બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ ઓપનીંગ
ડાઉ જોન્સે પહેલીવાર 36 હજારને કરેલો સ્પર્શ
વૈશ્વિક સ્તરે યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજે સોમવારે પ્રથમવાર 36 હજારની સપાટીને સ્પર્શ કર્યો હતો. બેન્ચમાર્ક 94 પોઈન્ટ્સના સુધારે 35913.84ના સ્તરે બંધ રહ્યો હતો. નાસ્ડેક 97.53 પોઈન્ટસના સુધારે 15595.92ની સર્વોચ્ચ સપાટી પર બંધ જોવા મળ્યો હતો. આજે સવારે એશિયન બજારોમાં મિશ્ર ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જાપાન અને સિંગાપુરના બજારો સાધારણ ઘટાડે ટ્રેડ થઈ રહ્યાં છે. જ્યારે હોંગ કોંગનું બજાર 1.21 ટકા સુધારો સૂચવે છે. કોરિયા, તાઈવાન અને ચીન પણ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે.
SGX નિફ્ટીનો ફ્લેટથી પોઝીટીવ ઓપનીંગનો સંકેત
સિંગાપુર નિફ્ટી 19 પોઈન્ટ્સના સુધારે 18016ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે સૂચવે છે કે સ્થાનિક બજાર પણ પોઝીટીવ ઓપનીંગ દર્શાવી શકે છે. બેન્ચમાર્ક નિફ્ટી માટે 18000-18100ની રેંજમાં અવરોધ છે અને તેથી આ સ્તરે સુધારો અટકી શકે છે. નીચે 17600નો સપોર્ટ છે. લાર્જ-કેપ્સમાં ટ્રેડ વધુ સુરક્ષિત બની રહેશે.
ક્રૂડમાં મજબૂતી
વૈશ્વિક ક્રૂડના ભાવ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 0.38 ટકા સુધારે 85.03 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. આમ તે તાજેતરની ટોચથી માત્ર 1.7 ડોલર છેટે જોવા મળી રહ્યો છે. જીઓ પોલિટીકલ કારણોસર તે ટૂંકમાં નવી ટોચ દર્શાવી શકે છે.
ગોલ્ડનો સંઘર્ષ યથાવત
વૈશ્વિક ગોલ્ડના ભાવ 1800 ડોલરની સપાટી પર ટકવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે. કોમેક્સ ખાતે ડિસેમ્બર વાયદો 1793 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. બુધવારે ફેડની ટેપરિંગને લઈને મહત્વની કોમેન્ટ છે. જેમાં તે શું નિવેદન કરે છે. તે મહત્વનું બની રહેશે. ઉપરાંત યુકેની સેન્ટ્રલ બેંક પણ રેટ વૃદ્ધિ અંગે શું નિર્ણય લે છે તે મહત્વનું છે. બેંક ઓફ કેનેડાએ ટેપરિંગને સમાપ્ત કર્યું છે અને તેની પાછળ ચલણોમાં મજબૂતી જોવા મળી છે. જ્યારે સોનુ નરમ પડ્યું હતું.
મહત્વની હેડલાઈન્સ
• વીઆરએલ લોજિસ્ટીક્સે બીજા ક્વાર્ટરમાં 60 ટકા વૃદ્ધિ સાથે
• રૂ. 49.48 કરોડનો નફો દર્શાવ્યો છે. જ્યારે કંપનીની આવક રૂ. 636 કરોડ જોવા મળી છે.
• શીપીંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ બીજા ક્વાર્ટરમાં રૂ. 243 કરોડનો નફો દર્શાવ્યો છે. જ્યારે રૂ. 1221 કરોડની આવક નોંધાવી છે.
• ભારતમાં ડિઝલનું વેચાણ કોવિડ અગાઉના સ્તરે પહોંચ્યું છે.
• મધરસન સુમીનું બોર્ડ 8 નવેમ્બરે બોન્ડ્સ અથવા ડિબેન્ચર્સ ઈસ્યુ કરી ફંડ એકત્ર કરવા માટેના પ્રસ્તાવ પર વિચારણા કરશે.
• હીરોમોટોકોર્પે ઓક્ટોબર મહિના દરમિયાન 5.48 લાખ વાહનોનું વેચાણ કર્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 8.07 લાખ પર હતું.
• આઈશર મોટર્સે ઓક્ટોબરમાં રોયલ એનફિલ્ડનું 44,133 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. જે ઓક્ટોબર 2020માં 66891 યુનિટ્સ પર હતું.
• ટાટા મોટર્સઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 4415.5 કરોડની ખોટ દર્શાવી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 307.3 કરોડ પર હતી. કંપનીની આવક રૂ. 53530 કરોડ સામે વધી રૂ. 61378.8 કરોડ પર રહી હતી.
• ચંબલ ફર્ટિલાઈઝર્સે બીજા ક્વાર્ટરમાં 16 ટકા વૃદ્ધિ સાથે રૂ. 506 કરોડનો નફો દર્શાવ્યો હતો. કંપનીની આવક 12 ટકા વધી રૂ. 4480 કરોડ રહી હતી.
• રેમન્ડે તેની સંપૂર્ણ માલિકીની સિઝર્સ એન્જિનીયરીંગ પ્રોડક્ટ્સનો સમગ્ર હિસ્સો જેકે ફાઈલ્સ લિ.ને વેચાણ કર્યો છે.
Market Opening 2 Nov 2021
November 02, 2021