માર્કેટ ઓપનીંગ
યુએસમાં સ્થિરતા વચ્ચે એશિયામાં કોન્સોલિડેશન
જૂન મહિનાની શરૂઆત યુએસ બજારમાં પોઝીટીવ રહી હતી. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 46 પોઈન્ટ્સ સુધરી 34575ની સપાટી પર બંધ રહ્યો હતો. જોકે એશિયન બજારોમાં તેની કોઈ અસર જોવા મળી રહી નથી અને બજારો દિશાવિહિન જોવા મળી રહ્યાં છે. જાપાન અને તાઈવાન બજારો સુધારા સાથે ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જ્યારે સિંગાપુર, હોંગ કોંગ, કોરિયા અને ચીનના બજારો નરમાઈ દર્શાવી રહ્યાં છે.
SGX નિફ્ટીનો સાધારણ નરમાઈ સાથે ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 22 પોઈન્ટ્સ ઘટાડા સાથે 15609 પર ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ સાધારણ નરમાઈ સાથે કામકાજની શરૂઆત દર્શાવી શકે છે. ભારતીય બેન્ચમાર્ક નિફ્ટીએ મંગળવારે 15661ની ટોચ બનાવ્યાં બાદ વિરામ દર્શાવ્યો હતો. જોકે બજારનો ટ્રેન્ડ તેજીનો જ છે અને તે વધ-ઘટે સુધારાતરફી જળવાય તેવી શક્યતા ઊંચી છે. નિફ્ટીમાં 15350ના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન રાખવાની સલાહ છે. જ્યારે મધ્યમથી લાંબાગાળાનો ટાર્ગેટ 17300નો આપવામાં આવી રહ્યો છે.
ક્રૂડ 70 ડોલર પર ટક્યું
વૈશ્વિક ક્રૂડના ભાવ સતત બીજા દિવસે 70 ડોલર પર ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જે સૂચવે છે કે કોમોડિટીમાં અન્ડરટોન મજબૂત છે. જોકે તેણે 71.39 ડોલરની તેની સવા વર્ષની ટોચને પાર કરી નથી. એમસીએક્સ ખાતે ક્રૂડ વાયદો જોકે રૂ. 5000ની સપાટીને પાર કરી ગયો છે. જો ડોલર સામે રૂપિયો નરમ પડશે તો તેમાં વધુ સુધારો સંભવ છે.
ગોલ્ડમાં 1900-1910 ડોલરની રેંજમાં કોન્સોલિડેશન
વૈશ્વિક બજારમાં ગોલ્ડના ભાવ 1900 ડોલર આસપાસ અથડાઈ રહ્યાં છે. આજે સવારે કોમેક્સ ગોલ્ડ વાયદો 1901 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. આમ તેના માટે 1900 ડોલર પર ટકવું મહત્વનું બની ગયું છે. ચાંદી પણ ફરી 28 ડોલર નીચે ટ્રેડ થઈ રહી છે.
મહત્વની હેડલાઈન્સ
· ચાલુ સિઝનમાં સામાન્ય ચોમાસા પાછળ વિક્રમી ખરિફ ઉત્પાદનની જોવાતી અપેક્ષા.
· એપ્રિલ મહિનાથી ગેસોલીન, ડિઝલના દૈનિક વેચાણમાં 20 ટકાનો ઘટાડો નોંધાયો.
· સરકારે ફાર્મા સેક્ટર માટે આઉટપુટ લિંક્ન્ડ ઈન્સેન્ટિવ રુલ્સ જાહેર કર્યાં.
· દેશમાં ઓક્ટોબરથી મે મહિના દરમિયાન ખાંડના ઉત્પાદનમાં 13 ટકાનો ઉછાળો નોંધાયો.
· ઈમર્જિંગ માર્કેટ ઈટીએફ્સમાં 1.7 અબજ ડોલરનો ઉમેરો જોવાયો.
· વૈશ્વિક ફંડ્સે મંગળવારે ભારતીય બજારમાં રૂ. 450 કરોડની વેચવાલી દર્શાવી.
· સ્થાનિક ફંડ્સે મંગળવારે રૂ. 230 કરોડની કરેલી ખરીદી.
· મુંબઈ સીએસટી રિડેવલપમેન્ટમાં અદાણી રેલ્વેઝ, જીએમઆર એન્ટરપ્રાઈઝિસ, ઓબેરોય રિઅલ્ટી સહિત નવ જણાએ કરેલું બીડીંગ.
· બલરામપુર ચીનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 236 કરોડનો નફો નોંધાવ્યો. ગયા વર્ષે તે રૂ. 241 કરોડ પર હતો.
· આઈશર મોટર્સના મે મહિના વેચાણમાં 43 ટકા વૃદ્ધિ નોંધાઈ. તેણે 27,294 યુનિટ્સનું કરેલું વેચાણ.
· ગુજરાત ગેસના નફામાં 42 ટકા વૃદ્ધિ. કંપનીએ રૂ. 350 કરોડનો નફો નોંધાવ્યો.
· હીરોમોટોકોર્પના એપ્રિલ મે વેચાણમાં 62 ટકા વૃદ્ધિ નોંધાઈ. કુલ 1.83 લાખ યુનિટ્સનું વેચાણ.
Market Opening 2 June 2021
June 02, 2021
