Market Opening 17 Feb 2021

માર્કેટ ઓપનીંગ

યુએસમાં નવી ટોચ છતાં એશિયામાં મિશ્ર વલણ

યુએસ માર્કેટ મંગળવારે રાતે નવી ટોચ પર બંધ રહ્યું હતું. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 64 પોઈન્ટ્સના સુધારે 31523 પર બંધ રહ્યો હતો. જોકે નાસ્ડેક 48 પોઈન્ટ્સની નરમાઈ સાથે 14.48 પર બંધ રહ્યો હતો. કેટલાક એશિયન બજારો લાંબી રજા બાદ ખૂલ્યાં છે અને તેથી બજારમાં ભિન્ન વલણો જોવા મળી રહ્યાં છે. જેમકે તાઈવાન બજાર 3.33 ટકાના ઉછાળો દર્શાવી રહ્યું છે. તે ગયા સપ્તાહે અન્ય બજારોમાં જોવા મળેલો સુધારો ડિસ્કાઉન્ટ કરી રહ્યું છે. જોકે જાપાન બજાર 0.9 ટકાની નરમાઈ સૂચવે છે. હોંગ કોંગ 0.2 ટકા મજબૂત છે. જ્યારે કોરિયા 1.1 ટકાનો ઘટાડો સૂચવે છે. ચીનનું બજાર હજુ પણ બંધ છે.

SGX નિફ્ટીમાં નરમાઈ

સિંગાપુર નિફ્ટી 70 પોઈન્ટ્સનો ઘટાડો દર્શાવી રહ્યો છે અને 15259 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજારમાં પણ લગભગ આ સ્તર આસપાસ ઓપનીંગ જોવા મળી શકે છે. સોમવારે એક ટકાથી વધુના ઉછાળા બાદ મંગળવારે માર્કેટમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. જેની પાછળ બજારે નરમ બંધ દર્શાવ્યું હતું. જોકે હજુ બજાર તેના મહત્વના સપોર્ટ પર છે અને તેજીનું મૂવમેન્ટ અકબંધ છે. માર્કેટમાં રોટેશન ચાલુ છે. ગઈકાલે બજારને એનર્જિ ઈન્ડેક્સે મુખ્ય સપોર્ટ પૂરો પાડ્યો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ મજબૂતી દર્શાવી રહ્યો છે અને તે બજારને સપોર્ટ પૂરો પાડે તો બજાર નવી ટોચ તરફ જઈ શકે છે.

ક્રૂડમાં કોન્સોલિડેશન

ક્રૂડના ભાવ મક્કમ ટકેલાં છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 63-64 ડોલરની રેંજમાં અથડાઈ રહ્યો છે. યુએસમાં ટેક્સાસ ખાતે વેલ્સ અને રિફાઈનરીઝ બંધ રહેવાથી તેમજ યેમેનના હૂતીઓ તરફથી સાઉદીની ફેસિલિટીઝ પર ડ્રોનથી હુમલાને કારણે ક્રૂડ સપ્લાય પર અસરની સંભાવના છે. જેને કારણે ક્રૂડમાં મજબૂતી વધી શકે છે. જે ભારત જેવા ચોખ્ખા આયાતકાર દેશ માટે ચિંતાનું કારણ બની શકે છે.

ગોલ્ડ-સિલ્વર

ગોલ્ડમાં નરમાઈનો ટ્રેન્ડ યથાવત છે. જેની પાછળ ચાંદી પણ 70000ના સ્તર પર જઈ પરત ફરી જાય છે. બુધવારે સવારે કોમેક્સ ગોલ્ડ વાયદો 6 ડોલર નરમાઈએ 1794 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. તે ફરી 1800 ડોલર નીચે આવી ગયો છે. જોકે ચાંદી 0.6 ટકા સુધારે 27.47 ડોલર પર ટ્રેડ થઈ રહી છે. બુધવારે રાતે એમસીએક્સ ખાતે ગોલ્ડ એપ્રિલ વાયદો રૂ. 380ના ઘટાડે રૂ. 46861 પર જ્યારે ચાંદી વાયદો રૂ. 811 ઘટી રૂ. 69318 પર બંધ રહ્યો હતો.

મહત્વની હેડલાઈન્સ

·         આરબીઆઈએ સુધારેલા રેમિટન્સ નિયમો ફાઈનાન્સિયલ માર્કેટ્સને વધુ પરિવક્પ બનાવવામાં સહાયરૂપ બનશે.

·         ફેબ્રુઆરીના પ્રથમ પખવાડિયામાં ભારતમાં ઓઈલની માગમાં જોવા મળેલો ઘટાડો.

·         ઈમર્જિંગ માર્કેટ ઈટીએફ્સમાં બોન્ડ્સમાં વેચવાલીને કારણે જોવા મળેલો આઉટફ્લો, ઈક્વિટીમાં ઈનફ્લો યથાવત.

·         ગયા સપ્તાહે ઈક્વિટી ઈટીએફ્સમાં 1.05 અબજ ડોલર આવ્યાં.

·         એમેઝોન પ્રથમવાર ભારતમાં તેના ઉત્પાદનમાં ફાયર ટીવી સ્ટીક્સનું ઉત્પાદન કરશે.

·         મંગળવારે વૈશ્વિક ફંડ્સે ભારતીય બજારમાં રૂ. 1140 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી.

·         સ્થાનિક ફંડ્સે રૂ. 156 કરોડની વેચવાલી નોંધાવી હતી.

·         મંગળવારે એફઆઈઆઈએ ડેરિવેટિવ્સમાં રૂ. 2385 કરોડની ખરીદી કરી હતી.

·         ભારત ચીન ખાતેથી થયેલી રોકાણની દરખાસ્તોને ક્લિઅર કરશે.

·         ટાટા જૂથ રૂ. 9000 કરોડથી વધુમાં બિગ બાસ્કેટમાં 68 ટકા હિસ્સો ખરીદશે.

·         અદાણી પોર્ટ્સે રૂ. 705 કરોડમાં ડીઘી પોર્ટની ખરીદી પૂર્ણ કરી.

·         ફ્યુચર કન્ઝ્યૂમર રૂ. 17.34 કરોડની બોન્ડ્સ મૂદલ અને વ્યાજ ચૂકવવામાં નાદાર બન્યું. 

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage