Market Opening 2 Feb 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ

યુએસ બજારોમાં ત્રીજા દિવસે મજબૂતી
વૈશ્વિક સ્તરે શેરબજારોમાં સ્થિરતા પરત ફરી રહી છે. યુએસ ખાતે બજારોએ ત્રીજા દિવસે મજબૂતી દર્શાવી હતી. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 273 પોઈન્ટ્સ મજબૂતી સાથે બંધ આવ્યો હતો. જ્યારે નાસ્ડેક 0.75 ટકા સુધારા સાથે બંધ જોવા મળ્યો હતો. એશિયન બજારોમાં ચીન નવ વર્ષને કારણે આજે પણ રજા છે. મહત્વના બજારોમાં એકમાત્ર જાપાન 1.55 ટકા સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યું છે. યુરોપ બજારોએ મંગળવારે 1.5 ટકા સુધીનો સુધારો દર્શાવ્યો હતો.
SGX નિફ્ટીનો ગેપ-અપ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 128.50 પોઈન્ટ્સના સુધારે 17726ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર ગેપ-અપ ઓપનીંગ દર્શાવી શકે છે. નિફ્ટી 17700નું સ્તર પાર કરશે તો 18000 સુધીનો સુધારો દર્શાવવા માટે તૈયાર બની શકે છે. છેલ્લાં બે સત્રોમાં ભારતીય બજારે નોંધપાત્ર સુધારો દર્શાવ્યો છે અને તે ફરી એકવાર આઉટપર્ફોર્મર જોવા મળે છે.
ક્રૂડ નવી ટોચ બનાવી રેંજ બાઉન્ડ
વૈશ્વિક ક્રૂડના ભાવમાં કોન્સોલિડેટ થઈ રહ્યાં છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 91.70 ડોલરની ટોચ બનાવી 89-90 ડોલરની રેંજમાં અટવાઈ ગયો છે. જોકે અન્ડરટોન મજબૂત છે અને તે વધુ સુધારો દર્શાવે તેવી શક્યતા ઊંચી છે. તેના નજીના ટાર્ગેટ 95-97 ડોલરના છે.
ગોલ્ડને 1800 ડોલર પર ટકવામાં મુશ્કેલી
વૈશ્વિક ગોલ્ડના ભાવ મંગળવારે 1800 ડોલરની સપાટીને પાર કરી ગયા બાદ પરત ફર્યાં હતાં. હાલમાં તેઓ 1798 ડોલર પર ટ્રેડ થઈ રહ્યાં છે. જે ગોલ્ડમાં વધુ નરમાઈની શક્યતાં સૂચવે છે. તેના માટે 1780 ડોલરની સપાટી મહત્વનો સપોર્ટ છે. જે તૂટશે તો 1750 ડોલરનું સ્તર જોવા મળી શકે છે.
મહત્વની હેડલાઈન્સ
• જાન્યુઆરીમાં ભારતની વેપારી ખાધ વધીને 17.94 અબજ ડોલર થઈ.
• જાન્યુઆરીમાં માસિક ધોરણે ફ્યુઅલના વેચાણમાં 12 ટકા ઘટાડો નોંધાયો.
• બજેટમાં જંગી ખર્ચ વૃદ્ધિને જોતાં સરકારે આગામી વર્ષે વિક્રમી બોરોઈંગ કરવાનું રહેશે.
• LIC આગામી સપ્તાહે ડીઆરએચપી ફાઈલ કરે તેવી શક્યતા.
• સરકારે બજેટમાં સોલાર ઈક્વિપમેન્ટની આયાત પર ટેક્સ યથાવત જાળવ્યો.
• વિદેશી બોન્ડ ઈન્વેસ્ટર્સ માટે ટેક્સ મુદ્દે સરકાર હજુ પણ વિચારણા કરી રહી છે. બજેટમાં તેમને ટેક્સ મુક્તિ આપવામાં આવે તેવી વાત હતી. જેની પાછળ ભારતીય બોન્ડ્સને વૈશ્વિક ઈન્ડેક્સમાં સ્થાન મળે તેવી શક્યતા હતી.
• સરકારે બજેટમાં ફર્ટિલાઈઝર સબસિડીમાં ઘટાડો કર્યો.
• એસએન્ડપીએ જણાવ્યું છે કે ફ્યુચર રિટેલ રૂ. 3500 કરોડનું ડેટ ચૂકવવામાં નાદાર બની છે.
• મંગળવારે એફઆઈઆઈએ ભારતીય બજારમાં રૂ. 21.79 કરોડની વેચવાલી નોંધાવી હતી.
• સ્થાનિક સંસ્થાઓએ રૂ. 1600 કરોડની ખરીદી કરી હતી.
• અદાણી પોર્ટે ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 1470 કરોડનો નફો દર્શાવ્યો. જ્યારે આવક 1.3 ટકા વધી રૂ. 3800 કરોડ રહી હતી.
• જાન્યુઆરીમાં અશોક લેલેન્ડે 12709 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. ગયા વર્ષે સમાનગાળામાં તેણે 12359 યુનિટ્સ વેચ્યાં હતાં.
• બીપીસીએલે કોચી ખાતે પોલીઓલ્સનો પ્રોજેક્ટ ખર્ચમાં વધુ પડતી વૃદ્ધિને કારણે પડતો મૂક્યો.
• કોલ ઈન્ડિયાના જણાવ્યા મુજબ જાન્યુઆરીમાં પાવર પ્લાન્ટ્સને શીપમેન્ટ્સમાં વાર્ષિક ધોરણે 24 ટકા વૃદ્ધિ જોવા મળી.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage