Market Opening 18 October 2021

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
યુએસ બજારમાં મજબૂતી છતાં એશિયા નરમ
ગયા શુક્રવારે રાતે યુએસ બજારો મજબૂતી સાથે બંધ રહ્યાં હતાં. જોકે સોમવારે સવારે તાઈવાનને બાદ કરતાં અન્ય એશિયન બજારો નરમાઈ દર્શાવી રહ્યાં છે. જેમાં ચીનનું બજાર 0.8 ટકા જ્યારે હોંગ કોંગ 0.62 ટકાનો ઘટાડો દર્શાવે છે. જાપાન, કોરિયા અને સિંગાપુરના બજારો પણ નરમાઈ દર્શાવી રહ્યાં છે.
SGX નિફ્ટીનો પોઝીટીવ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 22 પોઈન્ટ્સ સુધારા સાતે 18426ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે ભારતીય બજાર પણ સાધારણ ગેપ-અપ ઓપનીંગ દર્શાવી શકે છે. નિફ્ટી માટે 18500નું નવું ટાર્ગેટ છે. જ્યાં તેને અવરોધ નડી પણ શકે છે. જ્યારે 18100નો સપોર્ટ છે.
ક્રૂડમાં નવી ઊંચાઈ
વૈશ્વિક ક્રૂડના ભાવમાં નવી સપાટી જોવા મળી છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો આજે સવારે એક ટકાથી વધુના સુધારે 85.88 ડોલરના સ્તરે ટ્રેડ દર્શાવી 85.78 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. આમ ક્રૂડમાં તેજીનો ક્રમ જળવાયો છે. જે શેરબજાર માટે ચિંતાનું કારણ બની શકે છે.
ગોલ્ડમાં પોઝીટીવ ટ્રેન્ડ
વૈશ્વિક ગોલ્ડના ભાવ 3 ડોલરના સુધારા સાથે 1771 ડોલર પર ટ્રેડ કરી રહ્યાં છે. ગયા સપ્તાહે તે 1797 ડોલરની ટોચ દર્શાવી પરત ફર્યાં હતાં. ધાતુમાં અન્ડરટોન મજબૂત છે અને તેથી તે વધ-ઘટે 1800 ડોલરની સપાટી કૂદાવી શકે છે.
મહત્વની હેડલાઈન્સ
• આરબીઆઈએ એક્સિસ બેંકના એમડી અને સીઈઓ તરીકે અમિતાભ ચૌધરીની પુનઃનિમણૂંકને મંજૂરી આપી છે.
• ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટીએ કુલ રૂ. 2233 કરોડના રિસિવેબલ્સનું વેચાણ કર્યું છે. તેણે રૂ. 1136 કરોડની ઈન્વેન્ટરીનું વેચાણ કર્યું છે.
• શિલ્પા મેડિકેરના બોર્ડે કંપનીના એપીઆઈ બિઝનેસને અલગ કરવાની મંજૂરી આપી છે.
• ટાટા પાવર મોટા પેન્શન અને સોવરિન મેનેજર્સ સાથે 50 કરોડ ડોલર ઊભા કરવા માટે વાતચીત ચલાવી રહી હોવાનું જાણવા મળે છે.
• ટ્રાઈડન્ટઃ કંપનીએ મધ્યપ્રદેશમાં બુધની ખાતે સોલાર પાવર પ્લાન્ટ કાર્યરત કર્યો છે.
• એનસીએલ ઈન્ડિયાના તાલાબીરા પ્લાન્ટે એનટીપીસીને સપ્લાય શરૂ કર્યો છે.
• રેઈન ઈન્ડસ્ટ્રીએ આંધ્રપ્રદેશ ખાતે તેની સિમેન્ટ ગ્રાઈન્ડિંગ ક્ષમતાને 2.033 મેટ્રીક ટન પરથી વધારી 2.795 મેટ્રીક ટન કરી છે.
• ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 349 કરોડની આવક દર્શાવી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 20 કરોડ પર હતી. એમ્બેસી ગ્રૂપની એસેટ્સને ઈન્ડિયાબુલ્સ આરઈ સાથે મર્જ કરવામાં આવશે.
• નેલ્કો નવા ફ્લાઈટ નેટ પ્લાન પર કામ કરી રહી છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage