Market Opening 17 Dec 2020

માર્કેટ ઓપનીંગ

યુએસ ખાતે સાધારણ નરમાઈ પાછળ એશિયામાં મિશ્ર માહોલ

યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 45 પોઈન્ટ્સ ઘટી 30155 પર બંધ આવ્યો હતો. જેની પાછળ એશિયન બજારોમાં મિશ્ર ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. કોરિયા અને તાઈવાન અડધા ટકાથી વધુ ઘટાડો દર્શાવી રહ્યાં છે. જ્યારે જાપાન માર્કેટ સાધારણ નરમાઈ સૂચવે છે. ચીન, ઈન્ડોનેશિયા અને મલેશિયા સામાન્ય પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે.

 SGX નિફ્ટી સાધારણ નરમ

સિંગાપુર નિફ્ટી 7 પોઈન્ટ્સનના સાધારણ ઘટાડે 13679 પર  ટ્રેડ થઈ રહ્યો છે. આમ સ્થાનિક બજાર પણ લગભગ આ સ્તર આસપાસ ખૂલે તેવી શક્યતા છે. બુધવારે કેશ નિફ્ટી 13692ની ટોચ બનાવીને 13683 પર બંધ રહ્યો હતો.

ક્રૂડમાં મજબૂતી

ક્રૂડમાં ઓવરનાઈટ મજબૂતી જોવા મળી હતી. બ્રેન્ટ ક્રૂડ 1 ટકા વૃદ્ધિ પાછળ 51.59 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થતું હતું. બુધવારે દિવસ દરમિયાન ક્રૂડમાં મોટો ઉછાળો નોંધાયો હતો. એમસીએક્સ ખાતે તે રૂ. 3500ની સપાટીને પાર કરી ગયું હતું.

સોનું-ચાંદી પણ મજબૂત

એમસીએક્સ ખાતે ચાંદીમાં અંતિમ બે દિવસો દરમિયાન તીવ્ર સુધારો જોવા મળ્યો છે.એમસીએક્સ માર્ચ સિલ્વર વાયદો બુધવારે 1.46 ટકા અથવા રૂ. 949 સુધરી રૂ. 65802 પર બંધ રહ્યો હતો. સતત બીજા દિવસે તે રૂ. 65 હજાર પર બંધ આપવામાં સફળ રહ્યો છે. મજબૂત મોમેન્ટમ જોતાં તે રૂ. 66000ની સપાટી પાર કરે તેવું જણાય છે. ગોલ્ડ ફેબ્રુઆરી વાયદો રૂ. 161ના સુધારે રૂ. 49604 પર ટ્રેડ થઈ રહ્યો છે. તેણે રૂ. 50 હજારના મહત્વના માનસિક અવરોધને પાર કરવાનો બાકી છે.

મહત્વની હેડલાઈન્સ

·         ભારત માર્ચ મહિનામાં એરવેવ્ઝના ઓક્શનમાંથી 53 અબજ ડોલર ઊભા કરવા માગે છે.

·         ભારત માત્ર વિશ્વાસુ ગિઅર પ્રોવાડર્સ માટે જ ટેલિકોમ ઈક્વિપમેન્ટ આયાતની છૂટ આપશે.

·         સેબીએ ફોલો-ઓન ઓફર્સ માટેના નિયમોમાં સુધારા કર્યાં.

·         વિદેશી ફંડ્સે બુધવારે ભારતીય બજારમાં રૂ. 1980 કરોડની ખરીદી કરી હતી.

·         સ્થાનિક ફંડ્સે બજારમાં રૂ. 1720ની વેચવાલી નોંધાવી હતી.

·         વિદેશી રોકાણકારોએ ઈક્વિટી ડેરિવેટિવ્સમાં રૂ. 8520ની ચોખ્ખી ખરીદી કરી હતી.

·         ભારત અને ચીનની મજબૂત માગ પાછળ ક્રૂડમાં મજબૂતી તેજી

·         આરબીઆઈ ઓપરેશન ટ્વિસ્ટ અંતર્ગત લાંબાગાળાની મુદતના બોન્ડ્સ ખરીદશે અને શોર્ટ ટર્મ ગવર્મેન્ટ બોન્ડ્સનું વેચાણ કરશે.

·         એલેમ્બિકની એવોમેલા ડ્રગ પેટન્ટ પર ઓરોબિંદોએ કંપની સામે ફરિયાદ નોંધાવી છે.

·         હીરોમોટોકો 1 જાન્યુઆરીથી બાઈક્સની કિંમતમાં રૂ. 1500 સુધી વૃદ્ધિ કરશે.

·         ઈન્ડસઈન્ડના ફાઉન્ડર્સે વોરંટ્સના પેમેન્ટ માટે વધુ મુદત મેળવી છે.

·         આઈઆરસીટીસી તેના કર્મચારીઓને રૂ. 1377.55 પ્રતિ શેરના ભાવે 16 લાખ શેર્સની ફાળવણી કરશે.

·         નવીન ફ્લોરો કેમિકલે નવા પ્લાન્ટ માટે રૂ. 195 કરોડના મૂડીખર્ચને મંજૂરી આપી છે.

·         સ્નોમેન લોજિસ્ટીક્સ 21 ડિસેમ્બરે ક્વિપ મારફતે ફંડ એકત્ર કરવા અંગે વિચારણા કરશે.

·         વિપ્રોએ એન્કોર થીમમાં 83.4 ટકાની ખરીદી પૂર્ણ કરી છે. મંજૂરી બાદ બાકીના 16.6 ટકાની ખરીદી કરશે. 

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage