિક ફંડ્સે સોમવારે રૂ. 506 કરોડની ખરીદી નોંધાવી.
• સરકારે મૂંઝવણને લઈને સ્પષ્ટતાં કર્યાં બાદ દેશમાં 12 લાખ ટન જીએમ સોયામિલની આયાત થશે.
• નાણાપ્રધાને પેટ્રોલ, ડિઝલ પર એક્સાઈઝ ડ્યૂટમાં ઘટાડા માટે કોઈ જગા હોવાનો ઈન્કાર કર્યો.
• ઈન્ફોસિસે 16 ઓગસ્ટે રૂ. 3.77 કરોડના મૂલ્યના શેર્સ બાયબેક કર્યાં.
• લ્યુપિને બ્રાઈવર્સેટેમ ટેબલેટ્સ માટે યુએસએફડીએની સંભવિત મંજૂરી મેળવી.
• સુવેન લાઈફ અલ્ઝાઈમરની સારવાર માટેના ત્રીજા તબક્કાનો અભ્યાસ શરુ કરશે.
• સિક્કિમ સરકારે ડેલ્ટા કોર્પને રાજ્યમાં કેસિનોસ ફરીથી શરૂ કરવાની આપેલી મંજૂરી.
• વેલસ્પન મલ્ટિવેન્ચર્સ એલએલપીએ સ્પેન્સર્સ રિટેલમાં 5,21,565 શેર્સની રૂ. 104.5ના ભાવે કરેલી ખરીદી.
• બિરલા સન લાઈફ ઈન્શ્યોરન્સ કંપનીએ રૂ. 1023.34ના ભાવે કંપનીના 2.3 લાખ શેર્સ ખરીદ્યાં.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage