Market Opening 18 August 2021

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
યુએસ બજારમાં નરમાઈ, એશિયન બજારોમાં બાઉન્સ
યુએસ બજારમાં નોંધપાત્ર સમય બાદ ઘટાડો જોવા મળ્યો હતો. ખાસ કરીને ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 282 પોઈન્ટસની નરમાઈ સાથે 35243 પર બંધ જોવા મળ્યો હતો. જોકે એશિયન બજારોમાં સતત ઘટાડા બાદ બાઉન્સ જોવા મળી રહ્યો છે. એકમાત્ર તાઈવાનને બાદ કરતાં અન્ય તમામ માર્કેટ્સ સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યાં છે. જેમાં સિંગાપુર બજાર 1.22 ટકા સાથે સૌથી સારો સુધારો દર્શાવી રહ્યું છે.
ક્રૂડમાં સ્થિરતા
વૈશ્વિક ક્રૂડના ભાવ ફરી રેંજમાં અટવાઈ ગયા છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો સાધારણ પોઝીટીવ ટ્રેડ દર્શાવવા સાથે 69.06 ડોલર પ્રતિ બેરલની સપાટી પર જોવા મળે છે. તે ઘટાડે સપોર્ટ મેળવી રહ્યો છે.
ગોલ્ડમાં મજબૂતી
વૈશ્વિક ગોલ્ડમાં મજબૂતી જોવા મળી રહી છે. કોમેક્સ ડિસેમ્બર વાયદો 4.5 ડોલર સુધારા સાથે 1792 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. છેલ્લા બે દિવસથી તે આ સ્તર આસપાસ અથડાઈ રહ્યો છે. જો તે 1800 ડોલરની સપાટી વટાવશે તો વધુ એક સુધારો નોંધાવી શકે છે. સિલ્વર પણ 0.42 ટકા સુધારા સાથે 23.75ના સ્તરે ટ્રેડ થઈ રહી છે.
મહત્વની હેડલાઈન્સ
• રિઝર્વ બેંકે એચડીએફસી બેંક પરનો ક્રેડિટ કાર્ડ પ્રતિબંધ હટાવ્યો.
• આરબીઆઈના જણાવ્યા મુજબ તેની મોનેટરી પેનલ ગ્રોથને એક તક આપવા માગે છે.
• સરકારે 2.6 અબજ ડોલરનો એક્સપોર્ટ-ઈન્સેન્ટીવ પ્રોગ્રામ્સ જાહેર કર્યો.
• પરિવહર પ્રધાનના જણાવ્યા મુજબ દેશમાં સ્ક્રેપ પોલિસી બાદ વાહનોના વેચાણમાં 30 ટકા વૃદ્ધિ જોવા મળી.
• ભારત અને યૂકે વિન્ડ પાવર તથા ગ્રીન હાઈડ્રોજન ક્ષેત્રે ભાગીદારીની તક શોધી રહ્યાં છે.
• નીચા બોરોઈંગની અપેક્ષા પાછલ રૂપી બોન્ડ્સમાં સુધારો નોંધાયો.
• વૈશ્વિક ફંડ્સે મંગળવારે રૂ. 114 કરોડની વેચવાલી દર્શાવી.
• મેન્યૂફેક્ચરિંગ ક્ષેત્રે કામગીરી વધતાં અર્થતંત્રમાં જોવા મળતી વૃદ્ધિઃ આરબીઆઈ.
• એક્સિસ ક્લિનિકલ્સે ઓરોબિંદો ફાર્માના 4 લાખ શેર્સને પ્લેજ કર્યાં. આરપીઆર સન્સે ઓરોબિંદો ફાર્માના 60 હજાર શેર્સનું પ્લેજ કર્યું.
• ડીસીએમ શ્રીરામ તૂર્કીની ઝાયરોન ડાયનેમિક્સમાં 30 ટકા હિસ્સો ખરીદશે.
• એચસીએલ ટેકે વેકર કેમી એજી પાસેથી પાંચ વર્ષ માટેનું આઈટી ડીલ મેળવ્યું.
• ઈકરાએ ઈન્ટરગ્લોબ એવિએશન માટેના લોંગ-ટર્મ રેટિંગમાં ઘટાડો કર્યો.
• કેડિલા હેલ્થકેરે લેનાલીડોમાઈડ કેપ્સ્યૂલ્સ માટે યુએસ એફડીએની સંભવિત મંજૂરી મેળવી.
• દિલીપ બિલ્ડકોને એનએચએઆઈ તરફથી રૂ. 882 કરોડના મૂલ્યના પ્રોજેક્ટ માટે ફાઈનાન્સિયલ ક્લોઝર મેળવ્યું.
• કેએસલીએલઃ કંપનીનું બોર્ડ 25 ઓગસ્ટે શેર્સ બાયબેક માટે વિચારણા કરશે.
• એશિયન પેઈન્ટ્સે કાચી સામગ્રીના ભાવમાં વૃદ્ધિને ગ્રાહકો પર પસાર કરતાં પ્રોડક્ટ્સના ભાવ વધાર્યાં છે.
• આઈએસજીઈસીએ ભારતીય નેવીના નેવલ પ્રોજેક્ટ તરફથી બે ગેસ ફાયર્ડ બોઈલર્સ માટેનો એવોર્ડ મેળવ્યો છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage