Market Opening 17 March 2021

માર્કેટ ઓપનીંગ

યુએસ બજારમાં નરમાઈ, એશિયન બજારો દિશાહિન

મંગળવારે યુએસ બજારમાં સાધારણ નરમાઈ જોવા મળી હતી. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 128 પોઈન્ટ્સના ઘટાડે 32826 પર બંધ રહ્યો હતો. નાસ્ડેક 12 પોઈન્ટ્સ સાથે સાધારણ પોઝીટીવ બંધ દર્શાવતો હતો. માર્કેટમાં ટ્રિગર્સના અભાવે એશિયન બજારો પણ ડલનેસ અને દિશાહિન ટ્રેડ દર્શાવી રહ્યાં છે. તેઓ સાધારણ પોઝીટવ અથવા નેગેટિવ ટ્રેડ થઈ રહ્યાં છે. જાપાન, હોંગ કોંગ, તાઈવાન અને ચીન ગ્રીન ઝોનમાં ટ્રેડિંગ દર્શાવે છે. તો કોરિયા એક ટકા જેટલો નોંધપાત્ર ઘટાડો દર્શાવી રહ્યું છે.

SGX નિફ્ટી સાધારણ પોઝીટીવ

સિંગાપુર નિફ્ટી પણ 17 પોઈન્ટ્સ સાથે સાધારણ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યો છે. જે સૂચવે છે કે બજાર લગભગ ફ્લેટ-ટુ-પોઝીટીવ ઓપનીંગ દર્શાવશે. જોકે ત્યારબાદ તે કેવી રૂખ લે છે તે જોવું રહ્યું. મંગળવારે નિફ્ટી 15000 પર બંધ આપવામાં નિષ્ફળ રહ્યો હતો. જોકે બજારો સમગ્રતયા ટ્રેન્ડ પોઝીટીવ જ છે. એકવાર તે કોન્સોલિડેશનમાંથી બહાર આવશે એટલે નવી ટોચ તરફ જવાનો પ્રયાસ કરી શકે છે. લોંગ પોઝીશન માટે 14850ના ચુસ્ત સ્ટોપલોસનું પાલન કરવું જોઈએ.

ક્રૂડમાં કોન્સોલિડેશન

વૈશ્વિક ક્રૂડ ખૂબ સાંકડી રેંજમાં અથડાઈ ગયું છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 67-70 ડોલરની રેંજમાં ટ્રેડ દર્શાવી રહ્યો છે. તે કઈ બાજુ બ્રેક આઉટ આપે છે તે મહત્વનું બની રહેશે. જો તે 67 ડોલરની સપાટી તોડશે તો 65 ડોલર અને ત્યારબાદ 60 ડોલર તરફ ગતિ કરી શકે છે. જ્યારે 71 ડોલર પાર થતાં 75 ડોલરનું સ્તર દર્શાવી શકે છે.

ગોલ્ડ-સિલ્વરમાં તડકા-છાંયાના ખેલ

સોનું-ચાંદી છેલ્લા બે સપ્તાહથી એકાંતરે દિવસે વધ-ઘટ દર્શાવી રહ્યાં છે. એક દિવસ સુધરે અને બીજા દિવસે ઘટે એવી રમત જોવા મળી રહી છે. મંગળવારે એમસીએક્સ ખાતે ગોલ્ડ એપ્રિલ વાયદો રૂ. 48ના ઘટાડે રૂ. 44802 પર બંધ રહ્યો હતો. જ્યારે સિલ્વર મે વાયદો રૂ. 739ના ઘટાડે રૂ. 66930 પર બંધ રહ્યો હતો. વૈશ્વિક બજારમાં બુધવારે સવારે પણ ફ્લેટ ટ્રેડ જોવા મળી રહ્યો છે. એટલેકે કોમેક્સ ગોલ્ડ વાયદો 0.15 ડોલરના સુધારા સાથે 1731 પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે સિલ્વર વાયદો 0.57 ટકાના ઘટાડે 25.87 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે.

મહત્વની હેડલાઈન્સ

· કેન્દ્રિય કેબિનેટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને ફંડ કરવા માટે નવી બેંકને મંજૂરી આપી છે.

· આઈએફએસસી ઓથોરિટીએ એમઆઈઆઈ રુલ્સમાં ફેરફારને મંજૂરી આપી છે.

· અદાણી, જેએસડબલ્યુ એનર્જી 1.2 ગીગી વોટ વિન્ડ પાવર બિડ્સના વિજેતાઓમાં સામેલ.

· ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન રૂ. 3.5નું જ્યારે ભારત પેટ્રોલિયમ રૂ. 5નું ઈન્ટરિમ ડિવિડન્ડ આપશે.

· ઊંચી માગને જોતાં સ્ટીલ મિલ્સ તેમનું ઋણ ઓછું કરી શકશે.

· એસબીઆઈ અને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન એસઓએફઆર લિન્ક્ડ ફોરિન કરન્સી લોન માટે કરેલી સમજૂતી. એસઓએફઆર અસ્તિત્વમાં આવ્યા બાદ લાઈબોરને રેફરન્સ તરીકે લેવાની જરૂર નહિ રહે.

· ગોલ્ડમેન અને સેરબેરુસે 21 ટકા કૂપન રેટ ઓફર કરતાં જૂજ ભારતીય જંક બોંડમાં કરેલું રોકાણ.

· વૈશ્વિક ફંડ્સે મંગળવારે ભારતીય બજારમાં રૂ. 1690 કરોડની ચોખ્ખી ખરીદી દર્શાવી હતી.

· સ્થાનિક ફંડ્સે મંગળવારે રૂ. 1170 કરોડનું વેચાણ કર્યું હતું.

· રેલ્વે મંત્રી ગોયલે જણાવ્યા મુજબ રેલ્વેનું ક્યારેય ખાનગીકરણ નહિ કરવામાં આવે.

· બીઈએમએલે બાંગ્લાદેશ ખાતે કેમેરુન પાસેથી કોન્ટ્રેક્ટ મેળવ્યો છે.

· આરબીઆઈએ એસબીઆઈ પર રૂ. 2 કરોડની પેનલ્ટી લાગુ પાડી છે.

· ભારત ફોર્જ પણ ઈલેક્ટ્રકિ વેહીકલ બિઝનેસ ક્ષેત્રે પ્રવેશ કરશે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage