Market Opening 19 March 2021

માર્કેટ ઓપનીંગ

યુએસ બજારમાં ઘટાડે એશિયા નરમ

ગુરુવારે યુએસ શેરબજારોમાં નરમાઈ જોવા મળી હતી. જેમાં ડાઉજોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 153 પોઈન્ટ્સના ઘટાડે 32862 પર બંધ રહ્યો હતો. ઈન્ટ્રા-ડે ઓલ-ટાઈમ હાઈ બનાવીને ઈન્ડેક્સ નરમ બંધ આવ્યો હતો. નાસ્ડેક પણ 3 ટકાથી વધુ 409 પોઈન્ટ્સના ઘટાડે બંધ આવ્યો હતો. યુએસ બેન્ચમાર્ક બોન્ડ યિલ્ડ્સ 1.74 ટકાની ટોચ પર પહોંચી જતાં ટેક્નોલોજી શેર્સમાં તીવ્ર વેચવાલી જોવા મળી હતી. એશિયન બજારોમાં જાપાનનો નિક્કાઈ 0.9 ટકા નરમાઈ દર્શાવી રહ્યો છે. એ ઉપરાંત હેંગ સેંગ 1.45 ટકા, તાઈવાન 1.43 ટકા, કોસ્પી 1 ટકો અને ચીન 0.82 ટકાનો ઘટાડો દર્શાવે છે.

SGXમાં નરમાઈ

સિંગાપુર નિફ્ટી 92 પોઈન્ટ્સના ઘટાડે 14503 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ 100 પોઈન્ટ્સ આસપાસનો ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવી શકે છે. નિફ્ટીને 14500નો મહત્વનો સપોર્ટ છે. જે તૂટશે તો તે 14000 સુધીનો ઘટાડો દર્શાવી શકે છે. ટ્રેડર્સે લોંગ પોઝીશનમાંથી બહાર આવી જવું જોઈએ. જ્યારે ઉછાળે વેચવાલીનો વ્યૂહ અપનાવવો જોઈએ.

ક્રૂડમાં તીવ્ર કડાકો

કોવિડના ગભરાટ પાછળ ક્રૂડના ભાવમાં તીવ્ર કડાકો જોવા મળ્યો છે. છેલ્લા આંઠ મહિનામાં પ્રથમવાર ક્રૂડ 5 ટકા સાથે નીચે પટકાયું છે. શુક્રવારે સવારે બ્રેન્ટ ક્રૂડ વાયદો 0.11 ટકાના સુધારે 63.36 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. તેણે 65 ડોલરનો મહત્વનો સપોર્ટ તોડ્યો છે. જો તે 60 ડોલર નીચે જશે તો વધુ તીવ્રતાથી ઘટાડો દર્શાવી શકે છે. એમસીએક્સ ખાતે ગુરુવારે રાતે ક્રૂડ વાયદો 4.7 ટકાના ઘટાડે રૂ. 4475 પર બંધ રહ્યો હતો. તે રૂ. 4900ની સપાટીને પાર કરી ગયો હતો. જ્યાંથી રૂ. 500નો ઘટાડો દર્શાવી રહ્યો છે. આમ ક્રૂડમાં ઘટાડો ભારત જેવા દેશ માટે મોટી રાહત બની શકે છે. જ્યારે ઓઈલ માર્કેટિંગ કંપનીઓને તેનો લાભ મળી શકે છે.

ગોલ્ડ-સિલ્વરમાં દિશાહિન ટ્રેડ

કિંમતી ધાતુઓ સાંકડી રેંજમાં અથડાઈ રહી છે. વૈશ્વિક બજારમાં આજે સવારે ગોલ્ડ વાયદો 1733 ડોલરની સપાટી પર ફ્લેટ ટ્રેડ દર્શાવી રહ્યો છે. જ્યારે સિલ્વર વાયદો 1.28 ટકા ઘટાડે 26.012 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. એમસીએક્સ ખાતે ગુરુવારે ગોલ્ડ વાયદો રૂ. 130ના સુધારે રૂ. 44970 પર જ્યારે સિલ્વર વાયદો રૂ. 475ની વૃદ્ધિ સાથે રૂ. 67702 પર બંધ રહ્યો હતો.

મહત્વની હેડલાઈન્સ

· વીમા ક્ષેત્રે એફડીઆઈ મર્યાદાને વધારીને 74 ટકા કરવાનું બિલ રાજ્યસભામાં પસાર

· આર્બિટ્રેશન ઓર્ડરનો ભંગ બદલ ફ્યુચર જૂથને રૂ. 20 લાખનો દંડ.

· ભારતી એરટેલે અંતિમ છ મહિનામાં જીઓ કરતાં વધુ ગ્રાહકો ઉમેર્યાં.

· અદાણી ગ્રીને ડઝન જેટલી બેંક્સ સાથે 1.35 અબજ ડોલરની લોન માટે કરેલું સાઈન.

· આરબીઆઈએ ઓપરેશન ટ્વિસ્ટમાં નિર્ધારિત કરતાં અડધાથી પણ ઓછું વેચાણ કર્યું.

· ગુરુવારે વૈશ્વિક રોકાણકારોએ ભારતીય બજારમાં રૂ. 1260 કરોડની ખરીદી દર્શાવી હતી.

· ગુરુવારે સ્થાનિક રોકાણકારોએ રૂ. 1120 કરોડની વેચવાલી નોંધાવી હતી.

· ઈન્ડોકાઉન્ટ ઈન્ડસ્ટ્રીઝ ક્ષમતા વિસ્તરણ માટે તથા આધુનિકીકરણ માટે રૂ. 200 કરોડનું રોકાણ કરશે.

· વેદાંતના કોપર પ્લાન્ટ કેસ અંગે સુપ્રીમમાં આજે સુનાવણી.

· ઝેનસાર ટેક્નોલોજીએ યુએસ સ્થિત યુનિટ્સના મર્જર માટે આપેલી મંજૂરી

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage