Market Opening 18 Jan 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ

એશિયન શેરબજારોમાં પોઝીટીવ ટ્રેન્ડ
યુએસ ખાતે શેરબજારોમાં રજા વચ્ચે મંગળવારે એશિયન શેરબજારોમાં કામકાજની શરૂઆત પોઝીટીવ જોવા મળે છે. જાપાન માર્કેટ 0.85 ટકા સુધારા સાથે સૌથી સારો સુધારો દર્શાવે છે. જ્યારે સિંગાપુર, હોંગ કોંગ, તાઈવાન અને ચીનના બજારો સાધારણ પોઝીટીવ ટ્રેન્ડ દર્શાવી રહ્યાં છે. એકમાત્ર કોરિયા નેગેટિવ ટ્રેડ સૂચવે છે. સોમવારે યુરોપ બજારોએ પોઝીટીવ બંધ આપ્યું હતું. જ્યારે યુએસ બજારોએ સોમવારે રજા જાળવી હતી.
SGX નિફ્ટીનો ફ્લેટ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 26 પોઈન્ટ્સની નરમાઈ સાથે 18324ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર ફ્લેટ ઓપનીંગ દર્શાવી શકે છે. ભારતીય બજાર બે ટ્રેડિંગ સત્રોથી કોન્સોલિડેશન દર્શાવી રહ્યું છે. નિફ્ટી માટે 18500ની સપાટી નવુ ટાર્ગેટ છે. જે પાર થશે તો બજેટ અગાઉ તે નવી ટોચ દર્શાવી શકે છે. ઘટાડે 18100નો સપોર્ટ છે. લોંગ ટ્રેડર્સે તેને સ્ટોપલોસ તરીકે જાળવવાનો રહેશે.
વૈશ્વિક ક્રૂડ પાંચ વર્ષની ટોચે
ક્રૂડના ભાવે મહત્વનું બ્રેકઆઉટ દર્શાવ્યું છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો આજે સવારે એક ટકા સુધારા સાથે 87.34 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. જે 2016 પછીની તેની સર્વોચ્ચ સપાટી છે. તેણે ઓક્ટોબરમાં દર્શાવેલા 86.70 ડોલરના સ્તરને પાર કર્યું હતું. નવા ઝોનમાં હોવાથી ક્રૂડ માટે 90-95 સુધીનો સુધારો શક્ય છે. કોવિડના વધતાં કેસિસ વચ્ચે તથા ઓપેક અને અન્યોએ ક્રૂડના ઉત્પાદનમાં વૃદ્ધિ જાળવી રાખવાના લીધેલા નિર્ણય છતાં ક્રૂડમાં તેજી જળવાય છે.
ગોલ્ડમાં મજબૂતી
વૈશ્વિક ગોલ્ડના ભાવ મજબૂતી દર્શાવે છે. કોમેક્સ ફેબ્રુઆરી ગોલ્ડ વાયદો 5 ડોલર સુધારા સાથે 1821 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. છેલ્લા ત્રણેક સત્રોથી તે 1810-1823 ડોલરની રેંજમાં અથડાઈ રહ્યો છે. તેના માટે 1830 ડોલર એક અવરોધ છે. જે પાર થશે તો 1880 ડોલર સુધીની જગા થશે. ડોલર ઈન્ડેક્સમાં નરમાઈ અને યુએસ બોન્ડ યિલ્ડ્સમાં સ્થિરતા ગોલ્ડને સપોર્ટ કરી શકે છે.
મહત્વની હેડલાઈન્સ
• ટાટા પાવર કંપનીની પાંખે ઉત્તર પ્રદેશમાં 100 મેગાવોટ સોલાર પ્રોજેક્ટ્સ કાર્યાન્વિત કર્યો છે.
• ટેક મહિન્દ્રાના બોર્ડે કોમ ટેક કોમાં 100 ટકા હિસ્સો ખરીદવા માટેના પ્રસ્તાવને મંજૂરી આપી છે.
• સોનાટા સોફ્ટવેરે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 960 કરોડની સરખામણીમાં રૂ. 1860 કરોડની રેવન્યૂ ઊભી કરી છે. જ્યારે ચોખ્ખો નફો રૂ. 91.1 કરોડ પરથી વધી રૂ. 97.6 કરોડ જોવા મળ્યો છે.
• ચોલામંડલમ ઈન્વેસ્ટમેન્ટ પેસ્વિફ ટેક્નોલોજિસમાં વ્યૂહાત્મક ઈન્વેસ્ટમેન્ટ કરશે.
• યુએસએફડીએએ સ્ટ્રાઈડ્સ ફાર્માને ઓરલ સસ્પેન્શન ઓસેલ્ટામિવીર ફોસ્ફેટ માટે મંજૂરી આપી છે.
• મણ્ણાપુરમ ફાઈનાન્સના બોર્ડે એનસીડી મારફતે રૂ. 800 કરોડ ઊભા કરવા માટેની મંજૂરી આપી છે.
• ડીએસપી ઈન્વેસ્ટમેન્ટ મેનેજર્સે એનએસઈ ખાતે રૂ. 70.2 પ્રતિ શેરના ભાવે 28,26,540 ઈક્વિટી શેર્સનું વેચાણ કર્યું છે.
• લાસા સુપરજેનેરિક્સમાં બીએનપી એન્ટરપ્રાઈસિસે 5.50 લાખ શેર્સનું રૂ. 73.23 પ્રતિ શેરના ભાવે વેચાણ કર્યું છે.
• એચએફસીએલે ડિસેમ્બરમાં રૂ. 81.1 કરોડનો નફો દર્શાવ્યો છે. જ્યારે તેની આવક ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 1277 કરોડની સરખામણીમાં ઘટીને 1215 કરોડ રહી હતી.
• તત્વા ચિંતને ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 22.8 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 20.87 કરોડ હતો. કંપનીની આવક રૂ. 80.1 કરોડ પરથી વધી રૂ. 104.67 કરોડ રહી હતી.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage