માર્કેટ ઓપનીંગ
સોમવારે યુએસ બજારોની મજબૂતી પાછળ એશિયન બજારો પોઝીટીવ ચાલી રહ્યાં છે. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ સોમવારે 1.6 ટકા અથવા 470 પોઈન્ટ્સ ઉછળી 29450ના સ્તરે બંધ રહ્યો હતો. જે તેની ઐતિહાસિક ટોચ છે. આ બાબત સૂચવે છે કે વૈશ્વિક ફૂટપ્રિન્ટ્સ ધરાવતી યુએસ કંપનીઓનો દેખાવ કોવિડ-19માં સારો રહ્યો છે અને તેમણે સ્થાન વધુ મજબૂત બનાવ્યું છે.
એશિયન બજારો
કોરિયા, તાઈવાન અને જાપાની બજારોએ સોમવારે 1.66 ટકા સુધીનો સુધારો દર્શાવ્યાં બાદ મંગળવારે પણ તેઓ ફ્લેટ-ટુ-પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. ચીનનું બજાર અડધો ટકો ડાઉન છે.
એસજીએક્સ નિફ્ટી
સિંગાપુર નિફ્ટ 49 પોઈન્ટ્સની મજબૂતી સાથે 12885ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. આમ સ્થાનિક બજારમાં કામકાજની શરૂઆત પણ મજબૂતી સાથે થશે. એસજીએક્સ નિફ્ટી તેના મૂહૂર્ત દિવસના બંધ 12780ના સામે 105 પોઈન્ટ્સ દર્શાવી રહ્યો છે. બેન્ચમાર્કનું નવું ટાર્ગેટ 12970 ટાર્ગેટ છે. જે પાર થતાં નિફ્ટી 13100 સુધીનું સ્તર દર્શાવી શકે છે.
ઓપેક મિટિંગ અગાઉ ક્રૂડમાં મજબૂતી
જાન્યુઆરી બ્રેન્ટ ક્રૂડ વાયદો 16 સેન્ટ્સ વધીને 43.98 ટકાના સ્તરે ટ્રેડ થયો હતો. યુએસ ટેક્સાસ ઈન્ટરમિડિયેટ ક્રૂડ 13 સેન્ટ્સ અથવા 0.3 ટકા સુધરી 41.47 પર બંધ રહ્યું હતું.
ગોલ્ડ 1887 ડોલર પર સ્થિર
કોવિડ-19ના વધતાં કેસિસ વચ્ચે વૈશ્વિક બજારમાં સોનું સ્થિરતા દર્શાવી રહ્યું હતું. સોમેક્સ ગોલ્ડ 1887.99 ડોલર પ્રતિ ટ્રૌય ઔંસ પર ટ્રેડ થતું હતું.