Market Opening 17 September 2021

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
એશિયન બજારો ગ્રીન ઝોનમાં
વૈશ્વિક બજારોમાં નરમાઈનો દોર અટક્યો છે. છેલ્લાં કેટલાક સત્રોથી સતત ધીમો ઘસારો દર્શાવતાં એશિયન બજારો આજે ગ્રીન ઝોનમાં જોવા મળે છે. ગુરુવારે રાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ પણ ઈન્ટ્રા-ડે 200 પોઈન્ટ્સથી વધુ ઘટાડો દર્શાવ્યાં બાદ 64 પોઈન્ટ્સ આસપાસના ઘટાડે બંધ રહ્યો હતો. જેની અસરે જાપાન, હોંગ કોંગ, તાઈવાન, કોસ્પી અને ચીનના બજારો પોઝીટીવ ટ્રેડિંગ સૂચવી રહ્યાં છે. જોકે તેઓ અગાઉના બંધ સામે સાધારણ વૃદ્ધિ સાથે ટ્રેડ થઈ રહ્યાં છે. આમ મોટા બાઉન્સનો અભાવ છે.
SGX નિફ્ટીનો ગેપ-અપ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 89 પોઈન્ટ્સના સુધારે 17695ના સ્તરે ટ્રેડ દર્શાવી રહ્યો છે. આમ સ્થાનિક બજાર પણ ગેપ-અપ ઓપનીંગ સાથે કામગીરીની શરુઆત દર્શાવશે. ભારતીય બજાર હાલમાં અનચાર્ટેડ ટેરિટરીમાં જોવા મળી રહ્યું છે અને તેથી તેના માટે કોઈ અવરોધ નથી. નિફ્ટી 18000 અને 18500 સુધીનો સુધારો દર્શાવે તેવો આશાવાદ એનાલિસ્ટસ વ્યક્ત કરી રહ્યાં છે.
ક્રૂડમાં કોન્સોલિડેશન
વૈશ્વિક બજારમાં ક્રૂડે છેલ્લાં કેટલાંક સત્રોમાં ધીમો સુધારો જાળવ્યાં બાદ હવે તે કોન્સોલિડેશનમાં જોવા મળી રહ્યું છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 0.25 ટકા નરમાઈ સાથે 75.50 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. ક્રૂડ તેની પોણા બે વર્ષની ટોચ 77 ડોલરથી થોડુ છેટે જોવા મળી રહ્યું છે. તે નવી ટોચ દર્શાવે તેવી પૂરી શક્યતા જણાય છે.
ગોલ્ડમાં નીચે તરફ બ્રેકઆઉટ
વૈશ્વિક ગોલ્ડના ભાવમાં ગુરુવારે મોટો ઘટાડો નોંધાયો હતો અને કોમેક્સ ફ્યુચર્સ 1765 ડોલરના સપોર્ટ નીચે ઉતરી ગયો હતો. આજે તે 1.45 ડોલરના સુધારે 1758 ડોલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. ગોલ્ડમાં ટૂંકાગાળામાં ટ્રેન્ડ ફરી એકવાર મંદીનો બન્યો છે. ફેડ ટેપરિંગના ગભરાટ પાછળ પીળી ધાતુના ભાવમાં સુધારા ટકી શકતાં નથી.
મહત્વની હેડલાઈન્સ
• સરકારે બેડ બેંકને 4.3 અબજ ડોલર અથવા રૂ. 31 હજારની સોવરિન ગેરન્ટી આપવાનું જણાવ્યું છે. બેડ લોન્સના ઉકેલને કારણે લેન્ડર્સ તેમનું ધ્યાન ધિરાણ પર મૂકી શકશે.
• સિંગટેલના મતે ભારત સરકારે ટેલિકોમ માટે આપેલી રાહતો ગેમ-ચેન્જર બની રહેશે.
• બાઈજુસે યુએસ ખાતે કોડિંગ સાઈટ ટિંકરની 20 કરોડ ડોલરમાં કરેલી ખરીદી.
• વૈશ્વિક ફંડ્સે ગુરુવારે ભારતીય બજારમાં રૂ. 1620 કરોડની કરેલી ખરીદી. સ્થાનિક ફંડ્સે રૂ. 795 કરોડની વેચવાલી દર્શાવી.
• વિદેશી સંસ્થાઓએ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં રૂ. 826 કરોડનું દર્શાવેલું વેચાણ.
• શુક્રવારે જીએસટી કાઉન્સિલની બેઠકમાં રેટને લઈને સમીક્ષા કરવામાં આવશે. કોવિડ સંબંધી દવાઓ પર ટેક્સમાં રાહતની શક્યતા.
• હિંદુસ્તાન કોપરની ઓફર-ફોર-સેલમાં નોન-રિટેલ સેગમેન્ટમાં પ્રથમ દિવસે 141 ટકા માગ જોવા મળી.
• હિરો મોટોકોર્પ તેની વિવિધ મોટરસાઈકલ્સ અને સ્કૂટર્સના ભાવોમાં રૂ. 3000 સુધીની વૃદ્ધિ કરશે.
• સીડીસી ગ્રૂપે આઈઆઈએફએલ ફાઈનાન્સના 1.5 કરોડ શેર્સનું કરેલું વેચાણ.
• ઈન્ડિયાબુલ્સ હાઉસિંગે 20 કરોડ ડોલરના એફસીસીબી ઈસ્યુ માટે રૂ. 231.48ની ફ્લોર પ્રાઈસને મંજૂરી આપી.
• કોટક મહિન્દ્રા બેંક ફોક્સવેગનની ભારતીય ફાઈનાન્સ પાંખનો લોન પોર્ટફોલિયો ખરીદશે.
• સેબીના પ્રતિબંધ બાદ પુનાવાલા ફિનકોર્પના એમડી અભય ભૂતડાએ રાજીનામું આપ્યું.
• ટીવીએસ મોટરે તેના સિંગાપુર યુનિટ મારફતે યુરોપિયન ઈ-બાઈક બ્રાન્ડ ઈજીઓ મૂવમેન્ટમાં બહુમતી હિસ્સો ખરીદ્યો.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage