Market Opening 2 Nov 2020

માર્કેટ ઓપનીંગ

યુએસ બજારો શુક્રવારે નરમ રહ્યાં હોવા છતાં એશિયન બજારો 1.5 ટકા જેટલો પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. જાપાનનો નિકાઈ 1.5 ટકા સાથે સૌથી સારો દેખાવ દર્શાવી રહ્યો છે. કોરિયન કોસ્પી 0.9 ટકા તથા હેંગ સેંગમાં પણ સુધારો જોવા મળે છે. જોકે તાઈવાન, ચીન, ઈન્ડોનેશિયા નરમ ટ્રેડ થઈ રહ્યાં છે.

એસજીએક્સ નિફ્ટી

સિંગાપુર નિફ્ટી 36 પોઈન્ટ્સ સાથે 11671ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો છે. જે પોઝીટીવ ઓપનીંગ સૂચવે છે. જો નિફ્ટી 11661ના સ્તર પર બંધ આપવામાં સફળ રહેશે તો 11775 અને 11942ના ટાર્ગેટ રહેશે. મંગળવારે યુએસ પ્રમુખની ચૂંટણી છે. જે એક મોટી ઘટના છે. પોઝીશનને હેજ કરવી અનિવાર્ય છે.

મહત્વની હેડલાઈન્સ

·         ઓક્ટોબરમાં જીએસટી કલેક્શન રૂ. 1.05 લાખ કરોડ પર જોવા મળ્યું હતું. જે આંઠ મહિના પછીની સૌથી મોટી રકમ છે.

·         નબળી ફ્યુઅલ માગ છતાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે અંદાજોથી સારો દેખાવ દર્શાવ્યો હતો.

·         સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રિલાયન્સે 5.7 ડોલર પ્રતિ બેરલનું રિફાઈનીંગ માર્જિન નોંધાવ્યું હતું.

·         આઈસીઆઈસીઆઈ બેંકે બેડ લોન્સમાં ઘટાડા પાછળ વિક્રમી નફો નોંધાવ્યો હતો.

·         આઈઓસીના જણાવ્યા મુજબ આગામી બે મહિનામાં રિફાઈનરીઝ પૂરી ક્ષમતા સાથે કામ કરશે.

·         23 ઓક્ટોબરના અંતે પૂરા થતાં સપ્તાહમાં ભારતનું ફોરેક્સ રિઝર્વ્સ 5.4 અબજ ડોલર વધી 560.5 અબજ ડોલર રહ્યું હતું.

·         સુપ્રીમ કોર્ટ આજે લોન-ઈન્ટરેસ્ટ વેઈવર પર સુનાવણી કરશે.

·         20-21માં અત્યાર સુધી ઈન્કમટેક્સે રૂ. 1.27 લાખ કરોડના ટેક્સ રિફંડ્સ ઈસ્યુ કર્યાં છે.

·         ડીએલએફે બીજા ક્વાર્ટરમાં સારા પરિણામો દર્શાવ્યાં છે. તેણે 83 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે.

·         ઓક્ટોબરમાં મારુતિ સુઝુકીનું વેચાણ 19 ટકા વધી 1,82,1448 યુનિટ્સ રહ્યું છે. 

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage