માર્કેટ ઓપનીંગ
કોવિડ સંક્રમણની વધતી સંખ્યાને લઈને બુધવારે યુએસ બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 345 પોઈન્ટ્સ ઘટી 29438 પર બંધ જોવા મળ્યો હતો. એશિયન બજારોમાં ચીનને બાદ કરતાં અન્ય બજારો નરમ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જેમાં જાપાન અને હોંગ કોંગ 0.7 ટકા જેટલો ઘટાડો દર્શાવે છે. કોરિયા અને તાઈવાન પણ નરમ છે.
એસજીએક્સ નિફ્ટી 127 પોઈન્ટ્સ ડાઉન
સિંગાપુર નિફ્ટી 127 પોઈન્ટ્સના ઘટાડે 12868 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક એક્સચેન્જ પર નિફ્ટી 100 પોઈન્ટ્સનું ગેપ ડાઉન ઓપનીંગ દર્શાવી શકે છે. છેલ્લા પખવાડિયામાં તીવ્ર સુધારા બાદ એક કરેક્શન અનિવાર્ય છે.
નવેમ્બરમાં એફઆઈઆઈએ રૂ. 36000 કરોડ ઠાલવ્યાં
વિદેશી સંસ્થાકિય રોકાણકારોએ નવેમ્બરમાં વિક્રમી નાણાનું રોકાણ કર્યું છે. અત્યાર સુધી તેમણે દૈનિક 3 હજાર કરોડથ વધુ રકમ ઠાલવી છે. અગાઉ ઓગસ્ટમાં તેમણે રૂ. 42 હજાર કરોડનો ઈનફ્લો દર્શાવ્યો હતો.
મહત્વની હેડલાઈન્સ
· ટીસીએસે શેર્સ બાયબેક માટે 28 નવેમ્બરની રેકોર્ડ ડેટ નક્કી કરી છે
· વિપ્રોએ શેર્સ બાયબેક માટે 11 ડિસેમ્બરની રેકોર્ડ ડેટ નક્કી કરી છે
· રેલટેલનો આઈપીઓ 2-4 ડિસેમ્બર દરમિયાન બજારમાં પ્રવેશવાની શક્યતા છે. જેમાં પ્રાઈસ બેન્ડ રૂ. 75-80 અને લોટ સાઈઝઝ 180 શેર્સની રહેશે.
· એલએન્ડટીએ ટાટા સ્ટીલને કોમાત્સુ માઈનીંગ ઈક્વિપમેન્ટ સપ્લાયનો ઓર્ડર મેળવ્યો છે.
· વેદાંતા જૂથે બીપીસીએલમાં સરકારનો હિસ્સો ખરીદવા માટે રસ દર્શાવ્યો છે.
· ઈન્સોલ્વન્સી એન્ડ બેન્કર્પ્ટ્સી બોર્ડ ઓફ ઈન્ડિયાએ લિક્વિડેશન પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે નિયમોમાં સુધારો કર્યો છે.
· લક્ષ્મી વિલાસ બેંક સાથે મર્જર માટે નિષ્ફળ જતાં ક્લિક્સ કેપિટલ બેંકિંગ લાઈસન્સ માટે અરજી કરે તેવી શક્યતા.
· વૈશ્વિક ડેટમાં ચાલુ વર્ષે 15 ટ્રિલિયન ડોલરની વૃદ્ધિ જોવા મળી છે. તે 227 ટ્રિલિયન ડોલરની સર્વોચ્ચ સપાટીએ પહોંચે તેવી શક્યતા છે.
· સેબીએ સ્ટોક એક્સચેન્જિસને ઈન્વેસ્ટર પ્રોટેક્શન ફંડનું કદ વધારવા માટે જણાવ્યું છે.
· જીએસડબલ્યુ ઈન્ફ્રાએ ચેટ્ટીનાદ ગ્રૂપના પોર્ટ ટર્મિનલ્સને રૂ. 1 હજાર કરોડમા ખરીદ્યાં છે.
· સ્ટીલના વધતાં ભાવોની એન્જિનીયરીંગ નિકાસ પર અસર પડી છે.
· મુકુંદ પ્રમોટર્સને શેર્સ વેચી રૂ. 713 કરોડ મેળવશે.