Market Opening 19 Jan 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ

યુએસ બજારો કડડભૂસ, એશિયામાં પણ નરમાઈ
વૈશ્વિક બજારોમાં સેન્ટીમેન્ટ ખરડાયું છે. મંગળવારે યુએસ ખાતે ડાઉ જોન્સ 543 પોઈન્ટ્સ ઘટીને જ્યારે નાસ્ડેક 2.6 ટકાના તીવ્ર ઘટાડા સાથે બંધ જોવા મળ્યાં હતાં. યુરોપ બજારો પણ એક ટકા ઘટાડો સૂચવતાં હતાં. આજે એશિયન બજારોમાં જાપાન 1.81 ટકા સાથે સૌથી વધુ નરમાઈ દર્શાવે છે. એકમાત્ર હોંગ કોંગ માર્કેટ પોઝીટીવ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યું છે. એ સિવાય તમામ બજારો ઘટાડો સૂચવે છે.
SGX નિફ્ટીનો ફ્લેટ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 25 પોઈન્ટ્સ નરમાઈ સાથે 18113.50ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ ફ્લેટ અથવા સાધારણ નરમ ઓપનીંગ દર્શાવી શકે છે. નિફ્ટીને 18100નો સપોર્ટ છે. મંગળવારે તેણે સપોર્ટ જાળવ્યો હતો. જો તે વૈશ્વિક બજારને અનુસરશે તો 18000ની સપાટી નીચે પણ જોવા મળી શકે છે. જોકે બજેટ જેવી ઈવેન્ટને ધ્યાનમાં રાખી ભારતીય બજાર આગવી ચાલ દર્શાવી શકે છે અને તેનું આઉટપર્ફોર્મન્સ જાળવી શકે છે. આ સ્થિતિમાં તેનું પ્રથમ ટાર્ગેટ 18400નું અને ત્યારબાદ તે 18600ની ટોચને પણ પાર કરી શકે છે. જોકે મીડ અને સ્મોલ-કેપ સેગમેન્ટમાં નવી પોઝીશન લેવામાં ખૂબ સાવચેતી રાખવાની જરૂર છે.
વૈશ્વિક ક્રૂડ નવી ટોચ પર
ક્રૂડના ભાવ તેની મલ્ટિયર ટોચ પર ટ્રેડ થઈ રહ્યાં છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 89 ડોલરની સપાટી દર્શાવી 88.54 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. યેમેનના હૂથી જૂથે યૂએઈ પર હુમલો કરતાં ક્રૂડમાં મજબૂતી જોવા મળી છે. ઈરાન સમર્થિત હૂથી અને સાઉદીની આગેવાનીના દેશો વચ્ચે ફરી જંગ છેડાય તેવી શક્યતાં છે. જેની પાછળ ક્રૂડમાં મજબૂતી આગળ વધી શકે છે. ક્રૂડમાં 95 ડોલર સુધીનું ટાર્ગેટ રાખી શકાય.
ગોલ્ડમાં નરમાઈ
વૈશ્વિક ગોલ્ડના ભાવમાં મજબૂતી ટકી શકતી નથી. 1820 ડોલર આસપાસથી તે પરત ફરી જાય છે. આજે સવારે કોમેક્સ ગોલ્ડ વાયદો 2 ડોલરના ઘટાડે 1810 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. વૈશ્વિક સ્તરે વધી રહેલા જીઓપોલિટીકલ રિસ્ક્સ વચ્ચે પણ સોનામાં મજબૂતી જોવા મળી રહી નથી. જે સૂચવે છે કે અન્ડરટોન નરમાઈ તરફી છે અને તેજી માટે મજબૂત કારણની જરૂર છે.
મહત્વની હેડલાઈન્સ
• એચસીએલ ટેક્નોલોજિસે કસ્ટમર સર્વિસ સ્ટ્રેટેજીને મજબૂત બનાવવા માટે ડેડિકેટેડ ઈન્ટેલ ઈકોસિસ્ટમ યુનિટ લોંચ કર્યું છે.
• ઈન્ફ્રા માર્કેટે શાલીમાર પેઈન્ટ્સમાં રોકાણ માટે પ્રસ્તાવ મૂક્યો છે.
• બજાજ ફાઈનાન્સે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 2125 કરોડનો નફો દર્શાવ્યો છે. જ્યારે તેની આવક રૂ. 6000 કરોડ પર જોવા મળી છે.
• આલોક ઈન્ડસ્ટ્રીઝે ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 0.09 કરોડની ખોટ દર્શાવી છે. જે ગયા વર્ષે રૂ. 35.12 કરોડ પર હતી. કંપનીની આવક રૂ. 1201.80 કરોડ પરથી વધી રૂ. 2129.60 કરોડ પર રહી હતી.
• ડીસીએમ શ્રીરામઃ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 349.79 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે રૂ. 253.45 કરોડ પર હતો. કંપનીની આવક રૂ. 2158.74 કરોડ પરથી વધી રૂ. 2790.78 કરોડ થઈ હતી.
• ટાટા એલેક્સિએ ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 150.95 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે રૂ. 105.20 કરોડ પર હતો. કંપનીની આવક રૂ. 477.09 કરોડ પરથી વધી રૂ. 635.41 કરોડ રહી હતી.
• હીરો મોટોકોર્પ ગોગોરો અને પોએમામાં બે વધુ ઈન્વેસ્ટમેન્ટ્સ કરશે.
• રિલાયન્સ જીઓ 21 જાન્યુઆરીએ એનસીડી મારફતે ફંડ એકત્ર કરવા માટે વિચારણા કરશે. કંપની તમામ સ્પેક્ટ્રમ લાયેબિલિટીઝ સંબંધી રૂ. 30791 કરોડની રકમની આગોતરી ચૂકવણી કરશે.
• નવેમ્બરમાં રિલાયન્સ જીઓએ 20.19 લાખ ગ્રાહકો ઉમેર્યાં હતાં. જ્યારે ભારતી એરટેલે 13.18 લાખ ગ્રાહકોનો ઉમેરો નોંધાવ્યો હતો.
• એનટીપીસીએ ક્યૂબા ખાતે 900 મેગાવોટ સોલાર ફોટોવોલ્ટીક પાર્ક્સ બનાવવા માટે બીડ્સ મંગાવ્યાં છે.
• ટાટા મોટર્સમાં રાકેશ ઝૂનઝૂનવાલાએ ડિસેમ્બર ક્વાર્ટરમાં 25 લાખ શેર્સની ખરીદી કરીને હિસ્સો વધાર્યો છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage