Market Opening 18 Jan 2021

Market Opening 18 Jan 2021

માર્કેટ ઓપનીંગ

યુએસ બજાર પાછળ એશિયન બજારોમાં નરમાઈ

વિતેલા સપ્તાહના અંતે યુએસ બજારો ઘટીને બંધ આવતાં નવા સપ્તાહે એશિયન બજારો નરમાઈ દર્શાવી રહ્યાં છે. જેમાં કોરિયા, જાપાન, તાઈવાન, સિંગાપુર જેવા  બજારો 0.8 ટકા સુધીનો ઘટાડો દર્શાવે છે. જ્યારે ચીન અને હોંગ કોંગ સામાન્ય પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 177 પોઈન્ટ્સ તૂટી 30814 પર બંધ આવ્યો હતો.

SGX નિફ્ટી 39 પોઈન્ટ્સ ડાઉન

સિંગાપુર નિફ્ટી 39 પોઈન્ટ્સના ઘટાડે 14421 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સ્થાનિક બજાર પણ લગભગ આ સ્તર આસપાસ ખૂલે તેવું સૂચવી રહ્યો છે. ભારતીય બજારને 14320નો મહત્વનો સપોર્ટ છે. જે તૂટતાં બજાર વધુ ઘટાડો દર્શાવી શકે છે. જ્યારે ઉપરમાં તેને તાજેતરની ટોચ 14660નો અવરોધ છે. ઈન્ડિયન વીઆઈએક્સ તાજેતરની ટોચ પર ટ્રેડ થઈ રહ્યો છે અને બજારમાં વોલેટિલિટી જોવા મળી શકે છે. જોકે હાલમાં પેનિક સેલીંગની શક્યતાઓ નથી જોવા મળતી.

ક્રૂડમાં નરમાઈ

ક્રૂડના ભાવ નરમાઈ દર્શાવી રહ્યાં છે. ગયા સપ્તાહે 55 ડોલરને પાર કરી ગયેલો બ્રેન્ટ ક્રૂડ વાયદો ઉપરના મથાળે પ્રોફિટ બુકિંગ પાછળ ઘસાયો છે અને સોમવારે 55 ડોલરની નીચે ટ્રેડ થઈ રહ્યો હતો. જે સૂચવે છે કે ક્રૂડમાં ટૂંકાગાળામાં નરમાઈ જોવા મળી શકે છે. ક્રૂડને 50 ડોલરનો મહત્વનો સપોર્ટ છે.

સોનું નરમ, ચાંદીમાં નીચા મથાળે સપોર્ટ

સોનામાં ઘટેલા ભાવે પણ ખરીદી જોવા મળતી નથી. વૈશ્વિક બજારમાં સોનું ઊઘડતાં સપ્તાહે 2 ડોલરની નરમાઈ સાથે 1828 ડોલર પર ટ્રેડ દર્શાવી રહ્યું છે. જોકે ચાંદીમાં નીચા સ્તરે સપોર્ટ મળી રહ્યો છે અને તે 0.4 ટકાના સુધારે 24.94 ડોલર પર ટ્રેડ થઈ રહી છે.

મહત્વની હેડલાઈન્સ

·         બેંકનો ક્રેડિટ ગ્રોથ 2020-21ના પ્રથમ નવ મહિના દરમિયાન 3.2 ટકા જોવા મળ્યો છે.

·         સરકારે જણાવ્યા મુજબ એક સપ્તાહમાં 534 કિલોમીટર નેશનલ હાઈવેસનું વિક્રમી બાંધકામ નોંધાયું છે.

·         બેંકોએ આરબીઆઈના સંકેતોને ધ્યાનમાં રાખી સિસ્ટિમાંથી વધારાની રૂ. 20 હજાર કરોડની લિક્વિડીટીને પાર્ક કરી છે.

·         પેટ્રોલ અને ડિઝલ પર ટેક્સ વૃદ્ધિ પાછળ ચાલુ વર્ષે અત્યાર સુધીમાં એક્સાઈઝ ડ્યૂટીનું કલેક્શન 48 ટકા વધ્યું.

·         ડીએચએફએલ કેસમાં પિરામલ એન્ટરપ્રાઈઝના બીડને મંજૂરી રાખવામાં આવ્યું છે.

·         ડીએચએફએલ રિસોલ્યુશનમાંથી બેંક્સને પાંચ વર્ષમાં ફેલાયેલા 33 ટકા ઋણ ચૂકવવામાં આવશે.

·         ભારતપે એ અલ્ટેરિયા કેપિટલ, આઈસીઆઈસીઆઈ બેંક પાસેથી રૂ. 139 કરોડ ઊભા કર્યાં.

·         ફ્રેન્કલીન ટેમ્પલ્ટનની છ બંધ થયેલી સ્કિમ્સે અત્યાર સુધીમાં રૂ. 13789 કરોડ ઊભાં કર્યાં

·         મેટ્રોપોલીસ હેલ્થકેર કેશ અને સ્ટોક ડિલમાં હાઈટેક ડાઈગ્નોસ્ટીક્સની ખરીદી કરશે.

·         લક્ષ્મી વિલાસ બેંક અને ડીબીએસ મર્જરની વિરુધ્ધમાં દિલ્હી હાઈકોર્ટમાં અરજી.

·         સરકારનો ચાલુ નાણાકિય વર્ષના અંત સુધીમાં 11000 કિમીના હાઈવેનું બાંધકામ બંધ કરવાનો ટાર્ગેટ.

·         ઓરોબિંદો રિઅલ્ટી કાકીનાડા સીપોર્ટ્સમાં 41.12 ટકા હિસ્સો ખરીદશે.

·         એચએફસીએલ આગામી છ મહિનામાં કેબલ ઉત્પાદન ક્ષમતામાં 30 ટકા વૃદ્ધિ કરશે.

·         જેએનપીટી રૂ. 4000 કરોડનું રોકાણ આકર્ષણે. જેના કારણે 72600ન સીધી જોબ ઊભી થશે.

·         રાકેશ ઝૂનઝૂનવાલાનું રોકાણ ધરાવતી નઝારા પ્રથમ ભારતીય ગેમીંગ કંપની હશે. જે આઈપીઓ લાવશે. 

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage