Market Opening 2 March 2022

બબ્લોગ કન્ટેન્ટ

માર્કેટ  ઓપનીંગ

 

રશિયા-યુક્રેન લડાઈ લંબાતાં શેરબજારોમાં અનિશ્ચિતતા વધી

યુક્રેન પર કબજો મેળવવામાં રશિયન સૈન્યને થઈ રહેલા વિલંબ વચ્ચે શેરબજારોમાં અનિશ્ચિતતા વધી છે. યુએસ બજારોમાં મંગળવારે નવેસરથી ઘટાડા વચ્ચે આજે એશિયન બજારો સતત બીજા દિવસે નરમાઈ સૂચવી રહ્યાં છે. જેમાં જાપાન માર્કેટ 1.9 ટકા ઘટાડા સાથે સૌથી ખરાબ દેખાવ દર્શાવે છે. જ્યારે હોંગ કોંગ માર્કેટ પણ એક ટકાથી વધુ ઘટાડો સૂચવે છે. કોરિયા અને તાઈવાન સાધારણ નરમાઈ સાથે ટ્રેડ થઈ રહ્યાં છે.

SGX નિફ્ટીનો ગેપ-ડાઉન ઓપનીંગનો સંકેત

સિંગાપુર નિફ્ટી 215 પોઈન્ટ્સ નરમાઈ સાથે 16494ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે ભારતીય બજાર પણ ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવશે. નિફ્ટી માટે 16200નો સપોર્ટ છે. જે તૂટશે તો તે વધુ ઘટાડો દર્શાવશે. જ્યારે 16800નું સ્તર નજીકનો અવરોધ છે. જ્યારબાદ 17000-17200ની રેંજમાં અવરોધ છે. વૈશ્વિક સ્તરે બજારોમાં અસ્થિરતાને જોતાં હાલમાં બજારમાં મંદીવાળાનો હાથ ઉપર જણાય છે.

ક્રૂડમાં ભડકોઃ બ્રેન્ટ ક્રૂડ 111 ડોલરની ટોચ પર

ક્રૂડના ભાવમાં બે ટ્રેડિંગ સત્રોમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો મંગળવારે 8 ટકા ઉછળ્યાં બાદ બુધવારે વધુ 5 ટકાની વૃદ્ધિ દર્શાવી રહ્યો છે. આજે સવારે તેણે 111 ડોલરની 8 વર્ષોની ટોચ બનાવી છે. સ્થાનિક એમસીએક્સ ખાતે ક્રૂડ વાયદો રૂ. 8000ની ટોચને પાર કરી ગયો છે. ક્રૂડના ભાવમાં અવિરત વૃદ્ધિ ભારત જેવા અર્થતંત્ર માટે મોટી ચિંતા ઊભી કરી શકે છે.

ગોલ્ડમાં બાઈંગ પાછળ મજબૂતી

વૈશ્વિક ગોલ્ડના ભાવ 1948 ડોલર પર ટ્રેડ થયા બાદ 1940ની સપાટી પર જોવા મળી રહ્યાં છે. ગયા ગુરુવારે 1976 ડોલરની સપાટી દર્શાવી પ્રોફિટ બુકિંગ પાછળ 1900 ડોલરની નીચે ઉતરી ગયા બાદ તે પાછા ફર્યા છે. જો 1970 ડોલરને કૂદાવશે તો 2000 ડોલરનું સ્તર જોવા મળી શકે છે.

મહત્વની હેડલાઈન્સ

• આઈશર મોટર્સે ફેબ્રુઆરી મહિનામાં 6856 યુનિટ્સનું વેચાણ દર્શાવ્યું હતું. જે વાર્ષિક ધોરણે 7.3 ટકા વૃદ્ધિ સૂચવે છે. ગયા વર્ષે સમાનગાળામાં કંપનીએ 5457 યુનિટ્સનું વેચાણ નોંધ્યું હતું.

• એવરેડી ઈન્ડસ્ટ્રીઝમાં 26 ટકા હિસ્સો ખરીદવા માટે ડાબર જૂથના પ્રમોટર બર્મન પરિવારે રૂ. 320 પ્રતિ શેરના ભાવે રૂ. 604.7 કરોડની ઓપર ઓફર કરી છે.

• કોલ ઈન્ડિયાએ ફેબ્રુઆરીમાં ઓફટેકમાં 12 ટકા વૃદ્ધિ નોંધાવી હતી. ગયા વર્ષે સમાનગાળામાં 5.13 કરોડ ટનના ઉપાડ સામે ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં 5.74 કરોડ ટનનો ઉપાડ જોવા મળ્યો હતો.

• તાન્લા પ્લેટફોર્મ્સે ભિન્ન ડિજિટલ એક્સપિરિયન્સ પૂરો પાડવા માટે ટ્રૂકોલર સાથે ભાગીદારી બનાવી છે.

 

• મારુતિ સુઝુકીએ ફેબ્રુઆરીમાં 164056 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. જે સાધારણ ઘટાડો દર્શાવતું હતું. જ્યારે સ્થાનિક બજારમાં તેનું વેચાણ વાર્ષિક ધોરણે 8.46 ટકા ગગડી 140035 યુનિટ્સ પર જોવા મળ્યું હતું. ફેબ્રુઆરી 2021માં તે 152983 યુનિટ્સ પર હતું. કંપનીની નિકાસ 11486 યુનિટ્સ પરથી બમણાથી વધુ વૃદ્ધિ સાથે 24021 યુનિટ્સ પર રહી હતી.

 

• એસબીઆઈએ આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને ધ્યાનમાં રાખતાં રશિયન કંપનીઓને સંડોવતા ટ્રાન્ઝેક્શન્સને પ્રોસેસ નહિ કરે એમ વર્તુળો જણાવે છે. એસબીઆઈએ કેટલાંક ક્લાયન્ટ્સને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે યુએસ, યુરોપ અને યુનોના પ્રતિબંધોની યાદીમાં સમાવિષ્ટ કંપનીઓ, બેંક્સ, પોર્ટ્સ અથવા વેસેલ્સને સંડોવતાં ટ્રાન્ઝેક્શન્સનું પ્રોસેસિંગ તે નહિ કરે.

• ઉડ્ડયન કંપનીઓ માટે ચિંતાની સ્થિતિ ઊભી થઈ છે. એવિએશન ટર્બાઈન ફ્યુઅલના ભાવમાં મંગળવારે વધુ 3.3 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી અને તે સર્વોચ્ચ સપાટી પર પહોંચ્યાં હતાં. એનસીઆરમાં એટીએફના ભાવ રૂ. 3010.87 પ્રતિ કિલોલિટરની વૃદ્ધિ સાથે રૂ. 93530.66ની સપાટી પર પહોંચ્યાં હતાં.

• મહિન્દ્રા લોજિસ્ટિક્સ ટોચની થર્ડ-પાર્ટી લોજિસ્ટિક્સ સોલ્યુશન પ્રોવાઇડર્સે ઝિપઝેપ લોજિસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડમાં બહુમતી હિસ્સો ખરીદશે. ઝિપઝેપ વ્હિઝાર્ડ બ્રાન્ડ હેઠળ લાસ્ટ-માઇલ લોજિસ્ટિક્સ સર્વિસ પૂરી પાડે છે. મહિન્દ્રા ઝીપઝેપમાં 60 ટકા હિસ્સાની રૂ. 72 કરોડમાં ખરીદી કરશે.

• દેશમાં ટોચની ડિપોઝીટરી તથા એકમાત્ર લિસ્ટેડ ડિપોઝિટરી સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ (ઇન્ડિયા)એ તાજેતરમાં એક નવું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. કંપનીએ આપેલી માહિતી મુજબ તેણે અત્યાર સુધીમાં કુલ છ કરોડથી વધારે એક્ટિવ ડિમેટ એકાઉન્ટ ખોલ્યાં છે. જે તેને ટોચની ડીપોઝીટરી પાર્ટિસિપન્ટ બનાવે છે.

• એલએન્ડટી ફાઈનાન્સના બોર્ડે સીઈઓ અને એમડી તરીકે એસએન સુબ્રમણ્યમની નિમણૂંકને મંજૂરી આપી હતી. કંપની ફાર્મ ઈક્વપમેન્ટ, ટુ-વ્હીલર્સ અને માઈક્રો લોન્સમાં અગ્રણી ફાઈનાન્સિંગ ધરાવે છે. કંપની હોલસેલ લેંડિંગ બિઝનેસમાંથી ધીમે-ધીમે બહાર આવશે.ધીમે-ધીમે બહાર આવશે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage