બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
યુએસ બજારમાં મજબૂતી વચ્ચે એશિયામાં નરમાઈ
વૈશ્વિક બજારો ફરી બે ભાગમાં વહેંચાયેલા જોવા મળે છે. યુએસ ખાતે મંગળવારે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ અને નાસ્ડેકે પોઝીટીવ બંધ દર્શાવ્યું હતું. જેમાં નાસ્ડેક 16000ની ટોચ નજીક બંધ આપવામાં સફળ રહ્યો હતો. જ્યારે ડાઉએ પણ 36142ના સ્તરે 55 પોઈન્ટસના સુધારા સાથે બંધ દર્શાવ્યું હતું. જોકે એશિયન બજારોમાં જાપાન, સિંગાપુર, હોંગ કોંગ અને કોરિયન બજારો નરમાઈ દર્શાવી રહ્યાં છે. જ્યારે ચીન અને તાઈવાનના બજારોમાં સાધારણ સુધારો જોવા મળી રહ્યો છે.
SGX નિફ્ટીનો ગેપ-ડાઉન ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 70 પોઈન્ટ્સના ઘટાડાસાથે 17936ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવી શકે છે. નિફ્ટી માટે 18000 પર ટકવું કઠિન બની રહ્યું છે. જો તે 17800 નીચે તાજેતરના તળિયા પર બંધ દર્શાવશે તો આગામી સત્રોમાં ઝડપી ઘટાડો સંભવ છે. માર્કેટમાં નવી લોંગ પોઝીશન ટાળવી જોઈએ.
ક્રૂડમાં નરમાઈ
વૈશ્વિક ક્રૂડના ભાવમાં નરમાઈ જોવા મળી રહી છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 0.7 ટકા ઘટાડા સાથે 82 ડોલર નીચે ટ્રેડ થઈ રહ્યો છે. વિશ્વના અનેક દેશોમાં કોવિડના કેસિસમાં ઊંચી વૃદ્ધિને જોતાં આર્થિક રિકવરી પર અસરની શક્યતા પાછળ ક્રૂડના ભાવની તેજી અટકે અને તે કરેક્શનમાં જાય તેવી શક્યતા છે.
મહત્વના કોર્પોરેટ ન્યૂઝ
• એસવી ઈન્વેસ્ટમેન્ટ્સે ઈન્ટ્રાસોફ્ટ ટેક્નોલોજિસમાં રૂ. 188 પ્રતિ શેરના ભાવે એક લાખ શેર્સની ખરીદી કરી છે.
• પ્લુટુસ વેલ્થ મેનેજમેન્ટ એલએલપીએ પંજાબ આલ્કલીઝના 2.5 લાખ ઈક્વિટી શેર્સની ખરીદી કરી છે. કંપનીએ રૂ. 194.24 પ્રતિ શેરના ભાવે આ ખરીદી કરી છે.
• એરલાઈન્સ કંપની ઈન્ડિગો તીવ્ર સ્પર્ધાને જોતાં પેસેન્જર્સને ચેક્ડ-ઈન લગેજ માટે ચાર્જ કરવા માટે વિચારી રહી છે.
• સુનીલ સિંઘાનિયાની માલિકીના અબાકસ એસેટ મેનેજર એલએલપીએ ટીવી ટુડેમાં રૂ. 345 પ્રતિ શેરના ભાવ 8 લાખ શેર્સની ખરીદી કરી છે.
• બાયોકોનની પેટાકંપની બાયોકોન બાયોલોજિસ અને વાયટ્રિસે ઈન્ટરચેન્જેબલ બાયોસિમિલર્સ સેમગ્લી લોંચ કર્યું છે.
• ઈન્ફોસિસ કોબાલ્ટ અને એમઆઈટી ટેક્નોલોજી રિવ્યૂ ઈનસાઈટ્સે ક્લાઉડ હબ લોંચ કર્યું છે. જે એન્ટરપ્રાઈઝિસ માટે વન-સ્ટોપ ડેસ્ટીનેશન બની રહેશે.
• ચીનના અગ્રણી સ્ટીલ ઉત્પાદક કેન્દ્ર હુબેઈ પ્રાંત ખાતે ક્રૂડ સ્ટીલના ઉત્પાદનમાં 20 ટકાનો ઘટાડો કરાશે.
• એચડીએફસી ન્યૂમેટીકના 5 લાખ શેર્સનું એચડીએફસી મ્યુચ્યુલ ફંડે વેચાણ કર્યું છે. કંપનીએ રૂ. 410.1 પ્રતિ શેરના ભાવે આ વેચાણ કર્યું છે.
• મેટ્રોપોલીસના પ્રમોટરે કંપનીના 4.15 લાખ શેર્સનું રૂ. 3142.72 પ્રતિ શેરના ભાવે વેચાણ કર્યું છે.
Market Opening 17 Nov 2021
November 17, 2021