Market Opening 18 Feb 2022

માર્કેટ  ઓપનીંગ

 

યુએસ બજારોમાં તીવ્ર વેચવાલી વચ્ચે એશિયામાં સાધારણ નરમાઈ

રશિયાએ યુક્રેન સરહદેથી સૈન્ય પરત નહિ ખેંચ્યું હોવાનું રટણ યુએસે ચાલુ રાખ્યું હતું. યુએસ પ્રમુખે રશિયા આગામી દિવસોમાં યુક્રેન પર હુમલો પણ કરશે એમ જણાવ્યું હતું. જેની પાછળ ગુરુવારે યુએસ શેરબજારોમાં નોંધપાત્ર વેચવાલી જોવા મળી હતી. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 1.78 ટકા અથવા 622 પોઈન્ટ્સના ઘટાડે 34312ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે નાસ્ડેક 2.88 ટકા ગગડી 13717 પર બંધ રહ્યો હતો. એશિયન બજારોમાં તેની સરખામણીમાં 0.5 ટકા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે. સિંગાપુર, ચીનના બજારો ફ્લેટ ટ્રેડ દર્શાવી રહ્યાં છે.

SGX નિફ્ટીનો ગેપ-ડાઉન ઓપનીંગનો સંકેત

સિંગાપુર નિફ્ટી ગેપ-ડાઉન ઓપનીંગનો સંકેત આપી રહ્યો છે. તે 23 પોઈન્ટ્સ નરમાઈ સાથે 17245ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે ભારતીય બજાર પણ લગભગ આ સ્તર આસપાસ ઓપનીંગ દર્શાવશે. બે સત્રોથી ચોપી ચાલ દર્શાવી રહ્યું છે અને આ ટ્રેન્ડ આગળ પર જળવાય રહે તેવી પૂરી શક્યતાં છે. નિફ્ટીમાં 17100ની આસપાસ સપોર્ટ છે. જ્યારે 17400 આસપાસ અવરોધ છે. જો 17400નું સ્તર પાર કરશે તો માર્કેટ સુધારાતરફી બની રહેશે.

ક્રૂડમાં ઊપરની બાજુએ અવરોધ

ક્રૂડના ભાવ 93 ડોલર પર ટકી શકતાં નથી. આજે સવારે બ્રેન્ટ ક્રૂડ વાયદો પોણો ટકા નરમાઈ સાથે 92.36 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. બે ટ્રેડિંગ સત્રોથી તે ઈન્ટ્રા-ડે 94-95 ડોલર સુધી સુધારો દર્શાવી 93 ડોલર નીચે પરત ફરે છે. એકવાર 90 ડોલરની સપાટી ગુમાવ્યા બાદ તે ઝડપી ઘટાડો દર્શાવી શકે છે.

કોમેક્સ ગોલ્ડ 1900 ડોલરની સપાટી કૂદાવી પરત ફર્યું

ગોલ્ડના ભાવમાં ગુરુવારે મોટી તેજી જોવા મળી હતી. ઈન્ટ્રા-ડે ધોરણે ગોલ્ડ 30 ડોલરથી વધુના સુધારે 1900 ડોલરની સપાટી પાર કરી ગયું હતું અને બંધ પણ રહ્યું હતું. આજે સવારે જોકે તે 9 ડોલર નરમાઈ સાથે 1893 ડોલરના સ્તર પર ટ્રેડ થઈ રહ્યું છે. એનાલિસ્ટ્સના મતે 1923 ડોલરનો અવરોધ છે. જે પાર થતાં તે 1970 ડોલર સુધી ઉછળી શકે છે. જ્યારે 1830નો સ્ટોપલોસ રાખવાનો રહેશે.

મહત્વની હેડલાઈન્સ

  • લ્યુપિને સપ્લિમેન્ટલ નવી ડ્રગ એપ્લિકેશન સોલોસેક માટે યુએસએફડીએ પાસેથી મંજૂરી મેળવી છે.
  • ક્રિસિલે ટોરેન્ટ પાવરના નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ માટે લોંગ ટર્મ ક્રેડિટ રેટિંગને અપગ્રેડ કર્યું છે.
  • આઈટી ડિપાર્ટમેન્ટ કંપનીના આરએન્ડડી ખર્ચને કેપિટલ એક્સપેન્ડિચર તરીકે રજૂ કરવાની છૂટ આપી છે. જેને કારણે કંપનીને રૂ. 710 કરોડનું રિફંડ મળ્યું છે.
  • ઈન્ડિયા નિપ્પોનમાં પ્રમોટરે 8.89 લાખ શેર્સની ખરીદી કરી છે.
  • એચડીએફસીએ જણાવ્યું છે કે ઈન્ટરેસ્ટ રેટ્સમાં સાધારણ વૃદ્ધિને કારણે લોન ડિસ્બર્સલ અથવા ઘરોની માગ પર કોઈ અસર નહિ પડે.
  • અંબુજા સિમેન્ટે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 431 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 968 કરોડની સરખામણીમાં 55.5 ટકાનો ઘટાડો સૂચવે છે. કંપનીની આવક 2.3 ટકા ગગડી રૂ. 7625 કરોડ પર રહી હતી.
  • વેરિટાસ ઈન્ડિયાએ રૂ. 17.8 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષના 29.5 કરોડની સરખામણીમાં 40 ટકાનો ઘટાડો સૂચવે છે.
  • જીઓજીત ફાઈ.માં પ્રમોટરે 2.41 લાખ શેર્સનું વેચાણ કર્યું છે.
  • ટેક્સમાકો ઈન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રમોટરે કંપનીના 10 લાખ શેર્સનું વેચાણ કર્યું છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage